Yogi Adityanath Sapath Samarambh: યોગી સરકાર 2.0 નાં શપથ ગ્રહણનો કાર્યક્રમ ભવ્ય હશે. જેમાં 45,000 લોકો શામેલ થવાની સંભાવના છે. ભાજપ અને વિપક્ષનાં મોટા નેતાઓ ઉપરાંત રાજ્ય સરાકરની અલગ અલગ યોજનાઓનાં લાભાર્થી પણ શપથ ગ્રહણ કાર્યક્રમનો ભાગ બનશે.
લખનઉ: ઉત્તર પ્રદેશમાં નવી સરકારની શપથ ગ્રહણની તારીખ સામે આવી ગઇ છે. યોગી આદિત્યનાથ સતત બીજી વખત વસ્તી તરીકે દેશનાં સૌથી મોટા રાજ્યનાં મુખ્યમંત્રીનાં રૂપમાં 25 માર્ચનાં સાંજે 4 વાગ્યે લખનઉનાં અટલ બિહારી બાજપેયી આંતરારષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ કરશે.
યોગી સરકાર 2.0નાં શપથ ગ્રહણનો કાર્યક્રમ ભવ્ય હશે. જેમાં 45,000 લોકો શામેલ થવાની આશા છે. ભાજપ અને વિપક્ષનાં મોટા નેતાઓ ઉપરાંત રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓનાં લાભાર્થીઓએ પણ શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. યોગી કેબિનેટનો આકાર શું હશે, કેટલાં મંત્રી શપથ લેશે, મંત્રિમંડળમાં કોણ કોણ શામેલ થશે તે હજુ સ્પષ્ટ નથી.
બીજી તરફ, પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માને તેમની કેબિનેટમાં શામેલ થનારા મંત્રીઓનાં નામની જાહેરાત કરી દીધી છે. હરપાલ સિંહ ચીમા, બલજીત કૌર, હરભજન સિંહ, વિજય સિંગલા, લાલચંદ, ગુરમીત સિંહ, કુલદીપ સિંહ ધાલીવાલ, લાલજીત સિંહ ભુલ્લર, બ્રમ શંકર અને હરજોત સિંહ બૈંસ આમ આદમી પાર્ટીથી પંજાબ સરકારમાં મંત્રી હશે. ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકાર ગઠન અંગે હજુ સુધી કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી.
RSS પ્રમુખ મોહન ભાગવત 3 દિવસનાં ગોરખપુર પ્રવાસ પર જશે- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સરસંઘચાલક ડો. મોહન ભાગવત 3 દિવસીય પ્રવાસ પર 20 માર્ચનાં ગોરખપુરમાં આવશે. તેમનાં પ્રવાસ દરમિયાન સંઘ પ્રમુખ સ્વયંસ્વકોની બેઠક લેશે જે 22ની રાત્રે કે 23 માર્ચની સવારે ગોરખપુરથી પ્રસ્થાન કરશે.
યોગી આદિત્યનાથના શપથ ગ્રહણમાં PM મોદી અને ગૃહમંત્રી શાહ હાજરી આપશે!
યોગી આદિત્યનાથ 25 માર્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ તેમનો સતત બીજો કાર્યકાળ હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી સંભાવના છે. વિપક્ષના મોટા નેતાઓ સોનિયા ગાંધી, મુલાયમ સિંહ યાદવ વગેરેને પણ આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે.
પંજાબમાં આજે મુખ્યમંત્રી ભગવંત માનની કેબિનેટનાં શપથ ગ્રહણ- પંજાબમાં આજે મુખ્યમંત્રી ભગવંત માનની કેબિનેટ શપથ ગ્રહણ કરશે. તેમણે ટ્વિટ કરી આ વાતની માહિતી આપી હતી. શપથ ગ્રઙણ સમારંભ સવારે 11 વાગ્યે પંજાબ રાજભવનમાં આયોજિત થશે, જે મુજબ, કુલતાર સિંહ સંધવાં પંજાબ વિધાનસભાનાં સ્પીકર રહેશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર