Home /News /national-international /

PM મોદીએ ઓરિસ્સામાં કહ્યું,'હવે ભારત આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે છે'

PM મોદીએ ઓરિસ્સામાં કહ્યું,'હવે ભારત આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે છે'

વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

વડાપ્રધાન મોદીએ ઓરિસ્સાના સુંદરગઢમાં ચૂંટણી સભા સંબોધી, તેમણે કહ્યું દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બનવાનું નિશ્ચિત છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ઓરિસ્સાના સુદરગઢમાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે પ્રથમ વખત કોઈ વડાપ્રધાન ઓરિસ્સાના સુંદરગઢ આવ્યા છે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારત હવે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે છે,સરકારો પહેલાં પણ હતી પરંતુ સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું કોઈ વિચારી શકતી નહોતી. તેમણે કોંગ્રેસ પર અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે સ્વાર્થી નામદારે દેશને દાવ પર લગાવી દીધો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બનવાનું નક્કી છે.

    પીએમ મોદીએ કહ્યું,“ આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, 39 વર્ષ પહેલાં વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભાજપની સ્થાપના થઈ હતી જેનો સૌ દેશપ્રેમીઓને ગર્વ છે. આ પક્ષ ન તો ધનથી ન તો બાવડાના જોરે બની છે. ભારતીય જનતા પાર્ટી દેશની લોકોની અપેક્ષાઓમાંથી જન્મેલો પક્ષ છે. અમે ન તો પરિવાર પર આધારિત છીએ, ન તો પૈસા પર આધારિત છીએ. અમે અન્ય જેવા નથી. સ્વાર્થી નામદારે દેશને દાવ પર લગાવી દીધો છે પરંતુ અમે કામ કરવા આવ્યા છીએ.”

    આ પણ વાંચો: લાલુ પ્રસાદ યાદવે પોતાની બુકમાં નીતિશને 'વાંદરા', 'પક્ષપલટુ','ખુરશી કુમાર' ગણાવ્યા

    પીએમ મોદીએ વધુમાં કહ્યું,“કેરળમાં હાલતા ચાલતા, બંગાળમાં અમારા કાર્યકર્તાઓને મારી નાખવામાં આવે છે, જ્યાં આતંકવાદ છે, ત્યાં ભાજપના કાર્યકર્તાઓને મારી નાંખવામાં આવે છે. ભારત માતાની જયનો નાદ કરતા ભાજપના કાર્યકર્તાઓ લાગેલા રહે છે. આજે ભાજપનો ધ્વજ એવી જગ્યાએ લહેરાઈ રહ્યો છે,જેની કોઈએ કલ્પના કરી નહોતી. નોર્થ ઇસ્ટથી લઈને દેશના ચારે ખૂણે ભાજપનો ધ્વજ લહેરાઈ રહ્યો છે. સૌથી વધુ આદિવાસી, દલિત, મહિલાઓ ભાજપમાં જોડાયેલા છે.”

    ભારત આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે છે
    સુંદરગઢની રેલીમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હવે ભારત હવે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે છે, આતંકવાદીઓને જવાબ મળવો જોઈએ કે ન મળવો જોઈએ? સરકારો તો પહેલાં પણ હતી પરંતુ આતંકવાદીઓને જવાબ આપવાનો કોઈએ વિચાર નહોતો કર્યો કારણ કે આતંકવાદીને તેમના ઘરમાં ઘૂસીને મારવું તેમની તાકાત બહારની વાત હતી.

    આ પણ વાંચો: રાહુલ ગાંધીને સુષમાની સલાહ, 'અડવાણી અમારા પિતા તુલ્ય, ભાષાની મર્યાદા રાખો'

    ઓરિસ્સામાં કમળ ખીલશે
    પીએમ મોદીએ કહ્યું, ભાજપના પ્રણેતા અટલજીએ કહ્યું હતું કે અંધેરા છટેગા, સુરજ નીકલેગા કમલ ખીલેગા, આજે દેશમાં કમળ ખીલ્યું છે. મને વિશ્વાસ છે હવે ઓરિસ્સામાં પણ કમલ ખીલશે. ઓડિશામાં કમલ ખીલવું નિશ્વિત છે અને દેશમાં પણ કમળ ખીલવું નીશ્વિત છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Loksabha elections 2019

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन