Home /News /national-international /

Assembly Elections 2022 : AAP માંથી પણ મળી હતી નવજોત સિંહ સિદ્ધુને ઓફર, પણ કેમ કોંગ્રેસ જોઈન કરી, થયો ખુલાસો

Assembly Elections 2022 : AAP માંથી પણ મળી હતી નવજોત સિંહ સિદ્ધુને ઓફર, પણ કેમ કોંગ્રેસ જોઈન કરી, થયો ખુલાસો

આમ આદમી પાર્ટીની સાથે પણ ઘણા રાઉન્ડની વાતચીત ચાલી હતી- નવજોત સિંહ સિદ્ધુ

punjab election 2022 - નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu)કોંગ્રેસમાં (Congress) સામેલ થવા મુદ્દે ખુલાસો કર્યો

  ચંદીગઢ : ક્રિકેટરથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu)કોંગ્રેસમાં (Congress) સામેલ થવા મુદ્દે ખુલાસો કર્યો છે. સિદ્ધુએ કહ્યું કે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor)સાથે લગભગ 70 વખત મુલાકાત થઇ હતી આ પછી કોંગ્રેસમાં સામેલ થયો હતો. પ્રશાંત કિશોર પંજાબમાં 2017 વિધાનસભાની ચૂંટણી (Assembly Elections)પહેલા કોંગ્રેસ ચૂંટણી અભિયાનની તૈયારી કરી રહ્યા હતા.

  પ્રશાંત કિશોર મને લગભગ 70 વખત મળ્યા હતા - નવજોત સિંહ સિદ્ધુ

  એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે પ્રશાંત કિશોર મને લગભગ 70 વખત મળ્યા હતા અને તેમણે મને કોંગ્રેસ જોઇન કરવા કહ્યું હતું. પ્રશાંત કિશોર તે સમયે પંજાબમાં કોંગ્રેસ પાર્ટીની સત્તામાં વાપસીને લઇને થોડા આશંકિત હતા અને તેમને લાગ્યું કે હું પાર્ટી સાથે જોડાવવાથી વોટનો એક મોટો ભાગ કોંગ્રેસને મળશે. પ્રશાંત કિશોરે કહ્યું કે કોંગ્રેસને 30-35 સીટથી વધારે સીટો નહીં મળે. જો તમે (સિદ્ધુ) સાથે આવશો તો 7 થી 8 ટકા વોટ વધશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પંજાબમાં 117 સીટોમાંથી 77 સીટો મળી હતી.

  આમ આદમી પાર્ટીની સાથે પણ ઘણા રાઉન્ડની વાતચીત ચાલી હતી- નવજોત સિંહ સિદ્ધુ

  નવજોત સિદ્ધુએ કહ્યું કે જાન્યુઆરી 2017માં કોંગ્રેસમાં સામેલ થતા પહેલા આમ આદમી પાર્ટીની સાથે પણ તેની ઘણા રાઉન્ડની વાતચીત ચાલી હતી. અરવિંદ કેજરીવાલે પોતાના ઘણા નેતાઓને તેમને મળવા મોકલ્યા હતા. જ્યારે મારી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત થઇ તો તેમણે ટિકિટ આપવાથી ઇન્કાર કર્યો હતો પણ તે ઇચ્છતા હતા કે હું પાર્ટી માટે પ્રચાર કરું.

  આ પણ વાંચો - UP Assembly Elections 2022 : બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર, વિદ્યાર્થિનીઓને મફત સ્કૂટી, પરિવારના એક સભ્યને રોજગાર આપવાનો વાયદો

  ગાંધી પરિવાર પ્રત્યે વફાદારીનો વાયદો અંતિમ શ્વાસ સુધી નિભાવીશ

  સિદ્ધુએ કહ્યું કે રાહુલ ગાંધી જ હતા જેમણે મને કોંગ્રેસમાં સામેલ કર્યો અને આથી ગાંધી પરિવાર પ્રત્યે વફાદારીનો વાયદો અંતિમ શ્વાસ સુધી નિભાવીશ. અમરિંદર સિંહ અસુરક્ષિત હતા તે ક્યારે ઇચ્છતા ન હતા કે કોઇ મારી સાથે ઉભા રહે. જ્યારે હું કોંગ્રેસમાં આવ્યો તો તેમણે મારો વિરોધ કર્યો હતો.

  ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ગત વર્ષે પંજાબના મુખ્યમંત્રીના સલાહકારના રુપમાં પોતાની ભૂમિકા છોડી દીધી હતી. તેમણે આ નિર્ણય કેપ્ટન અમરિંદર સિંહના મુખ્યમંત્રી પદના રાજીનામાના કેટલાક સપ્તાહ પહેલા લીધો હતો.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Assembly elections 2022, Elections 2022, Navjot Singh Sidhu, Punjab Election 2022

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन