'5M Theory: મશીનરી, મની, મોદી, મંદિર અને મીડિયા બધું જ અજમાવાયું'

News18 Gujarati
Updated: December 11, 2018, 6:11 PM IST
'5M Theory: મશીનરી, મની, મોદી, મંદિર અને મીડિયા બધું જ અજમાવાયું'
યોગેન્દ્ર યાદવ (ફાઇલ તસવીર)

આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ (બીજેપીએ) પાંચ- એમ (M) : મશીન, મોદી, મંદિર, મની અને મીડિયા- તેમ છતાં પણ પરિણામો વિપરીત આવ્યા.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો ઉપર મજેદાર ટિપ્પણી કરતા આજે જાણીતા અધ્યાપક, સોફોલોજિસ્ટ અને પૂર્વ 'આપ' નેતા યોગેન્દ્ર યાદવ જણાવ્યું એક જાણીતી વેબસાઈટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પરિણામો ખરેખર નિર્ણાયક બની શકે તેમ છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ (બીજેપીએ) પાંચ- એમ (M) : મશીન, મોદી, મંદિર, મની અને મીડિયા- તેમ છતાં પણ પરિણામો વિપરીત આવ્યા.

આ ભાજપ માટે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખતા વિચારણીય મુદ્દા છે. યાદવ કહે છે કે, મશીન એટલે કે ભાજપની મશીનરી કૈક અંશે અહીં નિષ્ફળ નીવડી, હું ઈવીએમ મશીનની વાત નથી કરતો. મોદી મેજીક જરૂર છે પરંતુ અહીં ન ચાલ્યો. શક્ય છે કે, પક્ષ તેનો આગામી દિવસોમાં કૈક નવી અને જબરદસ્ત જાહેરાત કરીને ઉપયોગ કરે. કારણ કે, મોદીજી અને ભાજપ આ મામલે બહુ 'સ્માર્ટ' છે, એટલે તે એવું કરી શકે છે.

ત્રીજો M- એટલે કે મંદિરનો મુદ્દો બિલકુલ ન ચાલ્યો આ ચૂંટણીમાં અને કદાચ ચાલી પણ નહિ શકે. હવે રહી અંતિમ બે 'M' ની એટલે કે મની અને મીડિયાની.

આ પણ વાંચોઃ ભાજપની હાર બાદ શિવસેનાએ કહ્યું- જનતાએ પાઠ ભણાવ્યો, આત્મચિંતનની જરૂર

સૌ જાણે છે કે, ભાજપ અત્યારે સૌથી વધારે પૈસાદાર પક્ષ છે અને તે આ પૈસાનો બખૂબી ઉપયોગ કરી શકે છે. હવે વાત છે મીડિયાની : આ ચૂંટણી પરિણામોથી માધ્યમોની ભાષા એકાએક બદલાતી નજર આવી રહી છે. આ બાબત સારી છે, કારણ કે છેલ્લા બે વર્ષથી મીડિયાની જે ભૂમિકા રહી છે તે સૌ કોઈ જાણે છે! મીડિયા મેનીપ્યુલેશન થી ચૂંટણી નથી જીતી શકાતી તેનું સૌથી મોટું ઉદાહરણ છે : છત્તીસગઢના ચૂંટણી પરિણામો.

યાદવ કહે છે કે, મોદી નામની એક જ બાસ્કેટમાં મીડિયા નામના તમામ ઈંડાઓ રાખવાનો કોઈ મતલબ નથી તે આ પરિણામોથી સાબિત થયું છે, જે આગામી દિવસોમાં એક લેવલ-પ્લેયિંગ ફિલ્ડ (Level playing field) તમામ પાર્ટીઓ માટે ઉભું કરશે.આ પણ વાંચોઃ ચૂંટણી પરિણામઃ અમે રામ મંદિર માટે વિકાસને ભૂલ્યા, હવે તેની કિંમત ચુકવીએ છીએઃ બીજેપી MP

યાદ રહે, આગામી લોકસભા ચૂંટણી માત્ર આંકડાઓની માયાજાળ નથી. આ ચૂંટણી જીતવા લોકોને એક સ્વપ્નું આપવું પડશે, જે મોદીજીએ વર્ષ-2014માં લોકોને આપ્યું હતું. આ અંગે જો વિપક્ષ ગંભીર નહિ થાય તો તેને પણ તકલીફ પડી શકે છે. હવે જે પાર્ટીમાં દમ હશે તે જ જીતશે.

ચૂંટણી પરિણામોમાં ભાજપની હાર તેનું 'એરોગન્સ' માત્ર છે.
First published: December 11, 2018, 6:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading