5 KM/સેકન્ડની ઝડપે ધરતી તરફ આવી રહ્યો છે ઉલ્કા પિંડ, NASAનું અલર્ટ

News18 Gujarati
Updated: June 2, 2020, 11:48 AM IST
5 KM/સેકન્ડની ઝડપે ધરતી તરફ આવી રહ્યો છે ઉલ્કા પિંડ, NASAનું અલર્ટ
જો આટલો મોટો ઉલ્કા પિંડ ધરતી સાથે ટકરાય તો ભૂકંપ, સુનામી જેવી કુદરતી આપત્તિનું સંકટ ઊભું થઈ શકે છે (પ્રતીકાત્મક તસવીર)

જો આટલો મોટો ઉલ્કા પિંડ ધરતી સાથે ટકરાય તો ભૂકંપ, સુનામી જેવી કુદરતી આપત્તિનું સંકટ ઊભું થઈ શકે છે

  • Share this:
વોશિંગટનઃ નાસા (NASA)એ એક અલર્ગ જાહેર કરીને જણાવ્યું કે લગભગ અડધો કિલોમીટર મોટો એક ઉલ્કા પિંડ (Asteroid) ધરતી (Earth) તરફ ઝડપથી આવી રહ્યો છે. આ ઉલ્કા પિંડની ઝડપ લગભગ 5.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે કે 11,200 માઇલ પ્રતિ કલાકની ઝડપ હોવાનું કહેવાય છે. નાસાના જણાવ્યા મુજબ, આ ઉલ્કા પિંડ અમેરિકાની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી પણ મોટો છે અને 6 જૂને ધરતીની કક્ષામાં પ્રવેશવાની શક્યતા છે.

ડેઇલી સ્ટારના રિપોર્ટ મુજબ, નાસાએ આ ઉલ્કા પિંડનું નામ રૉક-163348 (2002 NN4) રાખ્યું છે અને આશા છે કે તે ધરતીની ખૂબ નજીકથી પસાર થશે. આ ઉલ્કા પિંડની લંબાઈ 250થી 570 મીટરની વચ્ચે હોવાનું કહેવાય છે. જ્યારે તે 135 મીટર પહોળો છે. નાસાના જણાવ્યા મુજબ આ ઉલ્કા પિંડ સૂર્યની નજીકથી પસાર થઈને ધરતીની કક્ષામાં દાખલ થઈ રહ્યો છે. સેન્ટર ફોર નિયર-અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝ મુજબ ગત 21 મેના રોજ પણ 1.5 કિલોમીટર મોટો ઉલ્કા પિંડ ધરતીની નજીકથી પસાર થયો હતો. આવા 2000થી વધુ ઉલ્કા પિંડ છે, જેને નાસાએ ટ્રેક કરી રાખ્યા છે. જોકે આ ઉલ્કા પિંડથી કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું અનુમાન નથી.

આ ઉલ્કા પિંડ પર વૈજ્ઞાનિકો રાખી રહ્યા છે વિશેષ નજર

નાસા મુજબ, આ ઉલ્કા પિંડના ધરતી સાથે ટકરાવવાની શક્યતા 1% પણ નથી તેમ છતાંય તેની પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. નાસાના જણાવ્યા મુજબ ક્યારેક ગુરુત્વાકર્ષણના કારણે આ પ્રકારના ઉલ્કા પિંડ ધરતીના વાતાવરણમાં છેલ્લી ઘડીએ પણ પ્રવેશ કરી જાય છે. તે ધરતીની પાસે રવિવાર સવારે 8.20 વાગ્યે પસાર થશે. ધરતીની આટલી પાસેથી આટલો મોટો ઉલ્કા પિંડ હવે વર્ષ 2024માં પસાર થશે.

આ પણ વાંચો, ભારતમાં મળી ખૂબ દુર્લભ ઝેરી માછલી, કાચંડાની જેમ બદલે છે રંગ

નેશનલ નિયર-અર્થ ઓબ્જેક્ટ સ્ટ્રેટેજી વિભાગ મુજબ, એક કિલોમીટરથી મોટો કોઈ પણ ઉલ્કા પિંડના ધરતીની કક્ષામાં દાખલ થવાની સ્થિતિમાં ચેતવણી જાહેર કરવામાં આવે છે. જો આટલો મોટો ઉલ્કા પિંડ ધરતી સાથે ટકરાય તો વિનાશ વેરાઈ શકે છે. તેના ટકરાવવાથી ભૂકંપ, સુનામી અને અનેક પ્રકારની કુદરતી આપત્તિઓ આવી શકે છે. ડાયનાસોર ધરતી પરથી લુપ્ત થવા પાછળ એક કિલોમીટર મોટા ઉલ્કા પિંડ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. 

આ પણ વાંચો, હવે કોરોનાના ગંભીર દર્દીઓને આપવામાં આવશે અમેરિકાથી મંગાવેલી આ દવા, સરકારે આપી મંજૂરી

 
First published: June 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading