નવી દિલ્હી : અંતરિક્ષ કે આકાશ વિશે જાણવાની લોકોની ખૂબ જિજ્ઞાસા રહેલી હોય છે. લોકો આના વિશે વધારેમાં વધારે જાણવા માંગે છે. અંતરિક્ષની ઊંચાઈ પરથી પૃથ્વી (Planet/Earth) કેવી લાગે છે તેની તસવીરો પણ લોકોને ખૂબ પસંદ પડતી હોય છે. આકાશમાંથી આપણે એ બધું જોઈ શકીએ છીએ જે આપણે નીચે રહીને નથી જોઇ શકતા. તાજેતરમાં સામે આવેલી આવી જ એક તસવીરો લોકોની જિજ્ઞાસામાં વધારે વધારો કર્યો છે. હકીકતમાં અવકાશયાત્રી (Astronaut) બૉબ બેનકેને (Bob Behnken) પોતાના ટ્વીટર હેન્ડલ પર આ તસવીર 29 જૂનના રોજ શેર કરી છે.
આ તસવીરમાં રાત અને દિવસ વચ્ચેની બોર્ડર લાઇન અથવા તફાવત સ્પષ્ટ જોઈ શકાય છે. આ તસવીરમાં રાત અને દીવસની સરહદ છે તેને સ્પષ્ટ જોઈ શકાય છે. એટલે કે રાત કેવી રીતે દિવસમાં બદલાઈ રહી છે તેને સ્પષ્ટ જોઈ શકાય છે. તમે આ તસવીરમાં આ પરિવર્તનની સુંદરતાને નિહાળી શકો છો.
નાસાની વેબસાઇટ પ્રમાણે રૉબર્ટ બેનકેન સ્પેસ એક્સ મિશન માટે 30 મેના રોજ લૉંચ થયેલા સંયુક્ત કમાન્ડર ઑપરેશન અંતર્ગત અંતરિક્ષમાં છે. આ તસવીર જાહેર કરતાની સાથે સાથે બૉબે કેપ્શન લખ્યું છે કે, "પ્લાનેટનો મને સૌથી ગમતો નજારો. જેમાં દિવસ અને રાતની વચ્ચેની સીમા છે, આ તેની ખૂબસૂરત ઝલક છે." આ ટ્વીટને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ટ્વીટને 60 હજારથી વધારે લાઇક્સ મળી ચુક્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:July 02, 2020, 12:11 pm