Home /News /national-international /UP, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં 'હોળાષ્ટક' ને કારણે BJP કરી રહી છે સરકાર ગઠનમાં મોડું

UP, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં 'હોળાષ્ટક' ને કારણે BJP કરી રહી છે સરકાર ગઠનમાં મોડું

હોળાષ્ટક પછી ભાજપ રચશે સરકાર (File Photo)

Assembly election live updates: આ વાતની આશા છે કે, હોળી પૂર્ણ થયાનાં તુરંત બાદ ભાજપ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મંણિપુર અને ગોવામાં નવી સરકારનાં ગઠનની પ્રક્રિયા પૂર્ણ કરશે. ઉત્તર પ્રદેશમાં 21 માર્ચનાં નવી સરકાર શપથ ગ્રહણ સમારંભનું આયોજન કરી શકે છે.

વધુ જુઓ ...
  ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મણિપુરમાં પૂર્ણ બહુમત, ગોવામાં બહુમત માટે જરુરી સભ્યોનું સમર્થન મેળવ્યાં બાદ પણ ભારતીય જનતા પાર્ટી હજુ સુધી આ ચાર રાજ્યોમાં સરકારનું ગઠન કરી શકી નથી. તો, પંજાબમાં આમ આદમી પાર્ટીનાં 16 માર્ચનાં સરકાર ગઠન કરી લીધુ છે. અને ભગવંત માન મુખ્યમંત્રી પદની શપથ લઇ ચુક્યાં છે. ભાજપની સરકારનું ગઠન ન થવાની પાછળ માનવામાં આવે છે કે, પાર્ટી શુભ મુહૂર્તનો ઇન્તેઝાર કરી રહી છે.

  વારાણસીના પંડિત અમરજીત દુબે કહે છે કે હોળી પહેલાનો સમયગાળો અશુભ છે, જેને હોલાષ્ટક કહેવાય છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હોળી પૂરી થયા પછી તરત જ ભાજપ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં નવી સરકારો બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરશે. ઉત્તર પ્રદેશમાં 21 માર્ચે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે. દરમિયાન યોગી આદિત્યનાથ, પુષ્કર સિંહ ધામી અને પ્રમોદ સાવંત દિલ્હીમાં બીજેપીના કેન્દ્રીય નેતૃત્વને મળ્યા છે. મણિપુરમાંથી હજુ સુધી કોઈ નેતા દિલ્હી પહોંચ્યા નથી.

  આ પણ વાંચો-Assembly Elections 2022 : ભગવંત માન બન્યા પંજાબના નવા સીએમ, શપથ ગ્રહણ સમારોહમાં કેજરીવાલ રહ્યા હાજર

  અહીં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ યુપી, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબના પાર્ટી અધ્યક્ષોનું રાજીનામું લઈ લીધું છે. આ તમામ રાજ્યોમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે પાર્ટીએ લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. બીજી તરફ, ગુલામ નબી આઝાદના ઘરે યોજાયેલી જી-23 કોંગ્રેસના નેતાઓની બેઠકમાં કહેવામાં આવ્યું છે કે ભાજપનો મજબૂત વિકલ્પ બનવા માટે કોંગ્રેસે સમાન વિચારધારાવાળા પક્ષો સાથે મળીને કામ કરવું પડશે.
  " isDesktop="true" id="1189785" >

  પંજાબમાં ભગવંત માને લીધા CMનાં સપથ-  પંજાબનાં નવા સીએમ તરીકે ભગવંત માને (CM Bhagwant Mann) શપથ લઇ લીધા છે. આ સમારંભમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા. આ સમારોહ શહીદ ભગતસિંહના પૂર્વજોના ગામ ખટકરકલાંમાં યોજવામાં આવ્યો. શહીદ ભગત સિંહના ગામમાં ભગવંત માને (Bhagwant Mann) મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ઈન્કલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. તેણે કહ્યું કે ખટકરકલાં (Khatkar Kalan) ગામ મારા માટે નવું નથી. હું અહીં આવતો રહ્યો છું. અમારે પંજાબમાં વિકાસના ઘણા કામો કરવાના છે. તેણે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનો પણ આભાર માન્યો. એમ પણ કહ્યું કે આપણે વિરોધીઓની નિંદા કરવાની નથી, આપણે માત્ર વિકાસ કરવાનો છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Assembly elections 2022, Assembly Elections Results 2022, Uttrakhand, ગોવા, મણીપુર, યૂપી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन