Assembly Election Results: કોંગ્રેસે કેપ્ટન અમરિંદર પર ફોડ્યું હારનું ઠીકરું, બાકી રાજ્યો પર કહ્યું- આત્મમંથન કરીશું
Assembly Election Results: કોંગ્રેસે કેપ્ટન અમરિંદર પર ફોડ્યું હારનું ઠીકરું, બાકી રાજ્યો પર કહ્યું- આત્મમંથન કરીશું
સુરજેવાલાએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં અમે કોંગ્રેસને જમીની સ્તર પર ફરીથી સજીવન કરવામાં તો સફળ રહ્યા છીએ પણ આ જનમતને સીટોમાં ફેરવી શક્યા નહીં
assembly election results 2022 - કોંગ્રેસે પંજાબને લઇને કહ્યું કે રાજ્યમાં ચરણજીત સિંહ ચન્નીના રુપમાં અમે એક વિનમ્ર, સ્વચ્છ અને જમીન સાથે જોડાયેલ નેતૃત્વ આપવાનો પ્રયત્ન કર્યો પણ અમરિંદર સિંહના નેતૃત્વમાં સાડા ચાર વર્ષની સત્તા વિરોધી લહેરથી બહાર આવી શક્યા નહીં
નવી દિલ્હી : પંજાબ વિધાનસભા ચૂંટણી -2022માં (Punjab Election Results 2022) થયેલા કારમા પરાજય માટે કોંગ્રેસે (Congress) પરાજયનું ઠીકરું પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટી છોડીને ગયેલા અમરિંદર સિંહ (Captain Amarinder Singh)પર ફોડ્યું છે. ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત 5 રાજ્યોમાં આવેલા પરિણામો પર પાર્ટી તરફથી જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહ્યું કે પંજાબમાં અમરિંદર સિંહના નેતૃત્વમાં સાડા ચાર વર્ષની સત્તા વિરોધી લહેરથી ચરણજીત સિંહ બહાર આવી શક્યા નહીં. પાર્ટીએ યૂપી, ઉત્તરાખંડ અને ગોવાના પરિણામો પર મળેલા પરાજય પછી કહ્યું કે આપણા માટે એક શીખ છે કે આપણે જમીન પર વધારે મહેનત કરવાની જરૂર છે.
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પાર્ટી તરફથી કહ્યું કે વિવેક, નિર્ણય પર કોઇપણ સવાલ ઉઠાવી શકાય નહીં. એવું અમારું માનવું છે. 5 રાજ્યોમાં ચૂંટણી પરિણામ કોંગ્રેસ પાર્ટીની આશાની વિપરિત રહ્યા છે. અમને ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં શાનદાર પરિણામની અપેક્ષા હતી. જોકે અમે એ સ્વીકાર કરીએ છીએ કે અમે જનતાના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં અસફળ રહ્યા છીએ.
કોંગ્રેસે પંજાબને (Punjab) લઇને કહ્યું કે રાજ્યમાં ચરણજીત સિંહ ચન્નીના રુપમાં અમે એક વિનમ્ર, સ્વચ્છ અને જમીન સાથે જોડાયેલ નેતૃત્વ આપવાનો પ્રયત્ન કર્યો પણ અમરિંદર સિંહના નેતૃત્વમાં સાડા ચાર વર્ષની સત્તા વિરોધી લહેરથી બહાર આવી શક્યા નહીં. જનતાએ ફેરફાર માટે મતદાન કર્યું છે. અમે જનતાના આ જનાદેશનો સ્વીકાર કરીએ છીએ અને આમ આદમી પાર્ટી, ભગવંત માન, અરવિંજ કેજરીવાલને અભિનંદન પાઠવીએ છીએ.
સુરજેવાલાએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં અમે કોંગ્રેસને જમીની સ્તર પર ફરીથી સજીવન કરવામાં તો સફળ રહ્યા છીએ પણ આ જનમતને સીટોમાં ફેરવી શખ્યા નહીં. જોકે કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશની દરેક વિધાનસભામાં ગલી-મોહલ્લા સુધી પહોંચી છે. ઉત્તરાખંડ અને ગોવામાં શાનદાર ચૂંટણી લડ્યા પણ જનતાનું મન જીત શક્યા નહીં. વિજયના આંકડા સુધી પહોંચી શક્યા નહીં. અમારા માટે એક શીખ છે કે અમારે જમીન સ્તર પર વધારે મહેનત કરવાની જરૂર છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર