કાઠમંડુ પાસે 34 મુસાફર ભરેલી બસ નદીમાં પડી, 8ના મોત, કેટલાક લાપતા

News18 Gujarati
Updated: November 3, 2019, 10:13 PM IST
કાઠમંડુ પાસે 34 મુસાફર ભરેલી બસ નદીમાં પડી, 8ના મોત, કેટલાક લાપતા
નેપાળ બસ અકસ્માતમાં 8ના મોત (તસવીર - ટ્વીટર)

8 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો હજુ લાપતા છે.

  • Share this:
અકસ્માતની ઘટનાઓમાં રોજે રોજ અનેક લોકોના મોતનો આંકડો દિવસેને દિવસે વધતો જ જાય છે. નેપાળમાં એક મોટી બસ દુર્ઘટના સામે આવી છે, જેમાં 8 મુસાફરોના સ્થળ પર જ મોત થયા છે.

અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર, કાઠમંડુ જઈ રહેલી બસ રસ્તામાં જ એક નદીમાં પડી ગઈ. આ દુર્ઘટનાનો શિકાર થયેલી બસમાં લગભગ 34 જેટલા મુસાફરો સવાર હતા, જેમાંથી 8 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો હજુ લાપતા છે.

ઘટનાની જાણ થતા તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બસ દોખાલાથી કાઠમંડુ જઈ રહી હતી, તે સમયે સુનકોસી નદી પાસેથી પસાર થતા સમયે ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા બસ નદીમાં ખાબકી છે.આઠ લોકોની બોડી મળી છે, જ્યારે કેટલાક ઈજાગ્રસ્ત પણ થયા છે. હાલમાં રાહત અને બચાવની ટીમ લાપતા લોકોની શોધ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા 12 ઓક્ટોબર 2019ના રોજ પણ નેપાળમાં બસ દુર્ઘટના બની હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં 108 લોકો ઘાયલ થયા હતા. આ યાત્રી બસ કાઠમંડુથી સવારી લઈ જઈ રહી હતી. તમને જણાવી દઈએ કે, નેપાળના મોટાભાગના રાજમાર્ગો પહાડો પર વળાંકવાળા રસ્તાઓ સાથેના છે, જેના કારણે અહીં હંમેશા બસ દુર્ઘટનાઓ થતી રહે છે.
First published: November 3, 2019
વધુ વાંચો
अगली ख़बर