મોટો આંચકો! એક વ્યક્તિ બીમાર પડતાં ઓક્સફોર્ડ વેક્સીન ટ્રાયલ રોકવામાં આવ્યું

મોટો આંચકો! એક વ્યક્તિ બીમાર પડતાં ઓક્સફોર્ડ વેક્સીન ટ્રાયલ રોકવામાં આવ્યું
કોરોના વાયરસની વિરુદ્ધ ચાલી રહેલી લડાઈને એક મોટો આંચકો લાગ્યો છે

કોરોના વાયરસની વિરુદ્ધ ચાલી રહેલી લડાઈને એક મોટો આંચકો લાગ્યો છે

 • Share this:
  લંડનઃ કોરોના વાયરસ (Coronavirus)ની વિરુદ્ધ ચાલી રહેલી લડાઈને એક મોટો આંચકો લાગ્યો છે. એસ્ટ્રાજેનેકા (AstraZeneca) અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીન (Oxford covid-19 Vaccine)ના ટ્રાયલને માનવ પરીક્ષણમાં એક વ્યક્તિના બીમાર પડ્યા બાદ રોકી દેવામાં આવ્યું છે. એસ્ટ્રાજેનેકાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ એક રૂટીન બ્રેક છે કારણ કે પરીક્ષણમાં સામેલ વ્યક્તિની બીમારી વિશે હજુ સુધી કંઈ સમજમાં નથી આવી રહ્યું.

  આ વેક્સીનનું નામ AZD1222 રાખવાનમાં આવ્યું હતું. WHO મુજબ દુનિયાના અન્ય વેક્સીન ટ્રાયલની તુલનામાં આ સૌથી આગળ ચાલી રહ્યું હતું. નોંધનીય છે કે, ભારત સહિત અનેક દેશોની નજર ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન પર ટકેલી છે. હાલ દુનિયાભરમાં લગભગ એકડ ડઝન સ્થળે કોરોના વેક્સીનના ટ્રાયલ ચાલી રહ્યું છે પરંતુ એક્સપર્ટ્સનું માનીએ તો ઓક્સફર્ડ યુનિવર્સિટીનું ટ્રાયલ સૌથી આગળ છે. અહીં ત્રીજા ચરણના ટ્રાયલ થઈ રહ્યું છે અને ખૂબ આશા છે કે બજારમાં સૌથી પહેલા આવનારી વેક્સીનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી જ હશે.
  આ પણ વાંચો, રેલવે મુસાફરો માટે ખાસ સમાચારઃ હવે સ્ટેશન પર માસ્ક નહીં પહેર્યો હોય તો આપવો પડશે ભારે દંડ

  AFPના અહેવાલ મુજબ, સમગ્ર દુનિયામાં ચાલી રહેલા ટ્રાયલને હાલ રોકી દેવામાં આવ્યા છે અને હવે એક સ્વતંત્ર તપાસ બાદ જ તેને ફરીથી શરુ કરી શકાશે. વેક્સીનના ત્રીજા ચરણના ટ્રાયલમાં હજારો લોકો સામેલ થાય છે અને તેમાં અનેકવાર અનેક વર્ષ લાગે છે. કોરોના વેક્સીનના ત્રીજા ચરણના ટ્રાયલમાં લગભગ 30 હજાર લોકો સામેલ છે.

  આ પણ વાંચો, PUBG માટે પૌત્રએ દાદાના પેન્શન ખાતામાંથી ઉડાવી દીધા 2.34 લાખ રૂપિયા

  ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રવક્તાએ કહ્યું કે, મોટા ટ્રાયલમાં બીમાર પડવાની પૂરી આશંકા છે પરંતુ તેને ધ્યાનપૂર્વક ચેક કરવા માટે તેની સ્વતંત્ર તપાસ ખૂબ જરૂરી છે. નોંધનીય છે કે આ બીજી વાર થયું છે જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કોરોના વાયરસના વેક્સીન ટ્રાયલને રોકવામાં આવ્યું છે.
  Published by:Mrunal Bhojak
  First published:September 09, 2020, 07:24 am

  टॉप स्टोरीज