પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો આજે છેલ્લો દિવસ હોવાથી આજે એક્ઝિટ પોલ આવવાના છે.
2017 Exit Poll Accuracy: મતદાન મથકો છોડતી વખતે મતદાર પાસેથી મળેલા તાત્કાલિક જવાબના આધારે એક્ઝિટ પોલ હાથ ધરવામાં આવે છે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો આજે છેલ્લો દિવસ હોવાથી આજે એક્ઝિટ પોલ આવવાના છે.
પાંચ રાજ્યોમાં ચૂંટણી (Assembly Election 2022) પૂર્ણ થયા બાદ હવે તમામની નજર એક્ઝિટ પોલ (Assembly Election Exit Poll 2022) પર છે. જ્યારે મતદારો મતદાન મથકની બહાર નીકળે છે, ત્યારે જ તેમને પૂછવામાં આવે છે કે તેઓએ કોને મત આપ્યો છે. તેના આધારે સમગ્ર વિધાનસભા મત વિસ્તારનો ડેટા તૈયાર કરવામાં આવે છે. એક્ઝિટ પોલમાં સૌથી વધુ સમર્થન ધરાવતા ઉમેદવારની જીતની આગાહી કરવામાં આવી છે. આજે ટેલિવિઝન પર 2022નો એક્ઝિટ પોલ બતાવવામાં આવશે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે 2017માં ટેલિવિઝન પર દર્શાવવામાં આવેલા એક્ઝિટ પોલમાં કોને કેટલી સીટો આપવામાં આવી હતી અને ખરેખરમાં કેટલી સીટો મળી હતી.
વર્ષ 2017માં ઉત્તરાખંડ ચૂંટણી માટે હાથ ધરવામાં આવેલા એક્ઝિટ પોલમાં ન્યૂઝ24 સાચી આગાહીની નજીક હતું. બીજા બધાનું અનુમાન ખોટું નીકળ્યું હતું. ન્યૂઝ24એ એક્ઝિટ પોલમાં ભાજપને 53 બેઠકો આપી હતી જ્યારે કોંગ્રેસને 15 બેઠકો મળી હતી. ખરેખરમાં ભાજપે 57 બેઠકો જીતી હતી અને કોંગ્રેસ 11 બેઠકો પર સમેટાઇ ગઇ હતી. (એક્ઝિટ પોલ વિશે વધારે માહિતી માટે શેરચેટની આ લિંક પર ક્લિક કરો)
2017 પહેલા ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર હતી. 2017ના એક્ઝિટ પોલમાં ઈન્ડિયા ટુડે એક્સિસે કોંગ્રેસને 12થી 21 બેઠકો અને ભાજપને 46થી 53 બેઠકો આપી હતી. જ્યારે ન્યૂઝ24 ચાણક્યએ કોંગ્રેસને 15 અને ભાજપને 53 સીટો આપી હતી. એ જ રીતે ઈન્ડિયા ટીવી સી વોટરે કોંગ્રેસને 32 અને ભાજપને 29થી 35 બેઠકો આપી હતી.
જ્યારે ઈન્ડિયા ન્યૂઝ એમઆરસીએ કોંગ્રેસને 30 અને ભાજપને 38 બેઠકો આપી હતી. બીજી તરફ એબીપી અને સીએસડીએસે કોંગ્રેસને 23થી 29 અને ભાજપને 34થી 42 બેઠકો આપી હતી. નેટવર્ક 18 એ 2017ના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 26 અને ભાજપને 57 સીટો આપી હતી. જો કે 2017ની ચૂંટણીમાં ભાજપને 57 બેઠકો મળી હતી અને કોંગ્રેસને 11 બેઠકો મળી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર