પહેલા ગળું દબાવી ભાભીની કરી હત્યા, પછી કરંટ આપીને ચેક કર્યું કે જીવિત તો નથીને

ઘરની અંદર આસિસટન્ટ પ્રોફેસરની પત્નીની હત્યા (assistant professor wife murder)કરી દેવામાં આવી

Murder News- પોલીસે જણાવ્યું કે આ હત્યામાં સામેલ ત્રણેય આરોપીઓ પાસે પોતા-પોતાનું કારણ હતું. આ કારણે ત્રણેયએ સાથે મળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો

 • Share this:
  નવી દિલ્હી : નવી દિલ્હીના (delhi)બુરાડી વિસ્તારમાં ઘરની અંદર આસિસટન્ટ પ્રોફેસરની પત્નીની હત્યા (assistant professor wife murder)કરી દેવામાં આવી છે. પોલીસે આ મામલે આરોપી રાકેશની ધરપકડ કરી છે. પોલીસના મતે આરોપીએ મહિલાનું ગળું દબાવીને હત્યા (murder)કરી હતી પછી તેણે કરંટ આપીને જોયું કે મહિલાનું મોત થયું છે કે નહીં. જ્યારે મહિલાએ કોઇ હરકત ના કરી તો રાકેશ ઘરમાંથી બહાર નીકળી ગયો હતો. આરોપી રાકેશ આસિસટન્ટ પ્રોફેસર વીરેન્દ્ર કુમારના ઘરે છેલ્લા ત્રણ વર્ષથી રહેતો હતો અને તેમને મોટો ભાઈ માનતો હતો.

  ડીસીપી ઉત્તરી દિલ્હી સાગર પ્રીત કલ્સીના મતે 8 નવેમ્બરની સાંજે બુરાડી પોલીસ સ્ટેશનમાં તૈનાત હવલદાર ભીમ પેટ્રોલિંગ ડ્યૂટી પર હતો. ભીમ રોડ પર પહોંચ્યો તો તેણે જોયું કે રસ્તાના કિનારે એક વ્યક્તિ પરેશાન અને ઉદાસ હાલતમાં બેઠો હતો. કોન્સ્ટેબલ ભીમ તેની પાસે પહોંચ્યો તો તેણે પોતાનું નામ રાકેશ જણાવ્યું. જ્યારે ભીમે પુછ્યું કે આટલો પરેશાન કેમ છે તો રાકેશે જણાવ્યું કે તેણે પોતાની ભાભી પિંકીની હત્યા કરી દીધી છે.

  આ પણ વાંચો - યાત્રીઓથી ભરેલી બસ અકસ્માતમાં સળગી ઉઠી, ઘણા જીવતા ભૂંજાયા, જુઓ કાળજું કંપાવે તેવી 5 તસવીરો

  પૂછપરછમાં આરોપી રાકેશે જણાવ્યું કે 3 વર્ષ પહેલા તે ટેક્સી ચલાવતો હતો અને આ દરમિયાન તેની મુલાકાત વીરેન્દ્ર સાથે થઇ હતી. જે એક કોલેજમાં આસિસટન્ટ પ્રોફેસર છે. રાકેશ જણાવ્યું કે વીરેન્દ્ર તેને પોતાનો નાનો ભાઈ ગણતો હતો અને એક વેગનઆર કાર પણ આપી હતી. જે તે ચલાવતો હતો. વીરેન્દ્રએ પોતાના ઘરના છત પર એક રૂમમાં રાકેશને રહેવા માટે જગ્યા પણ આપી હતી.

  બદલો લેવાના ઇરાદાથી કરી નાખી પિંકીની હત્યા


  બદલો લેવાના ઇરાદાથી કરી નાખી પિંકીની હત્યા

  દિલ્હી પોલીસે પિંકીની હત્યાના મામલે ડ્રાઇવર રાકેશ સિવાય આસિસટન્ટ પ્રોફેસર અને પ્રોફેસરના ભત્રીજા ગોવિંદની પણ ધરપકડ કરી છે. પોલીસના મતે હત્યા ડ્રાઇવર રાકેશ એકલાએ જ કરી હતી. હત્યાના દિવસે પ્રોફેસર વીરેન્દ્ર કોઇ બહાનું બતાવી ઘરની બહાર ચાલ્યો ગયો હતો. જેથી તે હત્યાના શંકાના દાયરામાં આવે નહીં.

  આ પણ વાંચો - રિક્ષા ડ્રાઇવર સાથે ભાગી ગઈ હતી કરોડપતિની પત્ની, પૈસા ખતમ થયા તો 26 દિવસે ઘરે પહોંચી

  પોલીસે જણાવ્યું કે આ હત્યામાં સામેલ ત્રણેય આરોપીઓ પાસે પોતા-પોતાનું કારણ હતું. આ કારણે ત્રણેયએ સાથે મળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આસિસટન્ટ પ્રોફેસર અને તેની પત્ની વચ્ચે હંમેશા ઝઘડો થતો હતો. બંને એકબીજાને પસંદ કરતા ન હતા. આ હત્યામાં સામેલ ત્રીજો આરોપી ગોવિંદ છે, જે પ્રોફેસર વીરેન્દ્રનો ભત્રીજો છે. તે આ હત્યામાં સામેલ એટલા માટે થયો કારણ કે તે પોતાના અંકલને ઘણો પ્રેમ કરતો હતો. તે પોતાના અંકલ વીરેન્દ્રની પરેશાની જોઈ શકતો ન હતો.
  Published by:Ashish Goyal
  First published: