મોટો નિર્ણય: આ રાજ્યમાં હજારો પતિઓની થશે ધરપકડ, મુખ્યમંત્રીની જાહેરાતથી હડકંપ મચ્યો
પ્રતિકાત્મક તસ્વીર
આસામ કેબિનેટે 14 વર્ષથી નાની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરુષો પર POCSO એક્ટ અંતર્ગત મામલો નોંધવાનો નિર્ણય કર્યો છે. 14-18 વર્ષની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરવા પર બાળ વિવાહ નિષેધ અધિનિયમ 2006 અંતર્ગત કેસ ચલાવામાં આવશે.
ગુવાહટી: આસામ રાજ્યમાં હજારો પતિઓ પર ધરપકડની તલવાર લટકી રહી છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એલાન કર્યું છે કે, નાની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારા તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આવા પુરુષોની ધરપકડ કરવામાં આવશે. સરમાએ કહ્યું કે, આગામી પાંચ-છ મહિનામાં હજારો પતિઓની ધરપકડ થશે, કેમ કે 14 વર્ષથી નાની ઉંમરની છોકરીઓ સાથે યૌન સંબંધ બાંધવો ગુનો બને છે, ભલે તે કાયદાકીય રીતે વિવાહીત પતિ કેમ ન હોય.
હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, મહિલાના લગ્નની કાનૂની ઉંમર 18 વર્ષ છે અને નાની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરવા પર કાર્યવાહી થાય છે. તેમણે કહ્યું કે, કેટલીય છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરુષોને આજીવન કારાવાસની સજા થઈ શકે છે. આગામી પાંચ-છ મહિનામાં હજારો પતિઓની ધરપકડ થશે, કેમ 14 વર્ષથી નાની ઉંમરની છોકરીઓે સાથે યૌન સંબંધ બાંધવો ગુનો છે, ભલે તે કાનૂની રીતે વિવાહીત પતિ કેમ ન હોય.
આસામ કેબિનેટમાં કાનૂન પાસ કર્યો
આસામ કેબિનેટે 14 વર્ષથી નાની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરુષો પર POCSO એક્ટ અંતર્ગત મામલો નોંધવાનો નિર્ણય કર્યો છે. 14-18 વર્ષની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરવા પર બાળ વિવાહ નિષેધ અધિનિયમ 2006 અંતર્ગત કેસ ચલાવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં સરેરાશ 31 ટકા વિવાહ નિષિદ્ધ આયુ વર્ગમાં હોય છે.
મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, મહિલાઓને યોગ્ય ઉંમરમાં માતૃત્વને અપનાવવુ જોઈએ કેમ કે આવું નહીં કરવા પર મેડિકલ કોમ્પ્લીકેશન્સ ઊભા થાય છે. સરમાએ કહ્યું કે, નાની ઉંમરમાં લગ્ન અને માતૃત્વને રોકવા માટે પોતાની સરકારની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો. સરમાએ કહ્યું કે, મહિલાઓને મા બનવા માટે લાંબી રાહ જોવી જોઈએ નહીં, કેમ કે તેનાથી જટિલતાઓ ઊભી થાય છે. માતૃત્વ માટે યોગ્ય ઉંમર 22થી 30 વર્ષ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર