Home /News /national-international /

નગાલેન્ડમાં આસામ રાઇફલ્સની ટીમ પર ઘાતકી હુમલો, 4 જવાન શહીદ

નગાલેન્ડમાં આસામ રાઇફલ્સની ટીમ પર ઘાતકી હુમલો, 4 જવાન શહીદ

આસામ રાઇફલ્સ ટીમને હુમલાખોરોએ બનાવી નિશાને

  કોહિમા: નાગાલેન્ડના મોન જિલ્લામાં શંકાસ્પદ હુમલાખોરોએ 40મી આસામ રાઇફલ્સની ટીમ પર આત્મઘાતી કર્યો હતો, જેમા આસામ રાઇફલ્સના 4 જવાન શહીદ થઇ ગયા છે. આ હુમલો ખપલાંગ ઉગ્રવાદીઓએ કર્યો છે.

  આસામ રાઇફલના મહાનિદેશકે પીઆરઓએ જણાવ્યું છે કે આ ઘટના રાત્રે ત્રણ વાગ્યે બની છે. અબોઇ પાસે સશસ્ત્ર હુમલાખોરોએ રાઇફલના છ સૈનિકોની ટીમ પર ઘાતકી હુમલો કર્યો હતો. ભારત-મ્યાનમાર સરહદ પાસે સુરક્ષા દળની ટુકડી પર સંતાઇને બેસેલા સશસ્ત્ર હુમલાખોરોએ એ સમયે ફાયરિંગ શરૂ કર્યુ જ્યારે જવાન પીવાના પાણી માટે એકઠા થયા હતા. આ હુમલામાં હવાલદાર ફતેહસિંહ નેગી અને સિપાહી હુંગંગા કોનાયકનું ઘટનાસ્થળે મૃત્યું થયું છે.

  આ હુમલાની જવાબદારી NSCN-K સંગઠને સ્વીકારી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ થવાની પણ ચેતવણી આપવામાં આવી હતી. એક મહિનામાં આ બીજી આવી ઘટના બની છે. નાગાલેન્ડમાં તાજેતરમાં જ બીજેપીના સમર્થનમાં નેફિયુ રિયોની સરકાર બની છે.

  આ અગાઉ 2015માં ખપલાંગ ગુટને મોન જિલ્લામાં ચાંગલાંગૂસની પાસે વિદ્રોહીઓ 23મી આસામ રાઇફલ્સની ટુકડી પર હુમલો કર્યો હતો. જેમાં 8 જવાન શહીદ થયા હતા અને 6 ઘાયલ થયા હતા.
  Published by:Bhoomi Koyani
  First published:

  Tags: Killed, Nagaland, Soldiers

  આગામી સમાચાર