રશિયા તટની પાસે બે જહાજોમાં લાગી આગ, 7 ભારતીયો સહિત 11 નાવિકનાં મોત

આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે.

એક જહાજમાંથી બીજા જહાજમાં ઇંધણ ટ્રાન્સફર કરતી વખતે લાગી આગ, ત્રણ ડઝન નાવિકે દરિયામાં કૂદી બચાવ્યો જીવ

 • Share this:
  રશિયાને ક્રીમિયાથી અલગ કરનારી કેર્ચ સ્ટ્રેટમાં બે જહાજોમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે. મીડિયામાં મંગળવારે આવેલા અહેવાલો મુજબ, આ જહાજોના ચાલક દળના સભ્યોમાં ભારત, તુર્કી અને લીબિયાના નાગરિક સામેલ હતા. આ પૈકી 7 ભારતીય નાવિકનાં મોત થવાના અહેવાલ મળી રહ્યા છે.

  આ આગ રશિયા સીમાના જળક્ષેત્રની પાસે સોમવારે લાગી હતી. બંને જહાજો પર તંજાનિયાના ધ્વજ લહેરાઈ રહ્યા હતા. તેમાંથી એક લિક્વિફાઇડ નેચરલ ગેસ જઈને જઈ રહ્યુ હતું, જ્યારે બીજું તેલ ટેન્કર હતું. અ આગ ત્યારે લાગી જ્યારે બંને જહાજો એક-બીજા સાથે ઇંધણ ટ્રાન્સફર કરી રહ્યા હતા.

  રશિયન ન્યૂઝ એજન્સી તાસે મેરિટાઇમ અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે બે માંથી એક જહાજ કેન્ડીમાં ચાલક દળના 17 સભ્યો હતા જેમાં 9 તુર્કી નાગરિક તથા 8 ભારતીય નાગરિક હતા. બીજા જહાજ માઇસ્ટ્રોમાં 7 તુર્કી નાગરિક, 7 ભારતીય નાગરિક અને લીબિયાના એક ઇન્ટર્ન સહિત ચાલક દળના 15 સભ્ય સવાર હતા.

  બીજી તરફ, રશિયન ટેલીવિઝન ચેલન આરટી ન્યૂઝે રશિયન મેરિટાઇમ એજન્સીના હવાલાથી જણાવ્યું કે ઓછામાં ઓછા 11નાં મોત થયા છે. એજન્સીના એક પ્રવક્તાએ જણાવ્યું કે, માનવામાં આવી રહ્યું છે કે એક વિસ્ફોટ થયો (એક જહાજમાં). બાદમાં તે આગ બીજા જહાજમાં પણ ફેલાઈ. રેસ્ક્યૂ બોટ ઘટનાસ્થળે પહોંચી રહી છે.

  આ પણ વાંચો, 100-200 ભારતીયોને ન્યૂઝીલેન્ડ લઈ જઈ રહેલી બોટ મધદરિયે ગુમ, શોધખોળ ચાલુ

  પ્રવક્તાએ જણાવ્યું કે લગભગ ત્રણ ડઝન નાવિક જહાજ પરથી કૂદીને બચવામાં સફળ રહ્યા. અત્યાર સુધી 12 લોકોને સમુદ્રમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 9 નાવિકનો હજુ પણ પત્તો મળ્યો નથી.

  મળતા અહેવાલ મુજબ, હવામાનની મુશ્કેલ પરિસ્થિતિઓના કારણે બચાવ બોટ્સ પીડિતોની સારવાર માટે કાંઠા સુધી જવામાં મુશ્કેલીનો સામનો કરી રહી છે.

  કેર્ચ સ્ટ્રેટ એક મહત્વપૂર્ણ જળ માર્ગ છે, જે રશિયા અને યૂક્રેન બંને માટે વ્યૂહાત્મક રીતે મહત્વ ધરાવે છે.
  Published by:Mrunal Bhojak
  First published: