છત્તીસગઢ-રાજસ્થાન અને એમપીમાં BJPને ઝટકો, કોંગ્રેસની થઈ શકે છે વાપસી: સર્વે

News18 Gujarati
Updated: October 8, 2018, 7:19 AM IST
છત્તીસગઢ-રાજસ્થાન અને એમપીમાં BJPને ઝટકો, કોંગ્રેસની થઈ શકે છે વાપસી: સર્વે
લોકસભા ચૂંટણીમાં મતદાનને લઈ જનતાના મનની વાત કઈક અલગ જ છે. ત્રણ રાજ્યના લોકો લોકસભા ચૂંટણીમાં બીજેપીના પક્ષમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.

લોકસભા ચૂંટણીમાં મતદાનને લઈ જનતાના મનની વાત કઈક અલગ જ છે. ત્રણ રાજ્યના લોકો લોકસભા ચૂંટણીમાં બીજેપીના પક્ષમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.

  • Share this:
ચૂંટણી પંચે શનીવારે પાંચ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગણામાં ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. 'એબીપી ન્યૂઝ સી વોટર'ના ઓપિનિયન પોલ અનુસાર, ત્રણ રાજ્યની ચૂંટણીમાં બીજેપીને મોટો ઝટકો લાગી શકે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપીને સત્તા ગુમાવવાનો વારો આવી શકે છે. તાજા સર્વે અનુસાર, આ ત્રણ રાજ્યોમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ રહેશે, જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસ મોટા અંતર સાથે સત્તામાં વાપસી કરી શકે છે.

શનીવારે આવેલા સર્વે અનુસાર, મધ્યપ્રદેશમાં આ વખતે કોંગ્રેસ પાર્ટી બહુમત સાથે સરકાર બનાવી શકે છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. આ ટક્કરમાં જીત્યા બાદ કોંગ્રેસની 15 વર્ષ બાદ સત્તામાં વાપસી થશે. સર્વે અનુસાર, રાજસ્થાનમાં કોંગ્રેસ મોટા અંતરથી જીત મેળવી શકે છે.

આ સર્વે 1થી 30 સપ્ટેમ્બર વચ્ચે ત્રણ રાજ્યોની તમામ વિધાનસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. છત્તીસગઢમાં 9906 રાજસ્થાનમાં 7797 અને મધ્યપ્રદેશમાં 8493 લોકોની સલાહ લેવામાં આવી છે.

સર્વે અનુસાર, રાજસ્થાનમાં કુલ 200 બેઠકમાંથી કોંગ્રેસ એકલી 142 બેઠક જીતી શકે છે. જ્યારે સત્તા પર રહેલી બીજેપી માત્ર 50થી 56 બેઠક જીતી શકે તેવી શક્યતા છે.

શું કહે છે સર્વે

મધ્યપ્રદેશ (કુલ સીટ - 230)કોંગ્રેસ - 122 (41.5%)
ભાજપ - 108 (42.2%)
અન્ય - 0 (16.3%)

2013માં પ્રદર્શન
કોંગ્રેસ - 58 (36.38%)
ભાજપ - 165 (44.88%)
અન્ય - 7 (11.67%)

છત્તીસગઢ (કુલ સીટ - 90)
કોંગ્રેસ - 47 (38.9%)
ભાજપ - 40 (38.6%)
અન્ય - 3 (22.25%)

2013માં પ્રદર્શન
કોંગ્રેસ - 39 (40 %)
ભાજપ - 49 (41 %)
અન્ય - 2 (19%)

રાજસ્થાન (કુલ સીટ - 200)
કોંગ્રેસ - 142 (50 %)
ભાજપ - 56 (34 %)
અન્ય - 2 (16 %)

2013માં પ્રદર્શન
કોંગ્રેસ - 21 (33.1%)
ભાજપ - 163 (45.2%)
બસપા - 3 (3.4 %)
અન્ય - 13 (18 %)

લોકસભા ચૂંટણીનું સેમિફાઈનલ
પાંચ રાજ્યોમાં થનારી ચૂંટણીને 2019ની લોકસભા ચૂંટણીના સેમિફાઈનલના રૂપમાં જોવામાં આવી રહી છે. પરંતુ, સર્વે અનુસાર, લોકસભા ચૂંટણીમાં મતદાનને લઈ જનતાના મનની વાત કઈક અલગ જ છે. ત્રણ રાજ્યના લોકો લોકસભા ચૂંટણીમાં બીજેપીના પક્ષમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.

લોકસભામાં કોને વોટ આપશો

મધ્યપ્રદેશ (કુલ સીટ - 29)
કોંગ્રેસ - 42 %
ભાજપ - 49 %
અન્ય - 9 %

છત્તીસગઢ - 11 સીટ
બીજેપી - 47%
કોંગ્રેસ - 43%
અન્ય - 13%

રાજસ્થાન સીટ - 25
બીજેપી - 47%
કોંગ્રેસ - 43%
અન્ય - 10%

પાંચ રાજ્યોમાં ક્યારે મતદાન યોજાશે
ચૂંટણી પંચ અનુસાર, છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કા માટે 12 નવેમ્બરે મતદાન અને બીજા તબક્કા માટે 20 નવેમ્બરે મતદાન યોજાશે. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બરે ચૂંટણી યોજાશે. જ્યારે, રાજસ્થાન અને તેલંગણામાં એક સાથે 7 ડિસેમ્બરે વોટિંગ થશે. પાંચ રાજ્યો માટે 11 ડિસેમ્બરે કાઉન્ટિંગ થશે અને એજ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.
First published: October 7, 2018, 9:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading