Home /News /national-international /

પાકિસ્તાની આર્મી પર આત્મઘાતી હુમલો, 9 સૈનિકના મોત : રિપોર્ટ

પાકિસ્તાની આર્મી પર આત્મઘાતી હુમલો, 9 સૈનિકના મોત : રિપોર્ટ

પાકિસ્તાન વિસ્ફોટનો ફાઈલ ફોટો ( ફોટો - રોઈટર)

પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો થયાની ઘટના સામે આવી છે, જેમાં 9 જેટલા પાકિસ્તાની જવાન મોતને ભેટ્યા

    બલુચિસ્તાન પાસે પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો થયાની ઘટના સામે આવી છે, જેમાં 9 જેટલા પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે, જ્યારે 11 જેટલા ઘાયલ થયા છે.

    ધ બલૂચિસ્તાન પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, બલૂચિસ્તાન લિબરેશન ફ્રંટ અને બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સે ચીન-પાકિસ્તાન ઈકોનોમિ કોરિડોર (CPEC) રૂટ પર તુર્બત અને પંજપુર વચ્ચે પાકિસ્તાન આર્મી પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે.

    બતાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલામાં 9 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે, જ્યારે 11 લોકો ઘાયલ થયા છે.  આ હુમલો સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના પાકિસ્તાન પહોંચવાના થોડા કલાક પહેલા જ થયો છે.

    જમ્મુ-કાશ્મીરમાં આત્મઘાતી હુમલા બાદ ઉપ-મહાદ્વીપમાં તણાવ વધી ગયો છે. જ્યાં એક 20 વર્ષીય યુવકે વિસ્ફોટ ભરેલી એસયૂવી સીઆરપીએફના કાફલામાં ઘુસેડી દીધી. આ આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. પુલવામામાં થયેલી આ આતંકવાદી ઘટના બાદ ઈરાન અને ભારતે સાથે મળીને પાકિસ્તાન વિરુદ્ધ કડક સંદેશ જાહેર કર્યો હતો.

    સુષ્મા સ્વરાજ પોતાના ત્રણ દેશના પ્રવાસ પર બુલ્ગારિયા જતા સમયે શનિવારે થોડા સમય માટે ઈરાનમાં રોકાયા હતા, જ્યાં તેમણે ઈરાનના ઉપ વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચી સાથે મુલાકાત કરી હતી. ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સના કમાંડર મેજર જનરલ મોહમ્મદ અલી જાફરીએ ગ્રુપ જેશ-અલ-અદ્લ તરફ ઈશારો કરતા પાકિસ્તાની સેના અને આઈએસઆઈ પર આરોપ લગાવ્યો કે શરણ આપવી અને ચૂપ રહેવું આતંકવાદીઓને સમર્થન કરવા બરાબર છે.

    આત્મઘાતી કાર હુમલામાં રિવોલ્યુશનરી ગાર્ડ્સના 27 સૈનિકોના મોતથી ભડકેલા ઈરાને પાકિસ્તાનના રાજદૂતને હાંકી કાઢ્યા હતા. ઈરાને આ પહેલા ચેતવણી આપતા કહ્યું હતું કે, તેમણે આતંકીઓને શરણ આપવાની ભારે કિંમત ચુકવવી પડશે. ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સે પાકિસ્તાન પર આ આત્મઘાતી બોમ્બ હુમલાના ષડયંત્રકારીઓને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે.

    તમને જણાવી દઈએ કે, દક્ષિણ પૂર્વ ઈરાનમાં બુધવારે રિવોલ્યુશનરી ગાર્ડ્સની બસ પર આત્મઘાતી કાર હુમલામાં 27 સૈનિકોના મોત થયા હતા. આ હુમલો એવા સમયે થયો હતો, જ્યારે સૈનિકો સીમા પર પેટ્રોલીંગ અભિયાન પતાવી પાછા ફરી રહ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, બલૂચિસ્તાન લિબરેશન આર્મી, લશ્કર-એ-બલૂચિસ્તાન અને બલૂચ લિબરેશન યુનાઈટેડ ફ્રંટ પાકિસ્તાન કાશ્મીરમાં ઘણું સક્રિય છે. આ સંગઠન વધારે આઝાદી અને પ્રાકૃતિક સંસાધનો, ખનીજોમાંથી મળતી આવકમાં ભાગીદારી, પ્રાંતીય રાજસ્વ અને સ્વતંત્ર દેશની માંગ કરી રહ્યું છે.

    પાકિસ્તાન કાશ્મીરમાં રાયશુમારી કરાવવાની માંગ પણ કરતું રહે છે, પરંતુ બલૂચોની આ માંગ પાકિસ્તાન સ્વીકારતું નથી. બલૂચિસ્તાન હંમેશા પાકિસ્તાનની બેવડી નીતિનો વિરોધ કરતું જોવા મળે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Pakistan Army, રિપોર્ટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन