અલ્જીરિયામાં મિલિટરી વિમાન ક્રેશ, 257 સૈનિકોનાં મોત

  • Share this:
    અલ્જીરિયાની રાજધાની અલ્જિયર્સમાં એક વિમાન ક્રેશ થતાં 257  લોકોનાં મોત થયા છે. અહીં એક મિલિટરી વિમાન ટેક ઓફ થયા બાદ ક્રેશ થઈ ગયું હતું.

    વિમાન કયા કારણે ક્રેશ થયું હતું તે જાણવા મળ્યું નથી. સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે વિમાન દુર્ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી. હાલમાં આ અંગે તપાસ ચાલી રહી છે.

    આ વિમાન બોફરિક મિલિટરી બેઝ પાસે ક્રેશ થઈ ગયું હતું. પ્લેન ક્રેશ બાદ આપતકાલિન સેવા શરૂ કરી દેવામાં આવી છે.

    સિવિલ પ્રોટેક્શન એજન્સીના પ્રવક્તા મોહમ્મદ અચૌરે ન્યૂઝ એજન્સી એપીને જણાવ્યું હતું કે, 'વિમાન અકસ્માતમાં 257ના મોત થયા છે. હાલના તબક્કે અમે કોઈ ચોક્કસ આંકડો જણાવી શકીએ તેમ નથી.'

    તેણે જણાવ્યું હતું કે વિમાન સૈનિકોને લઈને જઈ રહ્યું હતું. જોકે, નાણા મંત્રાલયે મૃત્યાંક અંગે કોઈ ચોક્કસ આંકડો આપ્યો ન હતો પરંતુ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે વિમાને બોફરિક એર મિલિટરી પરથી ટેક ઓફ કર્યું હતું.

    પ્રાથમિક રિપોર્ટ્સ પ્રમાણે વિમાન ઇલ્યુશિન ઇલ-76માં સૈનિકો સવાર હતા. સ્થાનિક ન્યૂઝ વેબસાઇટ Algerie24ના રિપોર્ટ પ્રમાણે વિમાન બેછર શહેર તરફ જઈ રહ્યું હતું.


    પ્રાપ્ત વિગત પ્રમાણે 14થી વધારે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

    ઇલ્યુશિન ઇલ-76નું ઉત્પાદન 1970થી કરવામાં આવી રહ્યું છે, અત્યાર સુધી સુરક્ષાને લઈને તેનો રેકોર્ડ બહું સારો રહ્યો છે. આનો ઉપયોગ કોમર્શિયલ તેમજ મિલિટરી ટ્રાન્સપોર્ટ બંને રીતે કરવામાં આવે છે. અલ્જીરિયા મિલિટરી પાસે આ પ્રકારના અનેક વિમાન છે.
    Published by:Vinod Zankhaliya
    First published: