નવી પેઢીના વૈજ્ઞાનિકો માટે કમાલની શોધ! હવે ખગોળશાસ્ત્રીઓને મૃત તારા પાસે જીવન શોધવું થશે શક્ય

નવી પેઢીના વૈજ્ઞાનિકો માટે કમાલની શોધ! હવે ખગોળશાસ્ત્રીઓને મૃત તારા પાસે જીવન શોધવું થશે શક્ય
પ્રતિકાત્મક તસવીર

વૈજ્ઞાનિકોની આગામી પેઢીએ શક્તિશાળી ટેલિસ્કોપ બનાવવાની તૈયારી કરી લીધી છે, જે પૃથ્વી અને અંતરીક્ષમાં સ્થિત થઈ સૂદુર સૌરમંડળ, પૃથ્વી જેવા બાહ્યગ્રહ, એટલું જ નહી વ્હાઈટ ડ્વાર્ફમાં પણ જીવનના સંકેતોને પકડી શકશે.

 • Share this:
  નવી દિલ્હી : સૂદુર અંતરીક્ષ (Space)માં જીવનના સંકેતો જાણવા વૈજ્ઞાનિકો માટે એક મુશ્કેલ પડકાર છે. તેમની પાસે અંતરીક્ષમાંથી આવતી તારની રોશની સિવાય કોઈ એવો સંકેત નથી હોતો, જેના દ્વારા તે કરોડો પ્રકાશવર્ષ દૂર અંતરીક્ષના તે ભાગ વિશે જાણી શકે. પરંતુ હવે વૈજ્ઞાનિકોને એવું ટેલિસ્કોપ મળવાનું છે જેનાથી તે આટલી દૂર છૂપાયેલા જીવનના સંભવીત સંકેતોને ઓળકી શકશે.

  તૈયાર થઈ રહ્યા મોટા ટેલિસ્કોપ  વૈજ્ઞાનિકોની આગામી પેઢીએ શક્તિશાળી ટેલિસ્કોપ બનાવવાની તૈયારી કરી લીધી છે, જે પૃથ્વી અને અંતરીક્ષમાં સ્થિત થઈ સૂદુર સૌરમંડળ, પૃથ્વી જેવા બાહ્યગ્રહ, એટલું જ નહી વ્હાઈટ ડ્વાર્ફમાં પણ જીવનના સંકેતોને પકડી શકશે. આ જગ્યાઓની રાસાયણીક વિશેષતાઓ જણાવી શકશે કે, ત્યાં જીવન છે કે નહીં.

  એક ખાસ ગાઈડ કરવામાં આવી તૈયાર

  કર્નલ યૂનિવર્સિટીના ખગોળશાસ્ત્રીએ તેના માટે ભવિષ્યમાં વૈજ્ઞાનિકો માટે એક ગાઈડલાઈન તૈયાર કરી છે, જેને સ્પેક્ટરલ ફીલ્ડ ગાઈડ કહેવામાં આવે છે. એસ્ટ્રોફિઝિક્સ જર્નલ લેટર્સમાં હાઈ રિજોલ્યૂશન સ્પેક્ટ્રા એન્ડ બાયોસિગ્નેચર્સ ઓફ અર્થ લાઈક પ્લેનેટ્સ ટ્રાંન્જિન્ટિંગ વ્હાઈટ ડ્વાફર્સ્ નામનો લખ પ્રકાશિત થયો છે.

  ઘણી નવી જાણકારી મેળવી શકાશે

  આ લેખના પ્રમુખ લેખિકા થિયા કોઝાકિસનું કહેવું છે કે, અમે બતાવવાની કોશિસ કરી છે કે, સ્પેક્ટ્રલ ફિંગરપ્રિન્ટ શું કરી શકે છે અને આવનારા અંતરીક્ષ અને ધરતીની સ્થિતિ ટેલિસ્કોપ શું જોઈ શકે છે. કેટલાક વર્ષમાં ખગોળશાસ્ત્રીઓ આ પ્રકારના ટેલિસ્કોપનો ઉપયોગ કરી શકશે.

  આ પ્રકારની ઘટનાની મળી શકે છે જાણકારી

  કોઝાકિસે કહ્યું કે, અમે આસા કરીએ છીએ કે, આપણે એવી પ્રકારની ઘટનાઓને પકડી શકીશું. આ પ્રકારના ગ્રહો પર કેવું વાયુમંડળ હોય છે, ત્યારબાદ આ શોધના સ્પેક્ટ્રલ ફિંગરપ્રિન્ટથી તુલના કરી જાણકારી મેળવી શકાશે કે, તે ગ્રહ પર જીવનની શું સંભાવના છે. આ પ્રકારની ગાઈડથી વૈજ્ઞાનિકોને પોતાની શોધમાં ઘણી મદદ મળી શકે છે.

  આ ગાઈડથી ખબર પડશે કે, સંકેત જીવનની સંભાવના માટે છે કે નહી

  શોધ અનુસાર, ખગોળશાસ્ત્રીને સ્પેક્ટ્રલ બાયોસિગ્નેચર જોવું જોઈએ અથવા કે જીવનની સંભાવનાઓના સંકેત જેવા ઓયોજ અથવા નાઈટ્સ ઓક્સાઈડની સાથે મીથેનની ઉપસ્થિતિ વગેરે. ત્યારબાદ વૈજ્ઞાનિકો માટે શોધનું આગામી પગલું એજ હશે કે, તે ગ્રહ પર જીવન તારાના મર્યા બાદ પણ બનેલું રહે છે કે નહી અથવા જીવ ફરી શરૂ થયો.

  અત્યાર સુધી થયેલા અવલોકનમાં સૂદુર બાહ્યગ્રહો પર જીવનના ખુબ ધૂંધલા સંકેતો મળ્યા છે. અને જે મળ્યા છે તે પ્રમાણિત કરવું પણ ખુબ મુશ્કેલ છે. એવામાં આ ગાઈડ ખગોળશાસ્ત્રીનું કામ સરળ કરી શકે છે.
  Published by:News18 Gujarati
  First published:May 01, 2020, 17:25 pm

  ટૉપ ન્યૂઝ