Home /News /national-international /Election Result 2022 : વિધાનસભા ચૂંટણી પરિણામ 2022- ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં કોની બનશે સરકાર?
Election Result 2022 : વિધાનસભા ચૂંટણી પરિણામ 2022- ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં કોની બનશે સરકાર?
પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામની લોકોની નજર ચૂંટણી પરિણામ પર રહેશે.
Assembly Election Results 2022 News ચૂંટણી પરિણામ 2022 : પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામની લોકોની નજર એક્ઝિટ પોલ (Assembly Election Exit Poll 2022) પર હતી. એક્ઝિટ પોલમાં સૌથી વધુ સમર્થન ધરાવતા ઉમેદવારની જીતની આગાહી કરવામાં આવી છે.
Assembly Election Results : ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણીપુર અને ગોવા વિધાનસભાના પરિણામ પર સૌ કોઇની નજર છે. આજે ગુરુવારે સવારથી પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ થઈ જશે. અને એક પછી એક તમામ ઉમેદવારોના ભવિષ્યનો ફેસલો થશે. ઉત્તર પ્રદેશ, મણિપુર, ગોવા, ઉત્તરાખંડ અને પંજાબમાં કોની સરકાર બનશે એનો ફેસલો આજે થઈ જશે.
એક્ઝિટ પોલ (Assembly Election Exit Poll 2022) પરિણામમાં ત્રણ રાજ્યોમાં ભાજપ અને એક રાજ્યમાં આમ આદમી પાર્ટીનો દબદબો હોવાનું સામે આવ્યું છે ત્યારે ક્યાં કોણ સરકાર બનાવશે એ ગુરૂવારે મત ગણતરી બાદ જ ખબર પડશે. એક્ઝિટ પોલમાં સૌથી વધુ સમર્થન ધરાવતા ઉમેદવારની જીતની આગાહી કરવામાં આવી છે. ટેલિવિઝન પર 2022નો એક્ઝિટ પોલ (Exit Poll) બતાવવામાં આવ્યા છે જેમા ઉત્તર પ્રેશ (Uttar Pradesh Election News)માં ભાજપ (BJP)ની સરકાર બને તેવા એંધાણ છે ત્યાં જ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) સત્તામાં આવે તેવું દેખાય રહ્યું છે.
ઉત્તરાખંડ (Uttarakhand news)ની વાત કરીએ તો ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં લોકોમાં સીએમ ધામીનો ક્રેઝ જોવા મળ્યો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવા ઉપરાંત મણિપુર (Manipur Election)માં પણ ભાજપ સત્તામાં વાપસી કરવા જઈ રહ્યું હોય તેવું દ્રશ્ય દેખાય છે. તમામ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ (Exit Poll) ના પરિણામ પ્રમાણે 4 રાજ્યોમાં ભાજપા અને એકમાં AAP ની સરકાર બની રહી છે. જોકે વિધાનસભાના પરિણામ 10 માર્ચે જાહેર થશે. ત્યારે કોણ સરકાર બનાવશે તે સાચી ખબર પડશે.
જણાવી દઇએ કે, દેશના પાંચ રાજ્યોમાં 10 ફેબ્રુઆરીથી શરૂ થયેલી વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) 7 માર્ચના રોજ પૂર્ણ થઇ હતી. જેના પછી આવેલા એક્ઝિટ પોલમાં તમામ પાર્ટીઓને મળેલા મતોને લઇ આગાહી કરવામા આવી છે. આ એક્ઝિટ પોલ અનુસાર, પંજાબમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવી શકે છે ત્યાં જ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવા ઉપરાંત મણિપુર માં પણ ભાજપ સત્તામાં વાપસી કરશે તેવું દર્શાવાયું છે.
પંજાબનું દ્રશ્ય
પંજાબમાં કોંગ્રેસ ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi)ના ચહેરા પર ચૂંટણી લડી રહી છે. બીજી તરફ તમામ સર્વે મુજબ જીતનો દાવો કરી રહેલી આમ આદમી પાર્ટીએ ભગવંત માનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ છોડીને ભાજપ સાથે મળીને પોતાની પાર્ટી બનાવીને ચૂંટણી લડી હતી, જ્યારે આ વખતે ભાજપે તેના જૂના સાથી શિરોમણી અકાલી દળનો ટેકો ન રાખીને ચૂંટણી લડી હતી. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિદ્ધુ તેમની જૂની બેઠક અમૃતસર પૂર્વથી ચૂંટણી મેદાનમાં છે.
પંજાબની તમામ 117 બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જેમાં 72 ટકા જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે સૌથી ઓછું મતદાન નોંધાયું છે. 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 77.40 ટકા મતદાન થયું હતું, જ્યારે 2007માં તે 75.45 અને 2012માં 78.20 ટકા હતું.
જો કે, 2002ની ચૂંટણીમાં મતદાન ખૂબ જ ઓછું હતું અને તે માત્ર 65.14 ટકા હતું. રાજ્યમાં 81,33,930 પુરુષ મતદારો, 73,35,406 સ્ત્રી મતદારો અને 282 ત્રીજા લિંગના મતદારો નોંધાયેલા છે. રાજ્યની તમામ વિધાનસભા બેઠકોમાંથી મુક્તસર જિલ્લાની ગિદ્દરબાહા બેઠક પર સૌથી વધુ 84.93 ટકા મતદાન નોંધાયું હતું અને અમૃતસર પશ્ચિમ બેઠક પર સૌથી ઓછું 55.40 ટકા મતદાન નોંધાયું હતું.
ઉત્તર પ્રદેશનું દ્રશ્ય
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન (Uttar Pradesh Assembly Elections 2022) 7 માર્ચે સમાપ્ત થઇ ગયું છે. સાત તબક્કામાં યોજાયેલા મતદાન દ્વારા બધા દળોએ પોતાની સરકાર બનશે તેવો દાવો કર્યો છે. હવે બધા 10 માર્ચની રાહ જોઈ રહ્યા છે કારણ કે તે દિવસે પરિણામ જાહેર થશે.
ઉત્તર પ્રદેશના તમામ એક્ઝિટ પોલમાં ભાજપાને પૂર્ણ બહુમત મળી રહી છે. તમામ એજન્સીઓના એક્ઝિટ પોલ એ ઇશારો કરી રહ્યા છે કે યૂપીમાં ફરી ભાજપા સરકાર બની શકે છે. ઉત્તર પ્રદેશને લઇને અત્યાર સુધી આવેલા બધી ચેનલો-એજન્સીઓના એક્ઝિટ પોલમાં ભાજપાને બહુમત મળતું જોવા મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં કુલ 403 બેઠકો પર મતદાન થયું છે.
યૂપી ચૂંટણીમાં યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ (Akhilesh Yadav)કરહલ વિધાનસભા સીટથી ઉમેદવાર છે. જે યાદવ બાહુલ્ય સીટ છે. કેન્દ્રીય મંત્રી અને આગ્રાથી સાંસદ એસપી સિંહ બધેલ (SP Singh Baghel)પણ મેદાનમાં છે. ભાજપાએ તેમને અખિલેશ યાદવ સામે કરહલ સીટથી મેદાનમાં ઉતાર્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)વિધાનસભાની ચૂંટણી ગોરખપુર શહેરથી લડી રહ્યા છે.
છેલ્લી ચૂંટણીના પરિણામો
2017ની વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધન એટલે કે ભાજપ પ્લસને કુલ 325 બેઠકો મળી હતી. તેમાંથી ભાજપ એકલાએ 312 સીટો જીતવામાં સફળતા મેળવી હતી. બીજેપી ગઠબંધનના અન્ય બે પક્ષોમાં, અપના દળ (એસ) એ 11માંથી નવ બેઠકો જીતી હતી અને ભારતીય સુહેલદેવ સમાજ પાર્ટીએ આઠમાંથી ચાર બેઠકો જીતી હતી.
બીજી તરફ સપા અને કોંગ્રેસ ગઠબંધનને માત્ર 54 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસ માત્ર સાત બેઠકો જીતી શકી હતી. આ સિવાય સમાજવાદી પાર્ટીને માત્ર 47 બેઠકો મળી હતી. બીજી તરફ બસપાને 19 બેઠકો મળી હતી. એક સીટ આરએલડીને અને 4 સીટ અન્યના ખાતામાં ગઇ હતી.
ઉત્તરાખંડનું દ્રશ્ય
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી 2022 (Uttarakhand Assembly Elections 2022)માં આ વખતે 14મી ફેબ્રુઆરીના રોજ તમામ 70 બેઠકો માટે એક જ તબક્કામાં પૂર્ણ થઈ હતી. આ દરમિયાન 62.5 ટકા મતદાન થયું હતું.
આ સાથે સીએમ પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami), હરીશ રાવત અને સતપાલ મહારાજ સહિત 632 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. આ પછી ભાજપ અને કોંગ્રેસ પોતાની જીતના દાવા કરી રહ્યા છે. ત્યાં જ આમ આદમી પાર્ટીએ દમ ભર્યો છે, તેથી હવે દરેક લોકો 10 માર્ચની રાહ જોઈ રહ્યા છે.
ટાઈમ્સ નાઉ એક્ઝિટ પોલમાં ભાજપને કુમાઉ, ગઢવાલ અને તેરાઈમાં અનુક્રમે 8, 14 અને 15 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને અહીં 5, 5 અને 21 બેઠકો મળવાની આશા છે. જ્યારે AAPને કુમાઉમાં એક અને તરાઈમાં બીજી સીટ મળતી જણાય છે.
ઉત્તરાખંડમાં બંને પક્ષો એકાંતરે સત્તામાં આવવાની પરંપરાને જોતા આ વખતે કોંગ્રેસની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. બીજી તરફ છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ વિસ્તારોમાં શરૂ કરાયેલા વિવિધ વિકાસના પ્રોજેક્ટને કારણે ભાજપને પોતાની જીતનો વિશ્વાસ છે.
મણિપુરનું દ્રશ્ય
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવા ઉપરાંત મણિપુર (Manipur Election)માં પણ ભાજપ સત્તામાં વાપસી કરવા જઈ રહ્યું છે. જુદા જુદા એક્ઝિટ પોલના પરિણામો (Exit Poll Result)માં ભાજપ (BJP)ને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. જ્યારે કોંગ્રેસ (Congress) આ રેસમાં બીજા નંબરે છે. આ એક્ઝિટ પોલના પરિણામો ભાજપની તરફેણમાં હોવાનો દાવો કરી રહ્યા છે. મણિપુરની 60 બેઠકો પર ચૂંટણીનો સંગ્રામ ખેલાયો છે.
ગોવાનું દ્રશ્ય
ગોવાના એક્ઝિટ પોલની (Goa Exit Poll Result 2022) વાત કરવામાં આવે તો રસપ્રદ મુકાબલો જોવા મળ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. આજતક એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે ગોવામાં બીજેપીને સૌથી વધારે 33 ટકા વોટ મળવાનો અંદાજ છે.
કોંગ્રેસ પણ પાછળ નથી. કોંગ્રેસને 32 ટકા વોટ મળવાનો અંદાજ છે. 40 વિધાનસભા સીટો વાળા આ રાજ્યમાં બીજેપીને 14-18 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 15 થી 10 સીટો મળી શકે છે. ગોવામાં 40 બેઠકો પર મતદાન થયું છે.
ગોવામાં કોંગ્રેસે ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી હતી. આ સિવાય મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ગોવાના સૌથી જૂના ક્ષેત્રીય સંગઠન એમજીપી સાથે ગઠબંધન કર્યું હતું. એક્ઝિટ પોલ પ્રમાણે કોઇ પાર્ટીને બહુમત મળી રહ્યું નથી.
બીજેપીને 14થી 18 સીટો, કોંગ્રેસને 15 થી 20 સીટો, એમજીપીને 2 થી 5 સીટો અને અન્યને 0 થી 5 સીટો મળી શકે છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધારે 17 સીટો મળી હતી. જ્યારે ભાજપાને 13 સીટો મળી હતી. જોકે ભાજપાએ અન્ય દળો અને અપક્ષો સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.
ભાજપે મણિપુર સહિત યુપી, ઉત્તરાખંડ અને ગોવામાં પોતાની સરકાર બનાવવાનો દાવો કર્યો છે. જ્યારે પંજાબમાં પાર્ટીના પ્રદર્શનમાં સુધારો થવાની આશા છે. બીજી તરફ કોંગ્રેસે એક્ઝિટ પોલના પરિણામોને ફગાવી દીધા છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે 10 માર્ચ સુધી રાહ જુઓ, ચિત્ર સ્પષ્ટ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર