Home /News /national-international /Goa Exit Poll Result 2022 Update: એક્ઝિટ પોલમાં ગોવામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

Goa Exit Poll Result 2022 Update: એક્ઝિટ પોલમાં ગોવામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

ઇન્ડિયા ટીવી સીએનએક્સના એક્ઝિટ પોલ પ્રમાણે ગોવામાં ભાજપા પૂર્ણ બહુમતની સરકાર બનાવી શકે

Goa Exit Poll Result 2022 - 40 વિધાનસભા સીટો વાળા આ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં સાતમાં તબક્કાના મતદાન (Assembly Election 2022) પૂર્ણ થયા પછી બધા એક્ઝિટ પોલના (Exit Poll Result 2022) પરિણામ સામે આવી રહ્યા છે. ગોવાના એક્ઝિટ પોલની (Goa Exit Poll Result 2022) વાત કરવામાં આવે તો રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

આજતક એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે ગોવામાં બીજેપીને સૌથી વધારે 33 ટકા વોટ મળવાનો અંદાજ છે. કોંગ્રેસ પણ પાછળ નથી. કોંગ્રેસને 32 ટકા વોટ મળવાનો અંદાજ છે. 40 વિધાનસભા સીટો વાળા આ રાજ્યમાં બીજેપીને 14-18 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 15 થી 10 સીટો મળી શકે છે.

આ પણ વાંચો - એક્ઝિટ પોલ પ્રમાણે 4 રાજ્યોમાં ભાજપા, એકમાં બની રહી છે AAP ની સરકાર

ઇન્ડિયા ટીવી સીએનએક્સના એક્ઝિટ પોલ પ્રમાણે ગોવામાં ભાજપા પૂર્ણ બહુમતની સરકાર બનાવી શકે છે. ઇન્ડિયા ટીવી ગોવા એક્ઝિટ પોલમાં ભાજપાના ખાતામાં 32 ટકા વોટ શેર આવી રહ્યા છે. કોંગ્રેસ અને ગોવા ફોરવર્ડ પાર્ટી ગઠબંધનને 29 ટકા વોટ શેર મળી રહ્યા છે. MGF અને TMC ગઠબંધનને 12 ટકા, આમ આદમી પાર્ટીને 14 ટકા અને અન્યને 13 ટકા વોટ શેર મળી શકે છે.

(એક્ઝિટ પોલ વિશે વધારે માહિતી માટે શેરચેટની આ લિંક પર ક્લિક કરો)ગોવામાં કોંગ્રેસે ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી હતી. આ સિવાય મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ગોવાના સૌથી જૂના ક્ષેત્રીય સંગઠન એમજીપી સાથે ગઠબંધન કર્યું હતું. એક્ઝિટ પોલ પ્રમાણે કોઇ પાર્ટીને બહુમત મળી રહ્યું નથી. બીજેપીને 14થી 18 સીટો, કોંગ્રેસને 15 થી 20 સીટો, એમજીપીને 2 થી 5 સીટો અને અન્યને 0 થી 5 સીટો મળી શકે છે.

આ પણ વાંચો - ઉત્તર પ્રદેશના એક્ઝિટ પોલમાં ભાજપાને પૂર્ણ બહુમત, જાણો કેટલી મળશે સીટો

ઉલ્લેખનીય છે કે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધારે 17 સીટો મળી હતી. જ્યારે ભાજપાને 13 સીટો મળી હતી. જોકે ભાજપાએ અન્ય દળો અને અપક્ષો સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ઘણા કોંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે અને સદનમાં હવે પાર્ટીના બે ધારાસભ્ય છે.

પંજાબમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત

એક્ઝિટ પોલ પ્રમાણે પંજાબમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળવાની સંભાવના છે. ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસને 27, આમ આદમી પાર્ટીને 60, અકાલી દળ ગઠબંધનને 25, ભાજપા ગઠબંધનને 4 અને અન્યને 1 સીટ મળવાનો અંદાજ છે.
First published:

Tags: Assembly Election 2022, Election 2022, Exit Poll Results 2022, એક્ઝિટ પોલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો