Home /News /national-international /Assembly Elections: 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી સમયસર જ થશે! સરકારે ચૂંટણી પંચ સમક્ષ મૂકી આ યોજના

Assembly Elections: 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી સમયસર જ થશે! સરકારે ચૂંટણી પંચ સમક્ષ મૂકી આ યોજના

ડોર ટુ ડોર પ્રચારની ઝુંબેશ હળવી કરવામાં આવી છે

ચૂંટણી પંચ (Election Commission) સાથે થયેલી બેઠકમાં સ્વાસ્થ્ય સચિવે યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ઓમિક્રોન કેસની સાથે ત્યાં થઈ રહેલા રસીકરણ અંગે પણ માહિતી આપી.

  નવી દિલ્હી. દેશના પાંચ રાજ્યોમાં (Elections of 5 states) આગામી વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) અંગે હવે જાન્યુઆરીમાં નિર્ણય લેવામાં આવશે. ચૂંટણી પંચ (Election Commission) જાન્યુઆરી 2022માં ફરી એકવાર આરોગ્ય વિભાગ (Health Department)ના અધિકારીઓ સાથે બેઠક કરશે, જેના પછી જ એ નિર્ણય લઈ શકાશે કે ચૂંટણી યોજવી જોઈએ કે પછી તેને થોડા દિવસો માટે સ્થગિત કરવી જોઈએ. તો ચૂંટણી પંચ સાથેની બેઠક બાદ હવે આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ કહ્યું કે જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાં ઓમિક્રોનના કેસ ઘણા ઓછા છે, તેથી એવું કહી શકીએ કે ચૂંટણી સમયસર થશે.

  ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ચૂંટણી પંચ સાથે થયેલી બેઠકમાં સ્વાસ્થ્ય સચિવે યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ઓમિક્રોન કેસની સાથે ત્યાં થઈ રહેલા રસીકરણ અંગે પણ માહિતી આપી. આરોગ્ય સચિવે ચૂંટણી પંચને આશ્વાસન આપ્યું છે કે જે રાજ્યોમાં કોવિડ રસીકરણની ગતિ થોડી ઓછી છે, ત્યાં તેને વધારવામાં આવશે અને ઓમિક્રોનને (Omicron) રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. જણાવી દઈએ કે સ્વાસ્થ્ય સચિવની તમામ વાતો સાંભળ્યા બાદ ચૂંટણી પંચે તેમની ટીમને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં વિગતવાર રિપોર્ટ સાથે આવવા કહ્યું છે.

  સૂત્રો મુજબ, 28 ડિસેમ્બરથી ત્રણ દિવસીય પ્રવાસ પર ભારતીય ચૂંટણી પંચની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી રહી છે. અહીં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તમામ 75 જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક કરવામાં આવશે. ભારતીય ચૂંટણી પંચ આ બેઠકના માધ્યમથી ફીડબેક લેશે, જેના આધારે ચૂંટણી યોજવા અંગે નિર્ણય લેવાય તેવી શકયતા છે. બીજી તરફ કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે જે પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે, ત્યાં કોરોના ટેસ્ટ વધારવો જોઈએ. ઉપરાંત, રાજ્યોમાં વેક્સીનેશનની ગતિ ઓછી છે, ત્યાં રસીકરણ વધવું જોઈએ અને કોવિડ નિયમોનું કડકપણે પાલન થવું જોઈએ.

  આ પણ વાંચો: PM Modi in Kanpur: મેટ્રો અને બીના-પનકી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, IIT દીક્ષાંત સમારોહમાં હાજર રહેશે PM મોદી

  અલ્હાબાદ હાઈકોર્ટે હાલમાં જ ચૂંટણી પંચ અને પીએમઓને યુપીમાં ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને ચૂંટણી સ્થગિત કરવાનો અનુરોધ કર્યો હતો. ભૂષણે ચૂંટણી પંચને જાણકારી આપી છે કે ઉત્તરાખંડ અને ગોવામાં 100 ટકા લોકોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે યુપીમાં આ લગભગ 85 ટકા, પંજાબમાં 79 ટકા અને મણિપુરમાં 70 ટકા છે.

  આ પણ વાંચો: Omicron: ગૃહ મંત્રાલયે રાજ્યોને જારી કર્યા આદેશ, ઓમિક્રોનનો સામનો કરવા આ તૈયારીઓ કરો

  આરોગ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી આ રિપોર્ટને જોયા બાદ ચૂંટણી પંચે વિનંતી કરી કે કવરેજને 100% અથવા શક્ય તેટલું વધારે લઈ જવામાં આવે. ઉત્તરાખંડ અને ગોવામાં 80 ટકા લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, પરંતુ યુપી, પંજાબ અને મણિપુર હજુ પણ આ મામલે ઘણા પાછળ છે. ચૂંટણી પંચે આરોગ્ય સચિવને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે જેમણે પ્રથમ ડોઝના ત્રણ મહિના પૂરા કર્યા છે તેમની ઓળખ કરવામાં આવે અને કોઈપણ વિલંબ કર્યા વિના બીજો ડોઝ આપવામાં આવે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: 2022 Assembly elections, Assembly Election, Coronavirus, Election commision of india, Health ministry, Omicron variant, Uttar Pradesh elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन