Home /News /national-international /Asteroid Alert 2021: આવવાનું છે સંકટ! ધરતી તરફ આવી રહ્યા છે 8 વિશાળ એસ્ટ્રોઇડ

Asteroid Alert 2021: આવવાનું છે સંકટ! ધરતી તરફ આવી રહ્યા છે 8 વિશાળ એસ્ટ્રોઇડ

એસ્ટ્રોઇડ (પ્રતિકાત્મક તસવીર)

Asteroid Alert 2021- આગામી કેટલાક દિવસોમાં ઇજિપ્તના પિરામિડ અને પેરિસના એફિલ ટાવરથી પણ મોટા-મોટા 8 એસ્ટ્રોઇડ (Asteroid)ધરતી તરફ આવવાના છે

Asteroid Alert 2021: આવનાર કેટલાક દિવસોમાં ધરતી પર કોઇ સંકટ આવવાનું છે. આગામી કેટલાક દિવસોમાં ઇજિપ્તના પિરામિડ અને પેરિસના એફિલ ટાવરથી પણ મોટા-મોટા 8 એસ્ટ્રોઇડ (Asteroid)ધરતી તરફ આવવાના છે. અમેરિકી એજન્સી નાસાના (NASA) એટ્રોરોયડ ટ્રેકરમાં આ વાત સામે આવી છે. આ એસ્ટ્રોઇડ 15 ઓક્ટોબરથી 29 નવેમ્બર વચ્ચે ધરતી તરફ વધશે. નાસાએ આ એસ્ટ્રોઇડને સંભવિત રુપથી ખતરનાક વસ્તુ (Potentially Hazardous Objects) ગણાવ્યા છે. આવું એટલા માટે કારણ કે આ એસ્ટ્રોઇડનો આકાર 140 મીટરથી મોટો છે.

નાસાના રિપોર્ટ પ્રમાણે આ બધા એસ્ટ્રોઇડ અપોલો ક્લાસ છે જેનો મતલબ એ છે કે આ સૂર્યની કક્ષામાં ભ્રમણ કરી રહ્યા છે અને આ ધરતીના કક્ષને પાર કરી શકે છે.

સૌથી મોટો 380 મીટરનો એસ્ટ્રોઇડ

આ એસ્ટ્રોઇડમાં જે સૌથી મોટો છે તેનો આકાર 380 મીટર છે. આ ઇજિપ્તની પિરામિડથી પણ મોટો છે. એટલે તેનો આકાર લગભગ 38 માળની ઇમારત જેટલો છે.

15 ઓક્ટોબરે આવશે પ્રથમ એસ્ટ્રોઇડ

15 ઓક્ટોબરે પ્રથમ એસ્ટ્રોઇડ ધરતીને પાર કરશે. જેનું નામ 2021 એસએમ3 રાખવામાં આવ્યું છે. તેનો આકાર 72થી 160 મીટરની વચ્ચે છે. આ આકારમાં ઇજિપ્તના પિરામિડથી પણ મોટો છે.

આ પણ વાંચો- 13 ઓક્ટોબરે પ્રધાનમંત્રી લોન્ચ કરશે પીએમ ગતિ શક્તિ યોજના, જાણો તેના ફાયદા

20 ઓક્ટોબરે બીજો એસ્ટ્રોઇડ

પ્રથમ એસ્ટ્રોઇડ પસાર થયાના ફક્ત પાંચ દિવસ પછી બીજો એસ્ટ્રોઇડ આવશે. આ એસ્ટ્રોઇડનું નામ 1996 વીબી3 આપવામાં આવ્યું છે. તેનો આકાર પણ 100થી 230 મીટર વચ્ચે છે. આ એસ્ટ્રોઇડ ધરતીની સાવ નજીકથી પસાર થશે. ધરતીથી તેની દૂરી લગભગ 32 લાખ કિમી રહેવાની સંભાવના છે.

25 ઓક્ટોબરે પસાર થશે બીજો એસ્ટ્રોઇડ

25 ઓક્ટોબરે બીજો એક એસ્ટ્રોઇડ પસાર થશે. આ એસ્ટ્રોઇડનો આકાર 90 મીટરથી 200 મીટર વચ્ચે રહેવાની સંભાવના છે. તેનું નામ 2017 એસજે20 છે. આ 25 ઓક્ટોબરે ધરતીની નજીક 71 લાખ કિમીની દૂરીથી પસાર થશે.

આ પણ વાંચો - Coal Crisis: શું દેશભરમાં થઇ જશે વિજળી ગુલ? ઉર્જા સચિવે આપ્યો આવો જવાબ

આ સિવાય આગામી નવેમ્બરમાં 13, 20, 21 અને 29 જૂને પણ એસ્ટ્રોઇડ ધરતીની નજીકથી પસાર થશે. 13 નવેમ્બરે ધરતીથી લગભગ 42 લાખ કિમીની દૂરથી એક એસ્ટ્રોઇડ પસાર થશે. આ એસ્ટ્રોઇડનું નામ 2004 યૂઈ આપવામાં આવ્યું છે. આકારમાં આ ઘણો મોટો છે. તેનો આકાર 170થી 380 મીટર વચ્ચે હોવોની સંભાવના છે.
First published:

Tags: Asteroid, Asteroid Alert 2021, Nasa

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો