પાકિસ્તાનઃ પેશાવરના મદ્રેસામાં ભીષણ બ્લાસ્ટ, 7 લોકોનાં મોત, 70 ઘાયલ, મોટાભાગના બાળકો

મદ્રેસામાં અજાણ્યો વ્યક્તિ બેગ મૂકીને ગયો હતો, બ્લાસ્ટ થયો ત્યારે બાળકો કુરાનનો અભ્યાસ કરી રહ્યા હતા

મદ્રેસામાં અજાણ્યો વ્યક્તિ બેગ મૂકીને ગયો હતો, બ્લાસ્ટ થયો ત્યારે બાળકો કુરાનનો અભ્યાસ કરી રહ્યા હતા

 • Share this:
  ઈસ્લામાબાદઃ પાકિસ્તાન (Pakistan)ના પેશાવર (Peshawar) સ્થિત એક મદ્રેસામાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 7 લોકોનાં મોત થયા છે જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા છે. આ મદ્રેસા પેશાવરની દિર કોલોની (Peshawar's Dir Colony)ની પાસે સ્થિત હોવાનું કહેવાય છે. બ્લાસ્ટનું કારણ શું છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘાયલોમાં મોટાભાગના બાળકો હોવાનું કહેવાય છે.

  અખબાર ડૉન સાથેની વાતચીતમાં પેશાવરના સીનિયર સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ મંસૂર અમને જણાવ્યું કે બ્લાસ્ટનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું પરંતુ પ્રારંભિક તપાસમાં ગેસ એક્સપ્લોશનના પુરાવા નથી મળ્યા. ઘાયલોને લેડી રીડિંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હૉસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ આસિમે જણાવ્યું કે 70થી વધુ ઘાયલ લોકો છે જેમાં બાળકોની સંખ્યા વધારે છે. કેટલાક બાળકોની હાલત ગંભીર છે. ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. તમામ ઘાયલોને ઇમરજન્સી વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેની સાથે જ હૉસ્પિટલ તરફથી ઇમરજન્સીની ઘોષણા કરવામાં આવી છે. એટલે કે મેડિકલ સ્ટાફને હૉસ્પિટલ બોલાવી લેવામાં આવ્યો છે.  આ પણ વાંચો, ઓનર કિલિંગ! 32 વર્ષના જમાઈની સાસરિયાએ કરી હત્યા, પત્ની, સાસુ-સસરા સહિત 11 સામે કેસ

  મંસૂરના જણાવ્યા મુજબ પ્રારંભિક તપાસમાં આ એક IED બ્લાસ્ટ હોવાનું લાગી રહ્યું છે જેનો લગભગ પાંચ કિલો એક્સપ્લોસિવનો ઉપયોગ કરીને અંજામ આપવામાં આવ્યો છે. હાલ પોલીસે તમામ વિસ્તાર અને મદ્રેસામાં આવતા લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે મદ્રેસામાં બાળકો કુરાનનો અભ્યાસ કરી રહ્યા હતા. કોઈ અજાણ્યો વ્યક્તિ એક બેગ મૂકીને ગયો હતો. ઘાયલોમાં મદ્રેસાના અનેક ટીચર પણ સામેલ છે.

  આ પણ વાંચો, 15 ટુકડામાં મળી મહિલાની માથું કપાયેલી લાશ, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા

  ખૈબર પખ્તૂનખ્વાના પોલીસ ચીફ ડૉ. સનાઉલ્લાહ અબ્બાસી અને એસએસપી મંસૂર અમને વધુમાં જણાવ્યું કે, ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની સાથે જ મામલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published: