Home /News /national-international /Assembly Elections 2022: પહેલવાન ધ ગ્રેટ ખલી ભાજપમાં સામેલ, રાષ્ટ્ર પ્રત્યે પીએમ મોદીના કામની કરી પ્રશંસા

Assembly Elections 2022: પહેલવાન ધ ગ્રેટ ખલી ભાજપમાં સામેલ, રાષ્ટ્ર પ્રત્યે પીએમ મોદીના કામની કરી પ્રશંસા

ખલીએ રાજધાની દિલ્હીમાં ઘણા વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીની સદસ્યતા લીધી હતી

WWE superstar The Great Khali joins BJP - ભાજપાની રાષ્ટ્રીય નીતિથી પ્રભાવિત થઇને પાર્ટીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે - પહેલવાન ધ ગ્રેટ ખલી

નવી દિલ્હી : વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટના (WWE)પ્રખ્યાત પહેલવાન ધ ગ્રેટ ખલી (The Great Khali joins BJP)ઉર્ફે દિલીપ સિંહ રાણા (Dalip Singh Rana)ભારતીય જનતા પાર્ટીમાં (BJP) સામેલ થયા છે. તેમણે રાજધાની દિલ્હીમાં ઘણા વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીની સદસ્યતા લીધી હતી. આ દરમિયાન ખલીએ (Khali)જણાવ્યું કે તેમણે ભાજપાની રાષ્ટ્રીય નીતિથી પ્રભાવિત થઇને પાર્ટીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi)પ્રશંસા કરી હતી.

ભાજપામાં સામેલ થઇને ખુશ છું - ખલી

ખલીએ જણાવ્યું કે ભાજપામાં સામેલ થઇને ખુશ છું. મને લાગે છે કે રાષ્ટ્ર માટે પીએમ મોદીનું કામ તેમને યોગ્ય પ્રધાનમંત્રી બનાવે છે. જેથી મને લાગ્યું કે રાષ્ટ્રના વિકાસ માટે તેમના શાસનનો ભાગ કેમ ના બનવામાં આવે. મેં ભાજપાની રાષ્ટ્રીય નીતિથી પ્રભાવિત બનીને બીજેપી જોઇન કરી છે. ખલી ગુરુવારે દિલ્હી સ્થિત ભાજપા મુખ્યાલય પહોંચ્યા હતા અને એક કાર્યક્રમમાં કેસરિયો ધારણ કર્યો હતો.

આ પણ વાંચો - Punjab Election: PM મોદી 14, 16, 17 ફેબ્રુઆરીએ પંજાબમાં 3 ચૂંટણી રેલીઓને સંબોધશે

ભાજપા નેતા જીતેન્દ્ર સિંહે કહ્યું કે ધ ગ્રેટ ખલીના જોડાવવાથી આ દેશના યુવાઓની સાથે અન્ય લોકો માટે પણ પ્રેરણાનો સ્ત્રોત હશે. 49 વર્ષના ખલી વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન રહી ચૂક્યા છે. તેમને WWE ના હોલ હોમ ફેમ ક્લાસ ઓફ 2021માં સામેલ કરવામાં આવ્યા હતા. 7 ફૂટ 1 ઇંચનો ખલી પોતાની લંબાઇના કારણે ઘણો ચર્ચામાં રહ્યો હતો. તેમણે WWE કારકિર્દીની શરૂઆત 2006માં કરી હતી.



આ પણ વાંચો - Assembly Elections 2022 : AAP માંથી પણ મળી હતી નવજોત સિંહ સિદ્ધુને ઓફર, પણ કેમ કોંગ્રેસ જોઈન કરી, થયો ખુલાસો

ખલી હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાંથી આવે છે

પ્રોફેશનલ રેસલર તરીકે ખલીએ WWE ના ઘણા મહાન પહેલવાનો સાથે મુકાબલો કર્યો છે. આ સિવાય મૈકગ્રુબર, ગેટ સ્માર્ટ, ધ લોન્ગેસ્ટ યાર્ડ જેવી હોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. સાથે રિયાલિટી શો બિગ બોસ નો પણ ભાગ રહ્યા હતા. ખલી હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાંથી આવે છે. WWE માંથી નિવૃત પછી તેમણે કોન્ટિનેંટલ રેસલિંગ એન્ટરટેનમેન્ટની શરૂઆત કરી હતી.
First published:

Tags: Assembly elections 2022, Elections 2022, બીજેપી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો