નવી દિલ્હી : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં (Assembly Elections 2022) થયેલા પરાજય પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Congress President Sonia Gandhi)પાંચ રાજ્યના પાર્ટી પ્રમુખોને રાજીનામું આપવાનો નિર્દેશ આપ્યો છે. પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મંગળવારે આ જાણકારી આપી છે. પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના પાર્ટીના અધ્યક્ષોને કહ્યું છે કે તે પીસીસીના પુર્નગઠન માટે પોતાનું રાજીનામું આપે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં (Uttar Pradesh Assembly Elections)મળેલા પરાજયની સમીક્ષા માટે કોંગ્રેસ મહાસચિવ અને યૂપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)દિલ્હીમાં બેસીને બેઠક કરી રહ્યા છે. રાજનીતિમાં સામેલ થયા પછી તરત પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને યૂપીમાં પાર્ટીના સ્તરને ઉપર ઉઠાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. પ્રિયંકાએ યૂપીમાં ચલાવેલા હાઇ વોલ્ટેજ અભિયાન ‘લડકી હું લડ શકતી હું’છતા પાર્ટી રાજ્યમાં ફક્ત બે સીટો જ મેળવી શકી હતી. 2017માં કોંગ્રેસને સાત સીટો જીતવામાં સફળતા મળી હતી. 2 સીટો સાથે પાર્ટીનો વોટ શેર ઘટીને ફક્ત 2.5 ટકા રહી ગયો છે.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કારમાં પરાજય પછી કોંગ્રેસનાં જૂનાં નેતાઓ ઘણાં જ ચિંતિત છે. અને તેઓ નેતૃત્વમાં પિરવર્તનની માંગણી કરી રહ્યાં છે. દિગ્ગજ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલ (Kapil Sibbal)પણ તેમાં સામેલ છે. કોંગ્રેસમાં સુધારાની માંગણી કરનારા ગ્રુપ 23નાં નેતાઓમાં કપિલ સિબ્બલ પહેલાં એવાં નેતા છે જે ખુલીને સોનિયા ગાંધીને પદ છોડવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, હવે ગાંધી પરિવારે કોંગ્રેસનાં નેતૃત્વનો ભાર છોડી દેવો જોઇએ. અને કોઇ અન્ય નેતાને દાયિત્વ સોંપવું જોઇએ.
કપિલ સિબ્બલે કહ્યું કે, પાર્ટી નેતૃત્વ કોયલની ધરતી (એટલે કે તેમને લાગે છે કે બધુ જ ઠીક છે, જ્યારે વાસ્તવિકતા તેનાંથી અલગ છે.) માં જીવી રહી છએ. 8 વર્ષથી પાર્ટીનું સતત પતન થઇ રહ્યું છે છતાં પણ તે ચેતતાં નથી. આ કોંગ્રેસ માટે દુર્ભાગ્યની વાત છે. ઉલ્લેખનીય છે કે, 2020માં કોંગ્રેસમાં સુધારાની માંગણી સાથે ગ્રુપ 23 નેતાઓની એક ટોળી બની હતી. હવે આ ગ્રુપનાં નેતા ખુલીને નેતૃત્વ પર સવાલ કરી રહ્યાં છે. તે તમામ મુદ્દાઓ પર કોંગ્રેસનાં કદ્દાવર નેતાઓમાં શામેલ કપિલ સિબ્બલનું દુખ છલકાય છે. જોકે, તેમને સાંભળનારું કોઇ નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર