Home /News /national-international /Assembly Election Results 2022: ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપનો કેસરિયો લહેરાયો, પંજાબમાં AAP ની સુનામી
Assembly Election Results 2022: ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપનો કેસરિયો લહેરાયો, પંજાબમાં AAP ની સુનામી
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપનો વિજય
Election Results 2022 - ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે યોગી આદિત્યનાથ ફરી એક વખત મુખ્યમંત્રી બની રહ્યા છે
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી-2022ના (Assembly Election Results 2022) પરિણામ હવે સ્પષ્ટ થવા લાગ્યા છે. પાંચમાંથી ચાર રાજ્ય ઉત્તર પ્રદેશ ( Uttar Pradesh Election 2022), ઉત્તરાખંડ (Uttarakhand Election 2022), ગોવા અને મણિપુરમાં બીજેપીની સરકાર બની રહી છે. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામમાં કયા રાજ્યમાં કયા પક્ષની શું સ્થિતિ છે તે જણાવી રહ્યા છીએ.
ઉત્તર પ્રદેશ - ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે યોગી આદિત્યનાથ ફરી એક વખત મુખ્યમંત્રી બની રહ્યા છે. પ્રદેશની 403 વિધાનસભા સીટોમાંથી ભાજપાનો 273 સીટો પર વિજય થયો છે. સમાજવાદી પાર્ટીનો 125 સીટો પર વિજય થયો છે. કોંગ્રેસનો 2 સીટ પર વિજય થયો છે. 1 સીટ પર બીએસપીનો અને 2 સીટ પર અન્યનો વિજય થયો છે.
પંજાબ - પંજાબમાં આમ આદમી પાર્ટીની લહેર જોવા મળી રહી છે. ભગવંત માન પંજાબના સીએમ બનશે. 117 વિધાનસભા સીટોમાંથી આમ આદમી પાર્ટીનો 92 બેઠકો પર વિજય થયો છે. કોંગ્રેસનો 18 બેઠકો પર વિજય થયો છે. 4 બેઠક પર અકાલી દળ ગઠબંધન અને 2 બેઠકો પર બીજેપીનો વિજય થયો છે. અન્યના ફાળે 1 બેઠક આવી છે.
ઉત્તરાખંડ - ઉત્તરાખંડમાં ફરી એક વખત ભાજપનો જલવો યથાવત્ રહ્યો છે. ઉત્તરાખંડના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ પાર્ટી સતત બીજી વખત સરકાર બનાવશે. રાજ્યની 70 વિધાનસભા સીટોમાંથી 47માં બીજેપીનો વિજય થયો છે. કોંગ્રસનો 19 બેઠક પર વિજય થયો છે. 4 સીટો અન્યને મળી છે.
ગોવા - ગોવામાં ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વખત સરકાર બનાવશે. 40 વિધાનસભા સીટોમાંથી 20માં બીજેપીનો વિજય થયો છે. 12 સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે. 2 બેઠક પર તૃણમુલ કોંગ્રેસ, 2 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠનો પર અન્યનો વિજય થયો છે. મણિપુર - મણિપુરમાં પણ બીજી વખત ભાજપા સરકાર બનાવવા સફળ રહી છે. 60 વિધાનસભા સીટોમાંથી ભાજપાએ 32 બેઠકો પર વિજય મેળવ્યો છે. 7 બેઠકો પર એનપીપી, 5 બેઠક પર એનપીએફ, 5 બેઠક પર કોંગ્રેસ અને 11 બેઠક પર અન્યનો વિજય થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર