Home /News /national-international /

Assembly Election 2022: કોરોના સંક્રમિત પણ વોટ આપી શકશે, આવી છે ચૂંટણી પંચની તૈયારીઓ

Assembly Election 2022: કોરોના સંક્રમિત પણ વોટ આપી શકશે, આવી છે ચૂંટણી પંચની તૈયારીઓ

ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની (Assembly Election 2022) જાહેરાત કરી

Assembly Election-2022 Dates : કોરોનાના વધી રહેલા કેસ જોતા ચૂંટણી પંચે 15 જાન્યુઆરી સુધી રાજનીતિક રેલીઓ પર પ્રતિબંધ લગાવ્યો, ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ, મણિપુર અને ઉત્તરાખંડમાં 2022માં ચૂંટણી યોજાશે

    નવી દિલ્હી : ચૂંટણી પંચે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની (Assembly Election 2022) જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે કોરોનાની સ્થિતિ વચ્ચે ચૂંટણી માટે તમામ પક્ષોના સૂચનો ધ્યાને લેવામાં આવ્યા છે. આ માટે ઘણી ગાઇડલાઇન્સ બનાવી છે. ચૂંટણી પંચે (Election commission of India)કોરોનાના વધી રહેલા કેસ જોતા 15 જાન્યુઆરી સુધી રાજનીતિક રેલીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે રાજનીતિક પાર્ટીઓ આજથી 15 જાન્યુઆરી સુધી રોડ શો, રેલી, સાઇકલ રેલી, પદયાત્રાની મંજૂરી રહેશે નહીં. 15 જાન્યુઆરી પછી તેના પર વિચાર કરવામાં આવશે. કોઇ રેલી નહીં થાય, કોઇ નુક્કડ સભા નહીં થાય, જીતની ઉજવણીની પરવાનગી નથી. ચૂંટણી પંચે આ નિર્ણય કોરોનાની (coronavirus)ત્રીજી લહેરને જોતા કર્યો છે.

    કોરોના સંક્રમિત પણ કરી શકશે વોટિંગ

    મહામારી દરમિયાન પ્રથમ વખત એવું થવા જઈ રહ્યું છે કે જ્યારે કોવિડ સંક્રમિત વ્યક્તિઓ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. એટલે કે કોરોના સંક્રમિત વ્યક્તિ પણ પોતાનો વોટ આપી શકશે. કોરોના દર્દી કે સંદિગ્ધના ઘરે વીડિયો ટીમ સાથે ચૂંટણી પંચની ટીમ વિશેષ વાનથી જશે. વોટ નખાવીને પરત ફરશે. તેમને બેલેટ પેપરથી વોટ આપવાનો અધિકાર મળશે.

    ચૂંટણી દરમિયાન કોરાના ગાઇડલાઇન્સ

    - કોરોના વચ્ચે ચૂંટણી પડકારજનક નવા કોવિડ પ્રોટોકોલ સાથે થશે.
    - કોરોના સંક્રમિત પણ વોટ આપી શકે તે માટે દર્દીઓને પોસ્ટલ બેલેટની સુવિધા મળશે.
    - બધા ચૂંટણી કર્મચારીને કોરોના વેક્સીનના બે ડોઝ લીધેલા હશે.
    - કોરોનાને જોતા બધા પોલિંગ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે.
    - બૂથ પર સેનિટાઇઝર, માસ્ક ઉપલબ્ધ રહેશે.
    - મતદાન કેન્દ્ર પર ભીડ ના થાય તેટલા માટે સમય એક કલાક વધારવામાં આવ્યો છે.
    - એક મતદાન કેન્દ્ર પર ફક્ત 1250 લોકો જ વોટ કરી શકશે.

    આ પણ વાંચો - Assembly Election 2022 : પાંચ રાજ્યોમાં સાત ફેઝમાં થશે ચૂંટણી, જાણો કયા રાજ્યમાં ક્યારે થશે મતદાન, 10 માર્ચે ગણતરી

    ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન

    - 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન

    - 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન

    - 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન

    - 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન

    - 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન

    - 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન

    - 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન

    - 10 માર્ચે પરિણામ

    પંજાબ-ગોવા-ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં ચૂંટણી

    - પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં એક જ તબક્કામાં 14 ફેબ્રુઆરીએ મતદાન

    - મણિપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન

    - 10 માર્ચે પરિણામ
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly Election 2022, Coronavirus, Election 2022

    આગામી સમાચાર