Home /News /national-international /Assembly Elections 2022: બીજેપીએ ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ

Assembly Elections 2022: બીજેપીએ ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ

ADRના રિપોર્ટમાં તમામ રાજકીય પક્ષોના ભંડોળની માહિતી

assembly elections 2022 - ઉત્તર પ્રદેશમાં ચોથી યાદીમાં 85 ઉમેદવારોને ટિકિટ (BJP Candidates List)આપવામાં આવી, યૂપીમાં અત્યાર સુધી બીજેપીએ 195 ઉમેદવારોની જાહેરાત કરી

  નવી દિલ્હી : બીજેપીની (BJP) કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં (Uttar Pradesh Assembly Elections 2022) પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. ચોથી યાદીમાં 85 ઉમેદવારોને ટિકિટ (BJP Candidates List)આપવામાં આવી છે. જેમાં કોંગ્રેસના બળવાખોર અદિતિ સિંહને રાયબરેલી સદરથી, પૂર્વ આઈપીએસ અસીમ અરુણને કન્નોજ, બસપાના પૂર્વ મંત્રી રામવીર ઉપાધ્યાયને સાદાબાદ અને હરિઓમ યાદવને સિરસાગંજથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય સમાજવાદી પાર્ટી છોડીને બીજેપીમાં આવેલા નીતિન અગ્રવાલને હરદોઇથી ટિકિટ આપવામાં આવી છે. અત્યાર સુધી બીજેપીએ 195 ઉમેદવારોની જાહેરાત કરી છે.

  બીજેપીની ચોથી યાદીમાં 15 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય હાથરસ સહિત ઘણી સીટો પર બીજેપીના ઉમેદવારોની ટિકિટ પણ કાપવામાં આવી છે. પાર્ટીએ ફરી એક વખત જૂના કાર્યકર્તાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  આ પણ વાંચો - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા સાબિત થયા, અમેરિકાના રાષ્ટ્રપતિને ઘણા પાછળ રાખ્યા

  પંજાબ - બીજેપીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

  બીજી તરફ પંજાબ વિધાનસભાની ચૂંટણી (Punjab Elections)માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. બીજેપીની પ્રથમ યાદીમાં 34 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. બીજેપીએ દાવો કર્યો છે કે તેણે દરેક સમાજના વર્ગને પ્રતિનિધિત્વ આપવાનું કામ કર્યું છે. પંજાબની બધી 117 વિધાનસભાની સીટો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે પરિણામની જાહેરાત 10 માર્ચે થશે.  બીજેપી નેતાએ કહ્યું કે અમે દરેકને આ લિસ્ટમાં સામેલ કરવાનો પ્રયત્ન કર્યો છે. પંજાબે ખેડૂત પરિવાર સાથે સંબંધ રાખનાર 12 લોકોને ટિકિટ આપી છે. આ લિસ્ટમાં 8 લોકો દલિત પરિવારથી છે તો શીખ પરિવારથી સંબંધ રાખનાર 13 લોકોનો સમાવેશ કરાયો છે. આ લિસ્ટમાં ડોક્ટર્સ, વકીલ, ખેલાડી, યુવા, મહિલા અને પૂર્વ આઈએએસ પણ સામેલ છે.

  આ પણ વાંચો - Opinion: મોદી સરકારની સાવધાનીઓથી કોરોના વ્યવસ્થાપનમાં ભારતની સ્થિતિ બ્રિટન અને અમેરિકા કરતા મજબૂત

  બીજેપીએ જાલંધર સેન્ટરથી મનોરંજન કાલિયાને ટિકિટ આપી છે. અમૃતસર નોર્થથી સુખજિંદર સિંહ, સુજાનપુરથી દિનેશ સિંહ બબ્બૂ, અમલોહથી કંવરસિંહ, હરગોબિંદપુરથી બલજિંદર, હોશિયારપુરથી તીક્ષણ સૂદને ટિકિટ આપવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Assembly elections 2022, Elections 2022, બીજેપી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन