અસમ અને મિઝોરમ વચ્ચે સરહદ પર વિવાદ, 6 અસમ પોલીસ જવાનોના મોત

બંને પાડોશી રાજ્યો વચ્ચે સરહદ વિવાદ જૂનો છે અને તે ઉકેલવા માટે 1995 પછી ઘણી વાતચીત થઇ છે પણ તેનો કોઇ ફાયદો થયો નથી

બંને પાડોશી રાજ્યો વચ્ચે સરહદ વિવાદ જૂનો છે અને તે ઉકેલવા માટે 1995 પછી ઘણી વાતચીત થઇ છે પણ તેનો કોઇ ફાયદો થયો નથી

 • Share this:
  નવી દિલ્હી : અસમ (assam)અને મિઝોરમ (mizoram)વચ્ચે સરહદને લઇને વિવાદ (assam mizoram border)સતત વધી રહ્યો છે. અસમના મુખ્યમંત્રી હિમંતા બિશ્વ સરમાએ દાવો કર્યો કે આ ઝડપમાં અત્યાર સુધી 6 પોલીસ જવાનો જીવ ગુમાવી ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મુદ્દાને જલ્દીથી જલ્દી ઉકેલવાનો નિર્દેશ આપ્યો છે. સોમવારે મિઝોરમા મુખ્યમંત્રી જોરામથાંગાએ સરહદ પર પત્થરબાજીનો વીડિયો શેર કરતા કેન્દ્રીય મંત્રીને આ મામલામાં દખલ આપવા કહ્યું છે તો અસમના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાએ પલટવાર કરતા હિંસા માટે મિઝોરમને દોષિત ગણાવ્યું છે. અસમના મુથ્યમંત્રી હિમંતા વિશ્વ સરમાએ ટ્વિટ કર્યું છે કે અસમ-મિઝોરમ સહહદ પર તણાવમાં અસમ પોલીસના 6 જવાનોના જીવ ગયા છે.

  મિઝોરમના ત્રણ જિલ્લા- આઈઝોલ, કોલાસિબ અને મમિત, અસમના કછાર, કરીમગંજ અને હૈલાકાંડી જિલ્લાની સાથે લગભગ 164.6 કિલોમીટરની સરહદ જોડાયેલી છે. બંને પાડોશી રાજ્યો વચ્ચે સરહદ વિવાદ જૂનો છે અને તે ઉકેલવા માટે 1995 પછી ઘણી વાતચીત થઇ છે પણ તેનો કોઇ ફાયદો થયો નથી. વિવાદનું મુખ્ય કારણ સરહદને લઇને બંને રાજ્યો અલગ અલગ નિયમ માને છે. મિઝોરમ જ્યા બંગાળ પૂર્મી સીમાંત નિયમ 1873 અંતર્ગત 1875માં અધિસૂચિત 509- વર્ગ મીલના આરક્ષિત વન ક્ષેત્રના અંદરના ભાગને સરહદ માને છે. જ્યારે અસમ 1933માં નક્કી કરાયેલા સંવૈધાનિક નકશાને માને છે.

  આ પણ વાંચો - Karnataka Next CM: યેદિયુરપ્પા પછી કોણ બનશે કર્ણાટકના સીએમ? સંસદ ભવનમાં અમિત શાહ અને નડ્ડાએ કર્યું મંથન

  સૂત્રોએ 26 જુલાઇએ જાણકારી આપી છે કે અસમ અને મિઝોરમ રાજ્ય વચ્ચે સરહદને લઇને ચાલી રહેલા તણાવ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરીને તેમને મુદ્દાનો ઉકેલ લાવવાનો નિર્દેશ આપ્યો છે. જાણકારી પ્રમાણે બંને મુખ્યમંત્રીઓએ કેન્દ્રીય મંત્રીની આ વાત સહમતી બતાવી છે કે તે મુદ્દાને ઉકલશે અને શાંતિ જાળવી રાખશે. રાહતની વાત એ છે કે વિવાદિત સ્થળ પર રહેલી બન્ને રાજ્યોની પોલીસ ત્યાંથી પરત ફરી ગઈ છે.
  Published by:Ashish Goyal
  First published: