Home /News /national-international /

Crime News: 5 વર્ષના બાળકની હત્યાના આરોપીને ટોળાએ જીવતો સળગાવી દીધો

Crime News: 5 વર્ષના બાળકની હત્યાના આરોપીને ટોળાએ જીવતો સળગાવી દીધો

પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. (ફાઇલ તસવીર)

Assam: પોલીસે જણાવ્યું કે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે વિસ્તારની સ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. આ ઘટના સંદર્ભે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

    શનિવારે આસામ (Assam)ના ડિબ્રુગઢ (Dibrugarh) જિલ્લામાં ચાના બગીચાના કેટલાક કામદારો દ્વારા માનસિક રીતે બીમાર વ્યક્તિને કથિત રીતે જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. આ વ્યક્તિએ પાંચ વર્ષના બાળકની હત્યા કરી હતી. પોલીસે આ માહિતી આપી હતી. આ ઘટના ધોળાજણ ચાના બગીચા વિસ્તારની છે.

    સ્થાનિકો લોકોના જણાવ્યા અનુસાર છોકરો માનસિક રીતે અસ્થિર સુનીત તંતીનાં પરિસરમાં અન્ય છોકરાઓ સાથે રમી રહ્યો હતો. ડિબ્રુગઢના પોલીસ અધિક્ષક શ્વેતંક મિશ્રાએ કહ્યું, "અચાનક તંતી ગુસ્સે થઈ ગયો અને તેણે ઉજ્જવલ મુરા નામના બાળકનું ગળું કાપીને તેની હત્યા કરી દીધી." અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં સ્થાનિક લોકોએ તંતીને પકડીને જીવતો સળગાવી દીધો હતો.

    પોલીસ અધિક્ષક મિશ્રાએ કહ્યું કે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે વિસ્તારની સ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. આ ઘટના સંદર્ભે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

    આ પણ વાંચો- શરમજનક! MPમાં યુવકોની હેવાનિયત, મેળામાં છોકરીની કરી જાતીય સતામણી, Video Viral

    અન્ય એક ઘટનામાં આસામના નાગાંવ જિલ્લામાં શનિવારે પોલીસ ગોળીબારમાં એક શંકાસ્પદ ડ્રગ દાણચોરી ઘાયલ થયો હતો જ્યારે તેણે કથિત રીતે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો અને ધરપકડથી બચવા ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી.

    આ પણ વાંચો- Gujarat Election 2022 EFFECT: નરેશ પટેલ કોના? ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ કે આપ, કોને આપશે સાથ?

    પોલીસે જણાવ્યું કે ચોક્કસ માહિતી મળતા જુરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વિસ્તારમાં એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ કથિત રીતે પોલીસ પાર્ટી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Assam mizoram border, Crime news, Gujarati new, Murder case, National news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन