મમતાએ કેમ કહ્યું? "ભાજપની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ"

News18 Gujarati
Updated: July 30, 2018, 6:38 PM IST
મમતાએ કેમ કહ્યું?

  • Share this:
અસમમાં સોમવારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન (એનઆરસી)ના ફાઈનલ ડ્રાફ્ટ પર રાજકીય ઘમાસણ શરૂ થઈ ગઈ છે. આ લિસ્ટમાં 40 લાખ લોકોના નામ હટાવવા પાછળ બીજેપીનું ષડયંત્ર હોવાનું બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે. મમતાએ આરોપ લગાવ્યા છે કે, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ દ્વારા ધાર્મિક અને ભાષાકિય લઘુમતીને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે આ મુદ્દા પર રાજનીતિને લઈને વિપક્ષી પાર્ટીઓને ખરીખોટી સંભળાવી હતી.

મમતા બેનર્જીએ કહ્યું, અહી એવા ઘણા લોકો છે જેમના પાસે આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે પરંતુ તે છતાં તેમનું નામ ડ્રાફ્ટ લિસ્ટમાંથી ગાયબ છે. લોકોની અટક જોઈને લિસ્ટમાંથી તેમના નામ હટાવવામાં આવ્યા છે. શું સરકાર જાણીજોઈને તેમને બહાર નિકાળવાની કોશિશ કરી રહી છે.

ટીએમસી સુપ્રીમોએ બીજેપી સરકાર પર વોટના કારણે બાંગ્લાભાષીઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું, અસમમાં રહેનાર બાંગ્લાભાષી લોકોને ખાસ રીતે નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. બંગાલી બોલનારાઓમાં અસમમાં રહેનાર લોકો રોહિંગ્યા નથી, આ દેશના જ છે. તેઓ પણ ભારતીય છે, પરંતુ કેન્દ્ર સરકાર તેમને નિશાન બનાવી રહી છે. તેમને કહ્યું , અમને તે વાતની ચિંતા છે કે તે લોકોને પોતાના દેશમાં જ શરર્ણાથી બનાવામાં આવી રહ્યાં છે. આ બંગાળીઓ અને બિહારીઓને બહાર કાઢીને ફેકી નિકાળવાની વાત છે. આનું પરિણામ બીજા રાજ્યોમાં પણ જોવા મળશે.

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રીએ ગૃહમંત્રીને અપીલ કરતાં કહ્યું, આવા સંવેદનશીલ મુદ્દાઓ પર સરકારને રાજનીતિથી દૂર રહેવું જોઈએ. કેન્દ્રની બીજેપી સરકારની નીતિ "ભાગલા પાડો અને રાજ કરો"ની છે. તેમની રાજનીતિમાં જ લિંચિંગની, લોકો વચ્ચે ભાગલા પાડવાની છે. હું ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે તેઓ નિષ્પક્ષતાના પોતાના દાવા પર કાયમ રહે અને 40 લાખ લોકોના ભવિષ્યના વિશે વિચારે.

મમતા બેનર્જીએ સાથે જ પ્રશ્ન કર્યો કે જે 40 લાખ લોકોના નામ નિકાળી દેવામાં આવ્યા, તેઓ અંતે ક્યાં જશે? તેમને પૂછ્યું, શું કેન્દ્ર પાસે તેમના પાસે પુનર્વાસની કોઈ યોજના છે? અંતમાં તો બંગાળને જ આના સામે ઝઝૂમવું પડશે. આ બીજેપીની માત્ર વોટ પોલીટિક્સ છે. હું રાજનાથ સિંહને સંશોધન પ્રસ્તાવ લાવવાનો અનુરોધ કરૂ છું.

તે સાથે જ તેમને જણાવ્યું કે ,હું પોતે અસમ જવાની કોશિશ કરીશ. અમારા સાંસદ પહેલા જ ત્યાં જવા માટે રવાના થઈ ચૂક્યાં છે. જોઈએ છીએ તેમને ત્યાં જવા દેવામાં આવે છે કે નહી.ટીએમસી આ પહેલા પણ સંસદમાં પણ આ મુદ્દા પર બોલતી નજરે પડી છે. પાર્ટીએ એનઆરસીના ફાઈનલ ડ્રાફ્ટથી 40 લાખ લોકોના નામ બહાર કરવા પાછળ ગડબડી કરવાની આશંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવશે. ટીએમસી નેતા એસએસ રોયે કહ્યું, કેન્દ્ર સરકાર જાણીજોઈને 40 લાખથી વધારે ધાર્મિક અને ભાષાકિય અલ્પસંખ્યકોને એનઆરસીથી બહાર કર્યાં છે. અસમ સાથે જોડાયેલા અન્ય રાજ્યો પર પણ આની અસર પડશે.

જ્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહે એનઆરસી ડ્રાફ્ટના મુદ્દા પર રાજનીતિ માટે વિપક્ષને આડા હાથે લેતા લોકસભામાં કહ્યું કે, "આમાં કેન્દ્રની શું ભૂમિકા છે આ કાર્યવાહી સુપ્રીમ કોર્ટની દેખરેખ કરવામાં આવી રહી છે. એવા સંવેદનશીલ મુદ્દાઓ પર રાજનીતિ થવી જોઈએ નહી."
First published: July 30, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading