ઈસ્લામાબાદ. દક્ષિણ પાકિસ્તાનના (Pakistan) હરનઇ વિસ્તારમાં ગુરૂવારે ભૂકંપનો (Earthquake) જોરદાર આંચકો અનુભવાયો છે. પાકિસ્તાની મીડિયા મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 માપવામાં આવી. ભૂકંપનમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થવાના પણ અહેવાલ છે.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ, ભૂકંપના આંચકા આજે સવારે 3:30 વાગ્યે અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર લગભગ 20 કિલીમીટર (12 માઇલ) જમીનની નીચે હતું. હરનઈ (Harnai) પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં (Balochistan) આવેલું છે. ભૂકંપના તાજા આંચકાઓથી અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. તેની તીવ્રતા ઘણી તેજ હતી અને આસપાસના અનેક જિલ્લાઓમાં નુકસાનની વાત સામે આવી રહી છે.
પ્રાંતીય સરકારના એક વરિષ્ઠ અધિકારી સુહૈલ અનવર હાશમીએ જણાવ્યું કે, છત અને દીવાલો પડવાથી અનેક લોકોનાં મોત થયા છે. મરનારાઓમાં એક મહિલા અને 6 બાળકો પણ સામેલ છે. લોકોની મદદ અને બચાવ કાર્ય માટે ક્વેટાથી ભારે મશીનરી રવાના કરી દેવામાં આવી છે. હાલ ઘાયલ લોકોને હરનઈની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
Earthquake of magnitude 6.0 occurred today around 3:30 am in 14 km NNE of Harnai, Pakistan: National Center for Seismology
પાકિસ્તાની મીડિયાથી આવી રહેલા Visuals મુજબ, હરનઈની (Harnai) હોસ્પિટલોમાં વીજળી નથી. ત્યાં ઘાયલ લોકોના પરિજનો મોબાઇલ ટોર્ચના પ્રકાશથી સારવાર કરાવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ભૂકંપની અસર અનેક જિલ્લાઓમાં છે, એવામાં ઘાયલોનો ચોક્કસ સંખ્યા જણાવવી શક્ય નથી.
ભૂકંપ બાદ સોશિયલ મીડિયા પર અનેક તસવીરો સામે આવી છે. લોકો ભૂકંપના આંચકા બાદ રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા બાદ રાહત અને બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર