Home /News /national-international /Assam Mizoram Border Dispute: મિઝોરમ પોલીસે આસામના CM હિમંત બિસ્વા સરમા સામે નોંધી ફરિયાદ
Assam Mizoram Border Dispute: મિઝોરમ પોલીસે આસામના CM હિમંત બિસ્વા સરમા સામે નોંધી ફરિયાદ
આસામ સીએમ. (ફાઇલ તસવીર)
Assam Mizoram Border Dispute: મિઝોરમ પોલીસે (Mizoram Police) હિંસા મામલે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma), રાજ્ય પોલીસના ચાર વરિષ્ઠ અધિકારી અને બે અન્ય અધિકારી સામે ફરિયાદ નોંધી છે.
નવી દિલ્હી: મિઝોરમ પોલીસે (Mizoram Police) કોલાસિબ જિલ્લાના વૈરંગતે નગરના બહારના વિસ્તારમાં થયેલી હિંસા મામલે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા (Himanta Biswa Sarma), રાજ્ય પોલીસના ચાર વરિષ્ઠ અધિકારી અને બે અન્ય અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી હતી. મિઝોરમ IGP (હેડક્વાર્ટર) જોન એનએ (Mizoram Inspector General of Police) તરફથી આ મામલે જણાવવામાં આવ્યું છે કે, આ લોકો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ગુનાહિત ષડયંત્ર અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યુ કે સીમાંત નગર પાસે મિઝોરમ અને આસામ પોલીસ દળ વચ્ચે થયેલી હિંસા પછી સોમવારે રાત્રે રાજ્ય પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આસામ પોલીસના 200 અજાણ્યા કર્મચારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
બીજી તરફ આસામ પોલીસે કોલાસિબ જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ વડા સહિત મિઝોરમ સરકારના છ અધિાકરીઓને ધોલાઈ પોલીસ મથકમાં સોમવારે હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી.
આસામ પોલીસના એક સૂત્રએ શુક્રવારે જણાવ્યું હતું કે, આ અધિકારીઓને 28 જુલાઈના રોજ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેના બે દિવસ પહેલા કછાર જિલ્લાના લૈલાપુરમાં આસામ અને મિઝોરમ પોલીસ દળો વચ્ચે લોહીયાળ હિંસા થઈ હતી. જેમાં આસામ પોલીસના પાંચ પોલીસકર્મી અને એક સ્થાનિક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 50થી વધારે ઘાયલ થયા હતા. આ અંગે એક કેસ ધોલાઈ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે.
" isDesktop="true" id="1119699" >
બંને રાજ્ય વચ્ચે વિવાદ
મિઝોરમના ત્રણ જિલ્લા- આઈઝોલ, કોલાસિબ અને મમિત, આસામના કછાર, કરીમગંજ અને હૈલાકાંડી જિલ્લાની લગભગ 164.6 કિલોમીટર સરહદ જોડાયેલી છે. બંને પાડોશી રાજ્યો વચ્ચે સરહદનો વિવાદ જૂનો છે અને તે ઉકેલવા માટે 1995 પછી ઘણી વાતચીત થઇ છે. જોકે, તેનો કોઇ ફાયદો થયો નથી. વિવાદનું મુખ્ય કારણ સરહદને લઇને બંને રાજ્યો અલગ અલગ નિયમ માને છે. મિઝોરમ જ્યાં બંગાળ પૂર્મી સીમાંત નિયમ 1873 અંતર્ગત 1875માં અધિસૂચિત 509- વર્ગ માઈલના આરક્ષિત વન ક્ષેત્રના અંદરના ભાગને સરહદ માને છે. જ્યારે આસામ 1933માં નક્કી કરાયેલા બંધારણીય નકશાને માને છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર