જાલંધર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)સોમવારે પંજાબના જાલંધરમાં ચૂંટણી રેલીને (Assembly Polls 2022) સંબોધિત કરી હતી. પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટી પર ઘણા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસનો વર્ષોથી ઇતિહાસ રહ્યો છે કે તે પંજાબ માટે કામ કરતી નથી. પીએમે પંજાબને ગુરુઓ, પીરો, ફકીરો અને ક્રાંતિકારીઓને ભૂમિ બતાવતા કહ્યું કે મારો પંજાબની ધરતીથી હંમેશાથી જોડાવ રહ્યો છે.
પોલીસ પ્રશાસને હાથ અધ્ધર કરી દીધા
પીએમે પોતાની સુરક્ષાને લઇને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે આજે મારી ઇચ્છા હતી કે હું દેવી જી ના દર્શન કરું અને તેમના આશીર્વાદ લઉં પણ અહીંની સરકાર, પ્રશાસન અને પોલીસે હાથ અધ્ધર કરી દીધા હતા. તેમણે મને કહ્યું કે અમે વ્યવસ્થા કરી શકીશું નહીં. તમે હેલિકોપ્ટરથી ચાલ્યા જાવ. હવે આ સ્થિતિ થઇ ગઈ છે અહીંની સરકારની.
યુવરાજે 2014માં મારું હેલિકોપ્ટર ઉડવા દીધું ન હતું
હેલિકોપ્ટર વિવાદને લઇને પણ પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. તેમણે જનતાને કહ્યું કે 2014ની ચૂંટણીમાં જ્યારે હું ગુજરાતનો સીએમ હતો અને ભારતીય જનતા પાર્ટીએ મને પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર જાહેર કર્યો હતો. એક દિવસ મારે પઠાનકોટ આવવાનું હતું અને ત્યાંથી હેલિકોપ્ટર લઇને હિમાચલના પ્રવાસે જવાનું હતું. તમે ચકિત થઇ જશો કોંગ્રેસના યુવરાજની એક રેલી હતી તો મારા હેલિકોપ્ટરને ઉડવા દીધું ન હતું. આવું એટલા માટે કર્યું કારણ કે યુવરાજ પંજાબના કોઇ સ્થળ પર આવવાના હતા.
#WATCH | During the 2014 elections...they (Congress) stalled my helicopter in Pathankot because their 'Yuvraj' (Rahul Gandhi) was going visit in another corner of Punjab: PM Modi in Punjab pic.twitter.com/OVsCqNLnT9
પંજાબની સભા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે (Uttar Pradesh Assembly Elections 2022) કાનપુર દેહાતની અકબરપુર વિધાનસભા ક્ષેત્રમાં જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ દાવો કર્યો કે પહેલા અને બીજા તબક્કાના મતદાને એ સ્પષ્ટ કરી દીધું કે યૂપીમાં બીજેપી અને યોગી આદિત્યનાથની સરકાર જોરશોરથી પાછી આવી રહી છે. પ્રધાનમંત્રીએ અખિલેશ યાદવ અને જયંત ચૌધરી પર પરોક્ષ રુપથી હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે આ લોકો દરેક ચૂંટણીમાં નવો પાર્ટનર લાવે છે. જે દરેક ચૂંટણીમાં સાથી બદલે છે તે તમારો સાથ કેવો આપશે. જે ચૂંટણી પુરી થતા જ સાથીને લાત મારી દે છે, તેના પર વિશ્વાસ કરી શકો છો તમે?
પીએમ મોદીએ અખિલેશ અને જયંતનું નામ લીધા વગર કટાક્ષ કરતા કહ્યું કે આ લોકો મતદાતાઓને ગુમરાહ કરે છે. હાર પછી જેને સાથે લાવે છે તેની ઉપર જ પરાજયનું ઠીકરું ફોડે છે. 10 માર્ચ પછી બન્ને એકબીજાથી લડશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર