ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે આજથી રણશિંગૂ ફુંકાઈ ચુક્યુ છે. ચૂંટણી પંચ આજે એટલે કે, બુધવારે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી રહ્યા છે.
નવી દિલ્હી: ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે આજથી રણશિંગૂ ફુંકાઈ ચુક્યુ છે. ચૂંટણી પંચ આજે એટલે કે, બુધવારે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી રહ્યા છે. તેના માટે પ્રેસ કોન્ફ્રેન્સ પણ બોલાવી છે. આપને જણાવી દઈએ કે, આ ત્રણેય રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે માર્ચમાં ખતમ થઈ રહ્યો છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે આ રાજ્યોમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ જશે. ચૂંટણી સંબંધિત મહત્વની અપડેટ માટે અમારી સાથે જોડાયેલ રહો.
મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમારે જણાવ્યુ છે કે, નાગાલેન્ડ અને મેઘાલયમાં એક સાથે ચૂંટણી યોજાશે. તેમણે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું છે કે, ત્રિપુરામાં જ્યાં 16 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે, તો વળી નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે. આ ત્રણેય રાજ્યોમાં પરિણામ માર્ચમાં આવશે.
નાગાલેન્ડ અને મેઘાલયમાં એક સાથે યોજાશે ચૂંટણી
નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયમાં વોટરોની સંખ્યા 62.8 લાખ
હકીકતમાં જોઈએ તો, નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે મેઘાલય અને ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ ક્રમશ: 15 માર્ચ અને 22 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ એટલે કે, ત્રણેય રાજ્યોની વિધાનસભામાં 60 સભ્ય છે. ચૂંટણી પંચના સૂત્રોએ પહેલા સંકેત આપ્યા હતા કે, બોર્ડ પરીક્ષા અને સુરક્ષા દળોની અવરજવરને ધ્યાનમાં રાખતા ત્રણેય રાજ્યોની ચૂંટણી કાર્યક્રમો તૈયાર કરવામાં આવશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર