Home /News /national-international /

વિધાનસભા ચૂંટણી 2021: સસ્તું ભોજન, ગરીબથી યારી હવે બંગાળની વારી

વિધાનસભા ચૂંટણી 2021: સસ્તું ભોજન, ગરીબથી યારી હવે બંગાળની વારી

પ્રતિકાત્મક તસવીર

આ તમામ પ્રશ્નો વચ્ચે ચૂંટણીના વાયદાઓની સૌથી મોટી ભૂમિકા છે. ચૂંટણી પહેલા રાજનીતિક પાર્ટીઓ વચનો અને ભેંટોનો પટારો ખોલે છે.

  કોલકાત્તાઃ દેશની ચૂંટણીની હવા બિહારથી (election) થઈને હવે બંગાળ (Bengal) પહોંચી ગઈ છે. મમતા બેનર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ચર્ચાના કેન્દ્રમાં છે. વર્ષનો સૌથી મોટો પ્રશ્ન કોનું થશે બંગાળ? પરંતુ બંગાળની સત્તા કોના હાથમાં જશે. કોના હાથમાંથી છટકશે. આ તમામ પ્રશ્નો વચ્ચે ચૂંટણીના (Assembly elections 2021) વાયદાઓની સૌથી મોટી ભૂમિકા છે. ચૂંટણી પહેલા રાજનીતિક પાર્ટીઓ વચનો અને ભેંટોનો પટારો ખોલે છે. આ જ કડીનો ભાગ છે મમતાની 'મા યોજના' - 'સસ્તું ભોજન, ગરીબથી યારી હવે બંગાળની વારી'.

  મમતા બેનર્જીએ પોતાની પાર્ટી મૃણમૂળ કોંગ્રેસના સ્લોગન મા, માટી અને માનુષથી મા શબ્દ લઈને આ યોજનાની શરુઆત કરી છે. કોલકાત્તાથી શરુ થયેલી આ યોજનામાં 16 કોમન કિચન હશે. જેમાં પાંચ રૂપિયામાં એક થાળી ભોજન મળશે. આ થાળીમાં ભાત, દાળ, શાકભાજી અને ઈંડા હશે. સરકાર આ યોજના ધીરે ધીરે પશ્ચિમ બંગાળના અલગ અલગ શહેરોમાં લાગુ કરવા માંગે છે.

  દક્ષિણથી લઈને ઉત્તર સુધી, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર જ્યાં જ્યાં ગયા છે. ત્યાં ત્યાં તેમણે આ પ્રકારની યોજના શરૂ કરવાનો આઈડિયા આપ્યો છે. પરંતુ આ યોજનાની શરુઆત સૌથી પહેલા તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાએ કરી હતી. જેમણે સૌથી પહેલા પોતાના રાજ્યમાં અમ્મા કિચન શરુ કર્યું હતું.

  2017માં હવે પ્રશાંત કિશોર ઉત્તર પ્રદેશ વિધાનસબા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના રણનીતિકાર હતા ત્યારે સપા અને કોંગ્રેસ મળીને ચૂંટણી લડી હતી. એ સમયે તત્કાલીન સીએમ અખિલેશ યાદવે પણ જાહેરાત કરી હતી કે જો તેમની સરકાર બનશે તો અમ્મા કિચનની જેમ સમાજવાદી કિચનની શરુઆત કરશે.

  જો કે, ચૂંટણી આવનારી છે એટલા માટે મમતા સરકારની યોજના ઉપર પ્રશ્ન જરૂર ઉભા થશે. પરંતુ લોકડાઉનના સમયમાં કમ્યુનિટી કિચને મહત્વનો રોલ ભજવ્યો છે. દેશના કરોડો લોકોને કમ્યુનિટી કિચન થકી ફ્રીમાં ભોજન મળ્યું છે. આજે અનેક રાજ્ય સરકારો આ પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે.

  આ પ્રકારની યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી ગરીબોને ઓછા પૈસામાં પૌષ્ટીક ભોજન ઉપલબ્ધ કરાવાનું છે. પરંતુ કમ્યુનિટી કિચનની પરિકલ્પના મહાત્મા ગાંધીએ આજશી આશરે 100 વર્ષ પહેલા કરી હતી.

  મહાત્મા ગાંધી માનતા હતા કે ખાવાનું બનાવતા સીખવું, આપણી શિક્ષા પ્રણાલીનો ભાગ હોવો જોઈએ. દક્ષિણ આફ્રીકાથી પરત આવ્યા બાદ મહાત્મા ગાંધી જ્યારે પહેલીવાર કોલકાત્તાના શાંતિ નિકેતન ગયા હતા ત્યારે વિદ્યાર્થી ઓના રહેણી કરણી પસંદ આવ્યા નહીં. તેમને લાગ્યું કે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે-સાથે પોતાનું કામ પણ જાતે કરે. 10 માર્ચ 1915એ રવિન્દ્ર નાથ ટાગોરની સહમતીથી મહાત્મા ગાંધીએ શાંતિ નિકેતનમાં સેલ્ફ હેલ્પ મૂવમેન્ટની શરુઆત કરી હતી. જ્યાં કમ્યુનિટી કિચનની શરુઆત થઈ. વિદ્યાર્થી વારા ફરથી બધા માટે ખાવાનું બનાવતા હતા.

  જયલલિતાએ કરી હતી શરુઆત
  સૌથી પહેલા 19 ફેબ્રુઆરી વર્ષ 2013માં તમિલનાડુ સરકારે અમ્મા ઉનાવગમ (Amma Unavagam) એટલે કે અમ્મા કેન્ટીનની શરુઆત કરી હતી. આ યોજના અંતર્ગત રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશન સબ્સિડાઈઝ રેટ ઉપર રાંધેલુ ભોજન આપે છે. તમિલનાડુના અમ્મા કેન્ટીનમાં સાઉથ ઈન્ડિયાન ખાવાનું મળે છે. જેમાં 1 રૂપિાયમાં ઈડલી, પાંચ રૂપિયા પ્રતિ પ્લેટના હિસાબે સાંભર અને ચાવલ, ત્રણ રૂપિયા પ્લેટના હિસાબથી દહીં ચાવલ મળે છે.

  તમિલનાડુ બાદ દેશના અનેક રાજ્યોએ આ મોડલને અપનાવ્યું છે. કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્રી, ઓડિશાની સરકારોએ પણ કમ્યુનિટી કિચનની શરુઆત કરી છે.

  કર્ણાટકમાં ઈન્દિરા કેન્ટીન
  કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શહેરી ગરીબોને ઓછા પૈસામાં ત્રણ સમયનું ભોજન આપવા માટે ઈન્દિરા કેન્ટીનની શરુઆત કરી હતી. 16 ઓગસ્ટ 2017એ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના બેંગલુરુમાં આ યોજનાનુ ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં આને બેંગલુરુ ઉપરાંત રાજ્યાના નાના શહેરો મૈસૂર, મેંગલોર, શિમોગા, હુબલી, કલબુર્ગીમાં પણ શરુ કરી હતી.

  મહારાષ્ટ્રમાં શિવ ભોજન યોજના
  મહારાષ્ટ્ર સરકારે 26 જાન્યુઆરી 2020એ શિવ ભોજન યોજનાની શરુઆત કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ 10 રૂપિયામાં ભોજન ઉપલબ્ધ કરાવવાનો છે. લોકડાઉન દરમિયાન તાથીના ભાવ ઘટાડીને 5 રૂપિયા કરી દીધા હતા. શિવ ભોજન થાળીમાં બે રોટલી, એક શાક અને થોડા દાળ અને ભાત આપવામાં આવે છે.

  તેલંગાણામાં અન્નપૂર્ણા
  તેલંગાણામાં વર્ષ 2014માં રાજ્ય સરકારે અન્નપૂર્ણા યોજનાની શરુઆત કરી હતી. આ યોજના અંતર્ગત ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 5 રૂપિયા પ્રતિ થાળીના હિસાબથી ભોજન આપવામાં આવે છે. 2014માં 8 જગ્યાઓથી આની શરુઆત કરી હતી. પરંતુ હવે 150 કેન્દ્રોથી રોજના આશરે 25 હજાર લોકો સસ્તા દરથી રાંધેલું ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

  આંધ્ર પ્રદેશમાં NTR કેન્ટીન
  આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી નારા ચંદ્ર બાબુ નાયડુએ એનટીઆર કેન્ટીનની શરુઆત કરી હતી. જેમાં નાસ્તો, બપોરે ખાવાનું અને રાત્રે ભોજન મળતું હતું. નાશ્તો 5 રૂપિયામાં અને ભોજન 15 રૂપિાય પ્રતિ થાળીના હિસાબથી મળી હતી. પરંતુ વર્ષ 2019માં વાઈએસ જગન મોહન રેડ્ડીની સરકારે આ યોજનાને બંધ કરી દીધી હતી.

  લોકડાઉનમાં સીમા વધી
  આ રાજ્યો ઉપરાંત દેશના અનેક રાજ્યોએ આ પ્રકારની યોજનાઓ શરૂ કરી હતી. ખાસરીતે કોરોના મહામારી દરમિયાન, લોકડાઉનમાં અનેક રાજ્યોમાં મફતમાં ભોજન ઉપલબ્ધ કરાવ્યું. ઝારખંડ અને બિહાર જેવા રાજ્યોમાં પણ લોકડાઉન દરમિયાન રાંધેલું ભોજન મફતમાં લોકો સુધી પહોંચાડ્યું હતું.

  ભલે ઓછી કિંમત પર રાંધેલુ ભોજન ઉપલબ્ધ કરાવવાની યોજનાઓ છેલ્લા 8 વર્ષથી શરુ થઈ હોય પરંતુ કાચું અનાજ કેન્દ્ર સરકાર પહેલાથી જ ગરીબોને ઉપલબ્ધ કરાવતી રહી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત 75 ટકા ગ્રામીણો અને 50 ટકા શહેરી વસ્તીને સસ્તું અનાજ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

  કમ્યનિટી કિચનના ઈતિહાસ
  કમ્યુનિટી કિચનનો ઈતિહાસ એટલો જૂનો છે જેટલો સિખ ધર્મ છે. 15મી શદીમાં સિખ ધર્મના સંસ્થાપક અને પહેલા ગુરુ ગુરુનાનક દેવના લંગર એટલે કે કમ્યુનિટી કિચનની શરુઆત કરી હતી. લંગર શબ્દ પર્સિયન ભાષાનો શબ્દ છે. જેનો મતલબ છે ગરીબો માટે શરણ, દેશ ભરના ગુરુદ્વારોમાં જે લંગર ચલાવવામાં આવે છે તે કમ્યુનિટી કિચનનું સારું ઉદાહરણ છે.

  ગ્લોબર હંગર ઇન્ડેક્સ
  2020ના ગ્લોબર હંગર ઇન્ડેક્સના 107 દેશોની યાદીમાં ભારત 94માં નંબર ઉપર છે. ડેટા પ્રમાણે ભારતની 14 ટકા વસ્તી કુપોષિત છે. GHIના ડેટા પ્રમાણે પડોશી બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાનના આપણાથી થોડી સારી સ્થિતિમાં છે. એટલે કે ભારતમાં એવા વધારે કમ્યુનિટી કિચન કોલવાની જરૂરત છે. જેથી સસ્તા દર ઉપર લોકોને રાંધેલું ભોજન ઉપલબ્ધ કરાવી શખાય.
  Published by:ankit patel
  First published:

  Tags: Election 2021, West bengal

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन