Home /News /national-international /

Assembly Election 2022 : પાંચ રાજ્યોમાં સાત ફેઝમાં થશે ચૂંટણી, જાણો કયા રાજ્યમાં ક્યારે થશે મતદાન, 10 માર્ચે ગણતરી

Assembly Election 2022 : પાંચ રાજ્યોમાં સાત ફેઝમાં થશે ચૂંટણી, જાણો કયા રાજ્યમાં ક્યારે થશે મતદાન, 10 માર્ચે ગણતરી

5 રાજ્યોની ચૂંટણી 7 તબક્કામાં થશે

Vidhan Sabha Chunav 2022 Date - ગોવા, પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં 2022માં ચૂંટણી યોજાશે

  Assembly Election 2022 : નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડ એમ પાંચ રાજ્યોમાં વિધાનસભા-2022માં ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી 2022 (Assembly Election 2022)ની તારીખોની (Assembly Election Dates)  જાહેરાત શનિવારે ચૂંટણી પંચે . (Election commission of India)  કરીછે. 5 રાજ્યોની ચૂંટણી 7 તબક્કામાં થશે. ગોવા, ઉત્તરાખંડ, પંજાબમાં એક જ તબક્કામાં ચૂંટણી થશે. જ્યારે ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થશે. 10 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે.

  પંજાબ-ગોવા-ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં ચૂંટણી

  - પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં એક જ તબક્કામાં 14 ફેબ્રુઆરીએ મતદાન
  - મણિપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન
  - 10 માર્ચે પરિણામ

  ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન

  - 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન
  - 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન
  - 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન
  - 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન
  - 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન
  - 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન
  - 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન
  - 10 માર્ચે પરિણામ

  આ પણ વાંચો - Assembly Election 2022 Live Updates: UP સહિતના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જાહેર, 15મી સુધી સભા પર પ્રતિબંધ

  ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન


  8.3 કરોડ મતદાતા મત આપશે

  આ વખતે ચૂંટણીમાં 18.3 કરોડ મતદારો મતદાન કરશે. કોરોના નિયમો અનુસાર ચૂંટણી યોજાશે, આ માટે મતદાન મથક પર ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે મતદાન મથકોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

  આચાર સંહિતના ભંગની ફરિયાદ માટે એપ

  ઉમેદવારોએ ગુનાહિત માહિતી આપવી જરૂરી રહેશે. આયોગ દ્વારા બનાવવામાં આવેલ નો યોર કેન્ડીડેટ એપ પર તમામ ઉમેદવારોની માહિતી ઉપલબ્ધ હશે. આચારસંહિતાના ભંગની ફરિયાદ માટે જુઓ વિજિલ એપ પણ બનાવવામાં આવી છે, જે ફોટો કે વિડિયો શેર કર્યા પછી 100 મિનિટની અંદર કાર્યવાહી કરવામાં આવશે.

  ખર્ચની મર્યાદામાં વધારો કરાયો

  મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે ઉમેદવારોની ખર્ચ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડમાં તે 40 લાખ છે. ગોવા અને મણિપુરમાં આ મર્યાદા 28 લાખ રૂપિયા છે.

  ઉત્તર પ્રદેશમાં કુલ 403 સીટો, ગત વખતે કોને કેટલી મળી હતી સીટો

  ભાજપા - 312
  સમાજવાદી પાર્ટી - 47
  બસપા - 19
  કોંગ્રેસ - 07

  પંજાબમાં 117 સીટ

  કોંગ્રેસ - 77
  આમ આદમી પાર્ટી - 20
  અકાલી દળ - 15
  ભાજપા - 3

  ઉત્તરાખંડમાં કુલ 70 સીટ

  ભારતીય જનતા પાર્ટી - 57
  કોંગ્રેસ - 11

  ગોવામાં કુલ 40 સીટ

  કોંગ્રેસ - 17
  ભાજપા - 13
  એમએજી - 3

  મણિપુરમાં કુલ 60 સીટ

  કોંગ્રેસ - 28
  ભાજપા - 21
  એનપીપી - 4
  એનપીએફ - 4
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Assembly Election, Assembly Election 2022

  આગામી સમાચાર