આજકાલ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે ખગોળવિદો હવે અંતરિક્ષ માટે નેવિગેશન સિસ્ટમ વિકસિત કરી રહ્યા છે. અંતરિક્ષમાં અવકાશ યાન તારા અને સૂર્ય અનુસાર પોતાની સ્થિતિ અંગે તાગ મેળવે છે. પરંતુ આપણા સૌરમંડળની બહાર આ તકનીક કામ નથી આવતી. જેના કારણે અંતરિક્ષ યાનને તેના નેવિગેશનમાં સમસ્યા પેદા થઇ શકે છે. જેને લઈને હવે ખગોળવિદો આ યોજના પર કામ કરી રહ્યા છે.
સૌરમંડળની બહાર
વૈજ્ઞાનિકોએ આંતરતારકીય યાત્રાઓ અંગે ઘણું અધ્યયન કર્યું છે. જેમાં સ્પેસનેવિગેશનનો ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં માત્ર બે જ અંતરિક્ષ યાન વોઇઝર 1 અને 2 સૌરમંડળની બહાર જઈ શક્યા છે. ત્યારે હવે ભવિષ્યમાં આ સિલસિલો યથાવત રહી શકે છે.
ખૂબ અલગ છે આગળનું બ્રહ્માંડ
અંતરિક્ષ યાં આપણા સૌરમંડળના ગુરુ અને શનિ પાસે જઈને તેનું અધ્યયન કરી ચુક્યા છે. હવે તેના માટે ફરીથી અંતરિક્ષ યાન મોકલાય તો નવાઈ નહીં. પરંતુ તેમાં સમસ્યા એ છે કે સૌરમંડળની બહાર તારાઓની દુનિયા પૃથ્વી દેખાતી દુનિયાની તુલનામાં ખુબ અલગ હોય છે.
આપણને પૃથ્વીથી તારાઓની જેવી ગતિ દેખાય છે તેવી જ ગતિ સૌરમંડળની બહાર નથી હોતી. સાથે જ પૃથ્વીથી આ અંતર એટલું દૂર હશે કે આ યાનને નિયંત્રિત કરવા સંભવ નહીં હોય. એટલા માટે પૃથ્વી જેવું નેવિગેશન સિસ્ટમ ત્યાં માટે નહીં બનાવી શકાય.
નવી સિસ્ટમની જરૂરત
મહત્વનું છે કે વાઇઝર 1 અને 2 પૃથ્વીથી જ નિયંત્રિત કરાયા હતા. પરંતુ તે કામ ખુબ મુશ્કેલીભર્યું નીવડી શકે છે. આવું કરવાથી યાન અંતરિક્ષમાં ખોવાઈ જવાની સંભાવનાઓ વધી જાય છે. જેના કારણે એક મજબૂત નેવિગેશન સિસ્ટમની જરૂર રહે છે.
જર્મનીના મેક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટના ખગોળવિદ કોરિન એએલ બેલર-જોન્સે આ સમસ્યાના સમાધાન માટે એક નેવિગેશન સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમ પૃથ્વીને બદલે અંતરિક્ષમાં જ યાનના નેવિગેશનનું કામ કરશે. જોકે, તણા પર હવે પિઅર રીવ્યુ થશે.
બે નકશાની તુલના
બેલર-જોન્સનો પ્રસ્તાવ છે કે તારાની જોડીઓ વચ્ચે કોણીય અંતર માપીને આપણી પાસે ઉપલબ્ધ તારાના ચાર્ટની સાથે તુલના કરીને અંતરિક્ષ યાન સ્પેસમાં પોતાના કોઓર્ડિનેટસ કાઢી લેશે. જેથી યાનમાં હાજર એસ્ટ્રોનોટ્સ પણ જાણી શકશે કે તેઓ ક્યાં છે. જેમાં પૃથ્વી પાસેથી સહાયતાની કોઈ જરૂર નહીં રહે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એક યાન મંગળની સપાટી પર ઉતર્યું છે. માનવ હવે મંગળ પર જવા તૈયાર છે. એટલું જ નહીં નાસા વધુ માનવ અભિયાન પર અધ્યયન કરી રહ્યું છે. સાથે જ સૌરમંડળથી બહારના વિસ્તાર માટે સ્પેસ પ્રોબ જલ્દી જ સ્પેસ એજન્સીના એજન્ડામાં સામેલ થઇ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર