હોંસલા હૈ બુલંદ: 75 વર્ષના દાદાની ભણતરની ભૂખ ઉઘડી, 8 માસ્ટર ડિગ્રી મેળવી, PhD કરવા તૈયાર

એમ ગણેશ નાદર (તસવીર સાભાર: newindianexpress)

એમ ગણેશ નાદર (M Ganesh Nadar) તામિલનાડુ (Tamil Nadu)ના તિરુચેનદુર નજીક આવેલા અરુમુગનેરી પંથકના છે. તેઓનો ઉછેર ખૂબ ગરીબ પરિવારમાં થયો હતો. તેમણે શિક્ષણ મેળવવા ખૂબ મહેનત કરી હતી. તેમણે 1965માં SSLC પાસ કર્યું હતું.

  • Share this:
નવી દિલ્હી: શીખવાની કોઈ ઉંમર હોતી નથી. કોઈ પણ ઉંમરે જ્ઞાન મેળવી શકાય છે. આ વાત ઘણી વખત સાબિત થઈ ચૂકી છે. 75 વર્ષના એમ ગણેશ નાદર (75-year-old M Ganesh Nadar) નામના પ્રૌઢે પણ આ વાતની સાક્ષી પૂરી છે. તેમણે નિવૃત્તિ બાદ પણ 8 માસ્ટર ડિગ્રી મેળવીને ઇતિહાસ રચી દીધો છે. એમ ગણેશ નાદર તામિલનાડુ (Tamil Nadu)ના તિરુચેનદુર નજીક આવેલા અરુમુગનેરી પંથકના છે. તેઓનો ઉછેર ખૂબ ગરીબ પરિવારમાં થયો હતો. તેમણે શિક્ષણ મેળવવા ખૂબ મહેનત કરી હતી. તેમણે 1965માં SSLC પાસ કર્યું હતું. ત્યારબાદ તેમણે 1974માં સાઉથર્ન પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (SSLC)માં એટેન્ડરની નોકરી કરી હતી અને 2004માં ઓપરેટર તરીકે કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયા હતા. મોટાભાગના લોકો નિવૃત્તિ બાદ આરામનું જીવન પસાર કરવાનું પસંદ કરે છે. પણ ગણેશને તે મંજૂર ન્હોતું. તેમને કંઈક શીખવાની ઈચ્છા હતી. જેથી 75 વર્ષની ઉંમરે તેમણે અભ્યાસ ફરી શરૂ કર્યો હતો.

પહેલા તેમણે ઉચ્ચ અભ્યાસ પૂરો કર્યો અને બાદમાં સ્નાતકનો અભ્યાસ શરુ કર્યો હતો. હવે તેમની સમાજશાસ્ત્રમાં PhDની ડિગ્રી (PhD degree in sociology) મેળવવાની ઇચ્છા છે. તેઓ અત્યારસુધીમાં 8 માસ્ટર ડિગ્રી લઈ ચૂક્યા છે. તેમણે સૌપ્રથમ ઈંગ્લીશ વિષયમાં હથોટી મેળવી હતી. ત્યારબાદ તેઓએ 2008માં સમાજશાસ્ત્ર વિષય સાથે BA કર્યું હતું. બાદમાં 2011થી 2021 સુધીના 10 વર્ષ જેટલા સમયગાળામાં તેમણે સમાજશાસ્ત્ર, ઇતિહાસ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, પોલિટિકલ સાયન્સ, હ્યુમન રાઇટ્સ, સોશિયલ વર્ક, અર્થશાસ્ત્ર અને તમિલ સહિતના વિષયોમાં MA પૂર્ણ કર્યું હતું.

આ પણ વાંચો: નોકરીની ચિંતા છોડો! રેલવેના આ પ્રોજેક્ટ સાથે જોડાઓ અને મહિને કરો 80,000 રૂપિયાની કમાણી 

ન્યૂઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ગણેશના માતાપિતા ખેડૂત હતા. તેઓ તેને ઉચ્ચ અભ્યાસ માટે મોકલી શક્યા નહીં. તેથી તેઓ હવે અભ્યાસ કરી રહ્યા છે. જેમાં તેમને આનંદ આવે છે. 2005માં થુથુકુડી થર્મલ પાવર પ્લાન્ટ (TTPP)ના અધિકારીઓએ તેમની સાથે ખરાબ વર્તન કર્યા બાદ તેમને વધુ અભ્યાસ કરવાની ઇચ્છા થઈ હતી. તાજેતરમાં તેમણે તમિલનાડુ ઓપન યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રમાં PhD. માટે અરજી કરી ત્યારે વાઇસ ચાન્સેલરે તેમના પ્રયાસોની પ્રશંસા કરતો પત્ર મોકલ્યો હતો.

આ પણ વાંચો: SBI ડેબિટ કાર્ડ ધારકો ધ્યાન આપે: કોઈ પણ ચાર્જ વગર તમારી ખરીદીને EMIમાં કરો કન્વર્ટ

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ માટે તેમની મહત્વાકાંક્ષાની ઠેર ઠેર પ્રસંશા થઈ રહી છે. આ દરમિયાન તેમણે તેમની ઉંમર અને આકાંક્ષાઓને ધ્યાને રાખીને Phdની પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે તેવી અપીલ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published: