Home /News /national-international /

Assembly Elections Live: 5 વાગ્યા સુધીમાં યુપીમાં 57.44% તો પંજાબમાં 63% મતદાન

Assembly Elections Live: 5 વાગ્યા સુધીમાં યુપીમાં 57.44% તો પંજાબમાં 63% મતદાન

સવારે 9 વાગ્યા સુધી પંજાબમાં 4.80 ટકા મતદાન, UPમાં 8.15 ટકા થયું વોટિંગ

Assembly Elections 2022 Live Updates: આજે 20 ફેબ્રુઆરીનાં પંજાબ (Punjab Election 2022)નાં 117 સીટો પર મતદાન થઇ રહ્યું છે. આ સાથે જ આજે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું (UP Elections Third Phase Voting)માટે મતદાન શરૂ થઇ ગયુ છે. આ માટે 16 જિલ્લાની 59 સીટ પર વોટિંગ થઇ રહી છે. ત્રીજા તબ્બકામાં ઉત્તર પ્રદેશનાં ત્રણેય ક્ષેત્ર, પશ્ચિમી યૂપી, અવધ અને બુંદેલખંડમાં મતદાન થશે. આજે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav)ની કિસ્મતનો નિર્ણય ઇવીએમમાં બંધ થશે.

વધુ જુઓ ...
    Assembly Elections 2022 Live Updates: આજે 20 ફેબ્રુઆરીનાં પંજાબ (Punjab Election 2022)નાં 117 સીટો પર મતદાન થઇ રહ્યું છે. આ સાથે જ આજે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું (UP Elections Third Phase Voting)માટે મતદાન શરૂ થઇ ગયુ છે. આ માટે 16 જિલ્લાની 59 સીટ પર વોટિંગ થઇ રહી છે. ત્રીજા તબ્બકામાં ઉત્તર પ્રદેશનાં ત્રણેય ક્ષેત્ર, પશ્ચિમી યૂપી, અવધ અને બુંદેલખંડમાં મતદાન થશે. આજે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav)ની કિસ્મતનો નિર્ણય ઇવીએમમાં બંધ થશે.

    ઉત્તર પ્રદેશનાં લખીમપુર ખીરીનાં મોહમ્મદમાં ચુંટણી રેલીનાં સંબોધિત કરતાં CM યોગી આદિત્યનાથે એક મોટી જાહેરાત કરી છે. CM યોગીએ કહ્યું કે, જો અમારી સરકાર ફરી સત્તામાં આવી તો, 60 વર્ષ સુધી અધિક મહિલાઓને રાજ્ય નિગમની બસમાં ફ્રી યાત્રાની સુવિધા આપવામાં આવી છે.

    5 વાગ્યા સુધીમાં યુપીમાં 57.44% તો પંજાબમાં 63% મતદાન
    ઉત્તર પ્રદેશમાં સાંજનાં 5 વાગ્યા સુધીમાં 57.44% લોકોએ તેમનાં મતાધિકારનો ઉપયોગ થયો છે. જ્યારે પંજાબમાં આ સમય સુધીમાં 63.44% લોકોએ મતદાન થયુ છે.

    સોનૂ સૂદનો આરોપ- મોગામાં કેટલાંક બૂથ પર આપવામાં આવી રહ્યાં છે રૂપિયા

    Punjab Elections 2022 Live Updates: એક્ટર સોનૂ સૂદ (Sonu Sood)ને રવિવારને મોગામાં એક પોલિંગ બૂથની અંદર જતા પ્રશાસને રોક્યો હતો. તેની બહેન માલવિકા સૂદ અહીંથી ચૂંટણી લડી રહી છે. જેનાં પર સોનૂ સૂદે કહ્યું કે, 'અમે કંઇ પોલિંગ બૂથ પર વિપક્ષ તરફથી ધમકી ભરેલાં ફોન આવવાની જાણકારી મળી હતી. આ કોલ વિશેષકરી અકાલી દળનાં લોકોની હતી. ઘણાં બૂથો પર પૈસા વહેંચવામાં આવી રહ્યાં છે. એવામાં અમારી જવાબદારી છે કે અમે ત્યાં જઇએ અને ચેક કરવાની સાથે જ નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરો. તેથી અમે ત્યાં ગયા હતાં. પણ હવે અમે ઘરે છીએ. રાજ્યમાં નિષ્પક્ષ ચૂંટણી થઇ જોઇએ.'



    પંજાબમાં સિદ્ધુએ પત્ની સાથે અને ભાજપના અધ્યક્ષે મતદાન કર્યુ

    અમૃતસર પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ પત્ની સાથે મતદાન કર્યુ છ. પંજાબમાં ભાજપના અધ્યક્ષ અશ્વની શર્માએ પોતાનો મત આપ્યો. આ સાથે અશ્વની શર્માએ લોકોને જોરશોરથી મતદાન કરવાની અપીલ કરી છે. કેન્દ્રીય મંત્રી સોમ પ્રકાશ અને ભાજપના વરિષ્ઠ નેતા તરુણ ચુગે પણ મતદાન કર્યું હતું.



    સવારે 9 વાગ્યા સુધી પંજાબમાં 4.80 ટકા મતદાન, UPમાં 8.15 ટકા થયું વોટિંગ-
    પંજાબમાં 117 વિધાનસભા સીટ પર સવારે નવ વાગ્યા સુધી 4.80 ટકા મતદાન થયું છે. ઉત્તર પ્રદેશનાં 59 સીટ પર થતા ત્રીજા તબક્કાનાં મતદાન દરમિયાન 9 વાગ્યા સુધી .15 ટકા વોટ પડ્યાં છે.



    આપની ઇચ્છા હોય તે ઉમેદવારને વોટ આપો- ભગવંત માન
    આમ આદમી પાર્ટીનાં પંજાબનાં CM પદનાં ઉમેદવાર ભગવંત માને મતદાન કર્યું. આ સમયે તેમણે કહ્યું કે, ભગત સિંહ અને ઘણાં અન્ય લોકોએ દશ માટે તેમનો જીવ ન્યોછાવર કરી દીધો છે. હું જનતાને અપીલ કરુ છુ કે ,તેઓ તેમની મરજીનાં ઉમેદવારને મત આપે.



    સોનુ સૂદની બહેને પંજાબનામ મોગામાં કર્યુ વોટિંગ

    સોનુ સૂદની બહેને પંજાબનાં મોગામાં સોનૂ સૂદની બહેન માલવિકા સૂદે મતદાન કર્યું છે. તે આ સીટથી કોંગ્રેસની ઉમેદવાર છે. તેણે વોટિંગ કર્યા બાદ કહ્યું કે, 'નાગરિક અને મોગાની દીકરી હોવાને કારણે મારી જવાબદારી છે કે, મોગાને આગળ લાવું. હું બૂથની મૂલાકાત લઇ રહી છુ અને અહીં લોકોને મળી રહી છું.'



    અમૃતસરમાં શરીરથી જોડકા યુવાનોએ કર્યુ મતદાન
    અમૃતસરમાં રવિવારે શરીરથી જોડાયેલાં જોડકા યુવાઓએ પણ મતનાદ કર્યુ છે. તેમનું નામ સોહના અને મોહના છે. બંને જ અમૃતસરનાં માનાવાલ વોટિંગ કરવાં પહોચ્યા હતાં.



    પંજાબમાં વોટિંગ પહેલાં ભગવત માને ગુરુદ્વારામાં માથું ટેકવ્યું-



    યુપીમાં સમાજવાદી પાર્ટીનાં નેતા મુલાયમ સિંહ યાદવનાં ભાઇ અભય રામ યાદવે સાઇફાઇમાં મતદાન કર્યું. તેમણે કહ્યું, સમાજવાદી પાર્ટી જંગી મતોથી ચૂંટણી જીતશે.



    પંજાબમાં 8 વાગ્યાથી શરૂ થશે વોટિંગ- Punjab Elections 2022 live: પંજાબમાં આઝે 20 ફેબ્રુઆરીનાં 117 વિધાનસભા સીટો પર મતદાન થવા થશે. આ સીટો પર સવારે 8 વાગ્યાથી વોટિંગ શરૂ થશે. પંજાબમાં 1304 ઉમેદવારો મેદાનમાં તેમની કિસ્મત અજમાવી રહ્યાં છે. પંજાબમાં 2.14 કરોડ મતદાતા તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે.

    પટિયાલામાં ચૂંટણી લડી રહ્યાં છે અમરિંદર સિંહ- પંજાબમાં આજે 8 વાગ્યે 117 સીટો પર મતદાન થશે. પટિયાલા વિધાનસભા સીટ (Patiala Assembly Seat) પર કોગ્રેસ પાર્ટીનાં કદાવર નેતા રહેલાં અને પંજાબનાં પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) ચૂંટણી લડી રહ્યાં છે. કેપ્ટન અમરિંદર સિંહ ભાજપ (BJP) સાથે ગઠબંધન કરતાં તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (PLC)નાં ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે.



    સોનૂ સૂદની બહેને વોટિંગ પહેલાં કહી આ વાત- Punjab Elections 2022: પંજાબની 117 સીટો પર આજે મતદાન થશે. આ ચૂંટણીમાં એક્ટર સોનૂ સૂદની બહેન માલવિકા સૂદ પણ મેદાનમાં છે. તે કોંગ્રેસની ટિકિટ પર મોગાથી ચૂંટણી લડશે. રવિવારે વોટિંગ શરૂ થતા પહેલાં તેણે કહ્યું કે, 'લોકો મને કહે છે કે, અમે તમને જ વોટ આપીશું. તમે ખુબ બધા સામાજિક કાર્ય કર્યા છે. મને નથી લાગતું કે અન્ય ઉમેદવારે આટલાં સોશિયલ વર્ક કર્યાં હશે.'

    ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના (UP Assembly Election 2022) ત્રીજા તબક્કા માટે આજે, રવિવારે 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ તબક્કામાં 16 જિલ્લાની 59 વિધાનસભા સીટો પર વોટિંગ (Phase 3 Voting On Feb 20)થશે. આ દરમિયાન યૂપીના ત્રણ ક્ષેત્રો પશ્ચિમી યૂપી, અવધ અને બુંદેલખંડમાં મતદાન થશે. જેમાં પશ્ચિમી યૂપીના ફિરોઝાબાદ, એટા, મૈનપુરી, કાસગંજ અને હાથરસની 19 સીટો સિવાય અવધ ક્ષેત્રના કાનપુર, કાનપુર દેહાત, ઓરૈયા, ફર્રુખાબાદ કન્નોજ અને ઇટાવાની 27, જ્યારે બુંદેલખંડના ઝાંસી, જાલૌન, લલિતપુર, હમીરપુર અને મહોબા જિલ્લાની 13 વિધાનસભા સીટ સામેલ છે.



    ગત વખતે બીજેપીનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું

    2017ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી ગઠબંધનને અહીંની 59 માંથી 49 સીટો પર જીત મળી હતી. સમાજવાદી પાર્ટીના ભાગમાં 8 સીટો આવી હતી. જ્યારે કોંગ્રેસ અને બીએસપીને 1-1 સીટો મળી હતી. આ તબક્કામાં 16 જિલ્લામાંથી 9 જિલ્લા યાદવ બહુમતી વાળા છે. જેથી તેને યાદવલેન્ડ પણ કહેવામાં આવે છે. જેમાં ફિરોઝાબાદ, મૈનપુરી, ઇટાવા અને એટા જેવા જિલ્લા સામેલ છે. જોકે 2017માં યાદવ બહુમતવાળી સીટોમાંથી સમાજવાદીને ફક્ત 6 સીટો જ મળી હતી.

    યૂપીના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાના મતે આ તબક્કામાં 16 જિલ્લાની 59 સીટો પર મતદાન થશે. મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે. આ તબક્કામાં 627 ઉમેદવારોનું નસીબ ઇવીએમમાં કેદ થઇ જશે.

    ત્રીજા ચરણમાં કોણ-કોણ છે મોટા નેતા

    યૂપી ચૂંટણીના ત્રીજા તબક્કામાં સૌથી મોટું નામ યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનું (Akhilesh Yadav)છે. તે કરહલ વિધાનસભા સીટથી ઉમેદવાર છે. જે યાદવ બાહુલ્ય સીટ છે. કેન્દ્રીય મંત્રી અને આગ્રાથી સાંસદ એસપી સિંહ બધેલ (SP Singh Baghel)પણ મેદાનમાં છે. ભાજપાએ તેમને અખિલેશ યાદવ સામે કરહલ સીટથી મેદાનમાં ઉતાર્યા છે. આ કારણે આ સીટ વીઆઈપી બની ગઈ છે.

    અખિલે યાદવના ચાચા શિવપાલ સિંહ યાદવ (Shivpal Singh Yadav) ઇટાવાની જસવંતનગર સીટથી છઠ્ઠી વખત ચૂંટણી લડી રહ્યા છે. તે સતત પાંચ વખત આ સીટથી ધારાસભ્ય રહ્યા છે. આ સીટ પણ યાદવ બાહુલ્ય છે. જ્યાં એક લાખ 40 હજાર યાદવ મતદાતા છે. યોગી કેબિનેટમાં મંત્રી સીતશ મહાના મહરાજપુર સીટથી મેદાનમાં છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Assembly elections 2022, Live updates, Uttarpradesh, UttarPradesh News, ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ

    આગામી સમાચાર