કરાચીઃ પાકિસ્તાન (Pakistan)ના કરાચી (Karachi) શહેરની એક બિલ્ડિંગમાં બુધવાર સવારે થયેલા એક ભીષણ વિસ્ફોટ (Blast)માં ઓછામાં ઓછા 3 લોકોનાં મોત થયા છે અને 15 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.
કરાચીના ગુલશન એ ઇકબાલ (Gulshan e Iqbal) નામની બિલ્ડિંગમાં થયેલા આ બ્લાસ્ટ પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું પરંતુ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે બિલ્ડિંગનો એક હિસ્સો પૂરી રીતે ધ્વસ્ત થઈ ગયો છે. ઈજાગ્રસ્તોને નજીકમાં આવેલી પટેલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Dawnના રિપોર્ટ મુજબ આ બ્લાસ્ટ બિલ્ડિંગના બીજા માળે થયો હતો. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ ભીષણ વિસ્ફોટના કારણે આસપાસની બિલ્ડિંગોના પણ કાચ તૂટી ગયા છે. હજુ સુધી બ્લાસ્ટના કારણો વિશે જાણી નથી શકાયું. સ્થાનિક પોલીસનું કહેવું છે કે એવું લાગી રહ્યું છે કે આ બ્લાસ્ટ સિલિન્ડરમાં થયો છે. જોકે બોમ્બ નિરોધક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સિંધના મુખ્યમંત્રી મુરાદ અલીએ કરાચીના કમિશ્નર પાસથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે તમામ ઘાયલોને યોગ્ય ઈલાજ માટેના નિર્દેશ આપ્યા છે. એક દિવસ પહેલા જ જિન્ના કૉલોનીમાં થયેલા બ્લાસ્ટમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે તે IED બ્લાસ્ટ હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર