Home /News /national-international /

Assembly Election 2021: બીજેપી નેતા શુભેન્દુના ભાઈની કાર પર હુમલો, TMC નેતા પર આરોપ

Assembly Election 2021: બીજેપી નેતા શુભેન્દુના ભાઈની કાર પર હુમલો, TMC નેતા પર આરોપ

બીજેપી ઉમેદવારના ભાઈની કાર પર હુમલો.

પશ્ચિમ બંગાળની 30 વિધાનસભા બેઠક અને આસામની 47 બેઠક માટે આજે મતદાન. બંને રાજ્યમાં પ્રથમ તબક્કામાં નોંધાયેલા મતદારોનો સંખ્યા 1.54 કરોડથી વધારે છે.

  નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ (West Bengal assembly election 2021) અને આસામ વિધાનસાભા ચૂંટણી (Assam assembly election 2021)ના પ્રથમ તબક્કાનું મતદાન શનિવારે શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં અનેક રાજકીય નેતાઓનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. બંને રાજ્યમાં પ્રથમ તબક્કા (First phase voting)માં નોંધાયેલા મતદારોનો સંખ્યા 1.54 કરોડથી વધારે છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 30 વિધાનસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે. જેમાંથી મોટાભાગની બેઠકો એક સમયે નક્સલ પ્રભાવ હેઠળ રહેલા જંગલમહલ વિસ્તારમાં આવે છે. આથી તમામની નજર આ વિસ્તારમાં થઈ રહેલા મતદાન પર છે. બીજી તરફ  પીએમ મોદીએ બંને રાજ્યના મતદારોને પોતાના મતાધીકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ આસામ અને બંગાળ બંને માટે અલગ અલગ ટ્વીટ કરીને લોકોને મોટા પ્રમાણમાં મતદાન  કરવાની અપીલ કરી છે.

  બીજેપી નેતાના ભાઈની કાર પર હુમલો:

  પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શુભેન્દુ અધિકારીના ભાઈ સૌમેન્દુ પર હુમલાના સમાચાર પ્રાપ્ત થયા છે. હુમલા અંગે અધિકારી ભાઈઓમાંથી એક દિબ્યેન્દુએ કહ્યુ કે કે, ટીએમસીના બ્લોક પ્રમુખે સોમેન્દુની ગાડીનો કાચ તોડી નાખ્યો હતો. તેના ડ્રાઇવર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શુભેન્દુ અધિકારી અને સૌમેન્દુ અધિકારી બીજેપીમાં જોડાયા છે. શુભેન્દુ બંગાળના પૂર્વ મંત્રી અને ટીએમસીના કદાવર નેતા રહી ચૂક્યા છે. બીજેપીએ તેમને નંદીગ્રામ બેઠક પરથી તૃણમૂલ સુપ્રીમો મમતા બેનરજી સામે મેદાનમાં ઉતાર્યાં છે.

  આસામ વિધાનસભાની 126 બેઠકમાંથી આજે 47 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, વિધાનસભાના અધ્યક્ષ હીરેન્દ્રનાથ ગોસ્વામી અને આસાસ પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ રિપુન બોરાની કિસ્મત દાવ પર છે. આ ઉપરાંત સત્તાધારી ભાજપ તથા આસામ ગણ પરિષદના અનેક મંત્રીઓનું કિસ્મત પ્રથમ તબક્કામાં ઈવીએમમાં કેદ થશે.

  આસામમાં આ તબક્કામાં મોટાભાગની બેઠક સત્તાધારી ભાજપ-એજીપી ગઠબંધન, કૉંગ્રેસના વડપણ હેઠળનું વિપક્ષ મહાગઠબંધન અને નવરચિત આસામ જાતીય પરિષ્દ (એજેપી) વચ્ચે ત્રિકોણીય જંગ થવાનો અંદાજ છે. આ માટે મતદાન સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. કોવિડના નિયમોનું પાલન કરવાની સાથે સાથે આ બંને જગ્યાએ મતદાન થઈ રહ્યું છે.

  પશ્ચિમ બંગાળમાં તૃણમૂલને બીજેપીની ટક્કર

  ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસને આ વખતે ભારતીય જનતા પાર્ટી કાંટાની ટક્કર આપી રહી છે. રાજ્યમાં 274 વિધાનસભાની બેઠક માટે 27મી માર્ચથી 29 એપ્રિલ વચ્ચે આઠ તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં ફક્ત પાંચ જિલ્લાની 30 બેઠક માટે મતદન યોજાયું છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Assembly Election 2021, Election 2021, West bengal, આસામ, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભાજપ

  આગામી સમાચાર