આસામનો એક લાપતા યુવાન જમ્મૂ કશ્મીરના આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થવાનો શક છે.એક ઓટોમેટિક રાઇફલ માટે તેની તસવીર સામે આવ્યા બાદ તેની માતાએ પણ કહ્યુ કે સરકારે તેમનું ખુન કરી નાખવુ જોઇએ.
સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ થયા બાદ આસમ પોલીસે જણાવ્યું હતું કે તેને આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે અને પ્રયાસ થઇ રહી છે કે શું કમરૂઝઝમાં નામનો શખ્સ આતંકવાદી સંગઠનમાં સામેલ થયો છે ?
Qamer Uz Zaman of Nagaon in #Assam allegedly joins Hizbul Mujahideen, a Kashmiri separatist militant organization. Incident comes into light after a photo of the person got viral in social media. pic.twitter.com/r4rzM63cFB
— News18 Assam & NE (@News18Northeast) April 9, 2018
પોલીસ મહાનિદેશક મુકેશ સહાયએ જણાવ્યું કે,આસામ પોલીસ, જમ્મુ કાશ્મીરની પોલીસ સાથે સંપર્કમાં છે.વિશેષ શાખાના ખાસ ડીજીપી પલ્લવ ભટ્ટાચાર્યએ કહ્યું કે તેની ખાતરી કરવી મુશ્કેલ છે કે શું આ કમરનો આતંકવાદી સંગઠનમાં સમાવેશ થાયો છે અને રાજ્યની પોલીસ દ્વારા વિસ્તૃત તપાસ માટે જમ્મુ કાશ્મીર પોલીસ સાથે મામલો ઉઠાવ્યો છે.
તો અહી કમેરની માતાએ તસવીરમાં દેખાતા યુવાનોની ઓળખ તેના લાપતા પુત્રના રૂપમાં કરી.અને કહ્યું હતું કે સરકારે તેને દેશદ્રોહ કરવા પર મારી નાખવો જોઈએ.
પાંચ બાળકોની માતાએ દાવો કર્યો કે કમર એ કહીને ઘરથી નિકળ્યો હતો કે તે કાશ્મીરમાં વ્યવસાય શરૂ કરવા માટે જઇ રહ્યો છે.અને છેલ્લાં દસ મહિનાથી તે પરિવાર સાથે કોઈ સંપર્કમાં નથી.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર