ગોરખપુર/નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) નેટવર્ક 18 ના એમડી અને ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે ખાસ વાતચીત (Exclusive Interview CM Yogi Adityanath)દરમિયાન યૂપી ચૂંટણીને (Assembly Elections 2022) લઇને પોતાની બેબાક રાય રાખી છે. સીએમ યોગીએ યૂપીમાં 300 સીટ પારના સવાલ પર કહ્યું કે ભાજપા આ વખતે હર હાલમાં 300 સીટોનો લક્ષ્ય પાર કરશે.
આ સાથે સીએમ યોગીએ કહ્યું કે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાઇ-બહેનની (રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી) જોડીને બધા લોકોએ હાઇલાઇટ કર્યા હતા. તે સમયે પ્રદેશની સત્તાધારી પાર્ટીએ મોટા-મોટા દાવા કર્યા હતા. 2017માં બે યુવકોની જોડીને પણ જનતાએ ફગાવી હતી. ઓપિનિયન પોલ હોય કે એક્ઝિટ પોલ દરેક પ્રકારના દાવાને ફગાવ્યા અને બીજેપીને પોતાનું સમર્થન આપ્યું છે. 2019માં મહાગઠબંધન બન્યું હતું. સપા, કોંગ્રેસ, બસપા. લોકદળ બધા જોડાઇ ગયા હતા. રિઝલ્ટ શું રહ્યું. બીજેપી અને પીએમ મોદીને સમર્થન મળ્યું. મહાગઠબંધન છતા ભાજપા 64 સીટો સાથે નંબર એક પર રહી હતી. બસપાને 10 સીટો, સપાને પાંચ સીટ અને કોંગ્રેસને એક સીટ મળી હતી.
સીએમ યોગીએ કહ્યું કે આ ચૂંટણીમાં પણ ભાજપાને પહેલાની જેમ બહુમત મળશે. અમે 300 સીટોના આંકડાને પાર કરીશું. વૈશ્વિક પંચ પર ભારતની પ્રતિષ્ઠા વધી છે. યૂપીની અંદર 5 વર્ષમાં અમે સુરક્ષાના શાનદાર સ્તર પર આવ્યા છીએ. નિવેશની તકો બની છે. યુવાઓને નોકરી મળી છે. અન્નદાતા ખેડૂતની ખુશહાલી માટે દેવામાફીથી લઇને સિંચાઇની સુવિધા આપી છે. એમએસપી વધારી છે. મહિલાઓને સુરક્ષા મળી છે. આ બધી ચીજો જોડાશે તો બીજેપી 300નો આંકડો પાર કરશે.
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધી છે. ગત સાત વર્ષમાં ભાજપા સરકારમાં દેશે પૂર્વ સરકારની સરખામણીમાં ઘણો વિકાસ કર્યો છે. જ્યારે મહિલાઓને ડબલ એન્જીનની સરકારનો સૌથી વધારે ફાયદો મળ્યો છે. દરેક લોકો યૂપીમાં સુરક્ષિત છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર