Home /News /national-international /સર્જિકલ સ્ટ્રાઈક પર આસામના હિમંતા બિસ્વા સરમાએ 'વીડિયોગ્રાફિક પુરાવો' રજૂ કર્યો

સર્જિકલ સ્ટ્રાઈક પર આસામના હિમંતા બિસ્વા સરમાએ 'વીડિયોગ્રાફિક પુરાવો' રજૂ કર્યો

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (ફાઇલ ફોટો)

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (K Chandrashekar Rao) અને આસામના તેમના સમકક્ષ હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) વચ્ચે રાજકીય સંઘર્ષ ચાલુ રાખતા ભાજપના મુખ્યમંત્રીએ સોમવારે સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike)ના "વીડિયોગ્રાફિક પુરાવા" રજૂ કર્યા હતા.

વધુ જુઓ ...
  તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (K Chandrashekar Rao) અને આસામના તેમના સમકક્ષ હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) વચ્ચે રાજકીય સંઘર્ષ ચાલુ રાખતા ભાજપના મુખ્યમંત્રીએ સોમવારે સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike)ના "વીડિયોગ્રાફિક પુરાવા" રજૂ કર્યા હતા. ખરેખરમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કેન્દ્ર પાસે સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવાની માંગ કરી હતી., જેને KCRએ સમર્થન આપ્યું હતું. આસામના મુખ્યમંત્રી પણ તેનો જવાબ આપી રહ્યા હતા.

  આજે હિમંતા બિસ્વા સરમાએ કુ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેનું શીર્ષક છે: “પ્રિય કેસીઆર જી, અમારી બહાદુર સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયોગ્રાફિક પુરાવો આ રહ્યો. આમ છતાં તમે અમારા સશસ્ત્ર દળોની બહાદુરી પર સવાલ ઉઠાવો છો અને તેમનું અપમાન કરો છો. તમે અમારી સેનાને નિશાન બનાવવા અને બદનામ કરવા માટે આટલા તલપાપડ કેમ છો? નવું ભારત આપણી સેનાનું અપમાન સહન નહીં કરે.
  આ પણ વાંચો- ગમે તે સમયે Ukraine બનશે યુદ્ધની રણભૂમિ, ઘણા દેશોએ પોતાના નાગરીકોને પરત બોલાવ્યા

  રાહુલ ગાંધીએ માંગ કરી હતી કે કેન્દ્ર 2016માં પાકિસ્તાનમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019માં એર સ્ટ્રાઈકના પુરાવા રજૂ કરે. KCRએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “રાહુલ ગાંધી દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવામાં કંઈ ખોટું નથી. એમાં શું ખોટું હતું?"

  તેણે આગળ કહ્યું, “હવે હું પણ પૂછું છું… ભારત સરકારને પુરાવા દેખાડવા દો. આ તેમની જવાબદારી છે. લોકોમાં આશંકા છે… ભાજપ ખોટો પ્રચાર કરે છે તેથી લોકો પુરાવા માંગે છે… અને લોકશાહીમાં… તમે રાજા નથી.”

  આ પણ વાંચો- શહીદ જવાનને વરની જેમ સજાવ્યા બાદ બેન્ડબાજા સાથે નીકળી અંતિમ યાત્રા, જાણો કેમ

  તેલંગાણાના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે સરમાએ તેમની ટિપ્પણી માટે માફી માંગવી જોઈએ જેમાં તેમણે રાહુલ ગાંધીના વંશ પર સવાલ ઉઠાવ્યા હતા. નોંધપાત્ર રીતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવાની માંગણી કરવા બદલ રાહુલ ગાંધી પર હુમલો કરતા મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે કહ્યું કે તેમણે ક્યારેય તેમના પિતા વિશે પુરાવા માંગ્યા નથી.

  ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની તરફેણમાં ઝુંબેશ ચલાવતા આસામના મુખ્ય પ્રધાને કહ્યું કે દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, સ્વર્ગસ્થ બિપિન રાવતના નેતૃત્વમાં પાકિસ્તાનમાં આર્મી દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક્સના ગાંધીએ પુરાવા માંગ્યા હતા. .
  Published by:rakesh parmar
  First published:

  Tags: CM Himanta Biswa Sarma, Pulwama terror attack, Surgical strike

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन