આસામ NRC અંગે CEC: જે ભારતીય નાગરિક નથી તેઓ મતદાતા પણ નહીં

News18 Gujarati
Updated: August 1, 2018, 8:01 AM IST
આસામ NRC અંગે CEC: જે ભારતીય નાગરિક નથી તેઓ મતદાતા પણ નહીં
આસામમાં એનઆરસી ડ્રાફ્ટના મુદ્દો દિનપ્રતિદિન ગરમાતો રહે છે. વિપક્ષ આ મુદ્દા ઉપર મોદી સરકારને સતત ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે.

આસામમાં એનઆરસી ડ્રાફ્ટના મુદ્દો દિનપ્રતિદિન ગરમાતો રહે છે. વિપક્ષ આ મુદ્દા ઉપર મોદી સરકારને સતત ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે.

  • Share this:
આસામમાં એનઆરસી ડ્રાફ્ટના મુદ્દો દિનપ્રતિદિન ગરમાતો રહે છે. વિપક્ષ આ મુદ્દા ઉપર મોદી સરકારને સતત ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. એનઆરસી ડ્રાફ્ટ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું કે, જે લોકો ભારતીય નથી તેઓ મતદાતા પણ નથી. ચૂંટણી પંચે આસામના મુખ્ય ચૂંટણી પંચ પાસેથી આ અંગે રિપોર્ટ માંગી હતી. આસામના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી 10 દિવસની અંદર રીપોર્ટ માંગ્યો છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નરે ઓ.પી. રાવતે કહ્યું કે, અમે 10 દિવસની અંદર રિપોર્ટ આપવાનું કહ્યું છે. સાથે સાથે કાયદા પ્રમાણે જે ભારતીય નાગરિક હશે એ જ વોટ આપી શકશે. ડ્રાફ્ટ પ્રમાણે 40 લાખ લોકો ભારતીય નાગરીક નથી. જેમાંથી અનેક 18 વર્ષની ઓછી ઉંમરના પણ હશે. જેઓ છેલ્લા તબક્કામાં એનઆરસી આવશે. તેમાં જે ભારતીય નાગરિક ન હોય તેવા લોકોને કાયદા પ્રમાણે મતદાતા ન હોઇ શકે.

સોમવારે અસમમાં રાષ્ટ્રીય નાગરિક પંજી (એનઆરસી) છેલ્લો ડ્રાફ્ટ રજૂ થયા બાદ વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષી દળ આરોપ લગાવી રહ્યા છે કે, મોદી સરકાર આ પગલું પોતાના ફાયદા માટે ઉઠાવ્યું છે. આસામમાં રજૂ થયેલા એનઆરસીના ફાઇલ ડ્રાફ્ટમાં આશરે 40 લાખ લોકોના નામ નથી. ધર્મ અને ભાષાના આધારે ભેદભાવ કરવાનો આરોપ વિપક્ષ લગાવી રહ્યું છે.આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)નો બીજો અને અંતિમ ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. સોમવારે તેને જાહેર કરવામાં આવ્યો છે. આસામના એનઆરસીના રાજ્ય સંયોજક પ્રતીક હાજેલાએ એનસીઆરનો છેલ્લો ડ્રાફ્ટ જાહેર કરતા કહ્યું કે, 3.29 કરોડ અરજીકર્તામાંથી 2.90 કરોડ ગેરકાયદે નાગરીક મળી આવ્યા છે. તેનો મતલબ એ થયો કે, આ ફાઈનલ લીસ્ટમાં 40 લાખ લોકોના નામ નથી. આસામમાં પ્રથમ ડ્રાફ્ટ ગત વર્ષે ડિસેમ્બરના અંતમાં જાહેર થયો હતો. પ્રથમ ડ્રાફ્ટમાં 3.29 કરોડ અરજીકર્તામાંથી 1.9 કરોડ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. હવે બાકી બચેલા ફાઇનલ ડ્રાફ્ટમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે, આ લોકો ભારતના નાગરિક છે કે નહીં.

જોકે, હાજેલાએ સાથે કહ્યું કે, આ બસ છેલ્લો ડ્રાફ્ટ છે, ફાઈનલ એનઆરસી નથી. જેથી જેનું નામ આ ડ્રાફ્ટમાં નથી, તે ગભરાય નહી. પ્રતિક હાજેલાએ જણાવ્યું કે, જેનું નામ ફાઈનલ ડ્રાફ્ટમાં નથી, તેમણે સંબંધિત સેવા કેન્દ્રમાં એક ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ સાત ઓગષ્ટથી 28 સપ્ટેમ્બર વચ્ચે મળી રહેશે, અને અધિકારીઓએ તેમણે તેમનું કારણ જણાવવું પડશે કે, ડ્રાફ્ટમાં તેમનું નામ કેમ છુટ્યું. ત્યારબાદ અગામી પગલા હેઠળ પોતાના દાવાને નોંધાવવા માટે અન્ય એક ફોર્મ ભરવું પડશે, જે 30 ઓગષ્ટથી 28 સપ્ટેમ્બર સુધી મળશે. આવેદક પોતાનું નામ એનસીઆર સેવા કેન્દ્રમાં જઈ 30 જુલાઈથી 28 સપ્ટેમ્બર સુધીમાં કામકાજના દિવસમાં સવારે 10 કલાકથી સાંજે ચાર કલાક સુધીમાં જોઈ શકાશે.
First published: July 31, 2018, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading