ગઢચિરૌલી. મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police)ના C-60 યૂનિટ અને નક્સલીઓની (Naxals) વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ગઢચિરૌલી (Gadchiroli Encounter) સ્થિત એટાપલ્લીના જંગલમાં ઓછામાં ઓછા 6 નક્સલીઓના શબ મળી આવ્યા છે. ગઢચિરૌલીના ડીઆઇજી સંદીપ પાટીલ અનુસાર એટાપલ્લીના વન ક્ષેત્રમાં ચાલી રહેલા ઓપરેશનમાં ઓછામાં ઓછા 13 નક્સલી ઠાર મરાયા છે. પાટિલે કહ્યું છે કે એન્કાઉન્ટ વહેલી પરોઢે શરૂ થયું. તેમણે જણાવ્યું કે, જંગલમાં નક્સલીઓની ઉપસ્થિતિ વિશે જાણકારી મળ્યા બાદ અમે એક દિવસ પહેલા જ અભિયાન શરૂ કરી દીધું હતું. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે, કસાનસૂર દમલના નક્સલી ટીમરૂના પત્તાના કોન્ટ્રાક્ટને લઈને ગામ લોકોની સાથે બેઠક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે પોલીસને તેની માહિતી મળી ગઈ. નક્સલીઓએ ગામ લોકો સાથે મુલાકાત કરી હતી અને વહેલી પરોઢે બહાર નીકળી જવાના હતા, પરંતુ ગઢચિરૌલી અને અહેરીના પ્રણહિતા હેડક્વાર્ટરથી કમાન્ડોએ શિવિર પર હુમલો કરી દીધો. આ હુમલામાં 13 નક્સલીને ઢાળી દેવામાં સફળતા મળી છે.
#UPDATE | At least 13 Naxals were neutralized in a police operation in the forest area of Etapalli, Gadchiroli, says Sandip Patil, DIG Gadchiroli#Maharashtra
ગઢચિરૌલીના પોલીસ અધીક્ષક અંકિત ગોયલે જણાવ્યું કે એન્કાઉન્ટ લગભગ એક કલાક સુધી ચાલ્યું. બાકી બચેલા નક્સલી ગાઢ જંગલમાં ભાગી જવામાં સફળ રહ્યા. તેઓએ જણાવ્યું કે ઘટનાસ્થળથી નક્સલીઓના શબ મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર