Home /News /national-international /લાકડાની દાણચોરીને લઈને હિંસા ફાટી નીકળી, પોલીસ ફાયરિંગમાં 6ના મોત, ઘણા જિલ્લામાં ઈન્ટરનેટ બંધ

લાકડાની દાણચોરીને લઈને હિંસા ફાટી નીકળી, પોલીસ ફાયરિંગમાં 6ના મોત, ઘણા જિલ્લામાં ઈન્ટરનેટ બંધ

આસામ-મેઘાલય બોર્ડર હિંસા ફાટી નીકળી

લાકડા લઈ જતી ટ્રકને પોલીસે અટકાવ્યા બાદ ફાટી નીકળેલી હિંસામાં એક વન કર્મચારી અને ખાસી સમુદાયના ત્રણ લોકો માર્યા ગયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા માટે સત્તાવાળાઓએ હવે મોબાઈલ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા કનેક્ટિવિટી સ્થગિત કરી દીધી છે. મેઘાલયના ડીજીપી એલઆર બિશ્નોઈએ એએનઆઈને જણાવ્યું હતું કે, પોલીસની જવાબી કાર્યવાહીમાં મેઘાલયના 5 લોકો માર્યા ગયા છે. જ્યારે મેઘાલયના લોકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક વનકર્મી શહીદ થયો છે.

વધુ જુઓ ...
    મંગળવારે વહેલી સવારે આસામ-મેઘાલય સરહદ પર લાકડા લઈ જતી ટ્રકને પોલીસે અટકાવ્યા બાદ ફાટી નીકળેલી હિંસામાં એક વન કર્મચારી અને ખાસી સમુદાયના ત્રણ લોકો માર્યા ગયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા માટે સત્તાવાળાઓએ હવે મોબાઈલ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા કનેક્ટિવિટી સ્થગિત કરી દીધી છે. મેઘાલયના ડીજીપી એલઆર બિશ્નોઈએ એએનઆઈને જણાવ્યું હતું કે, પોલીસની જવાબી કાર્યવાહીમાં મેઘાલયના 5 લોકો માર્યા ગયા છે. જ્યારે મેઘાલયના લોકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક વનકર્મી શહીદ થયો છે. પોલીસ અને વન વિભાગના પ્રશાસને લાકડાની તસ્કરીમાં સામેલ લોકો સામે ઝુંબેશ હાથ ધરી હતી, જે બાદ સમગ્ર ઘટના બની હતી.

    પરિસ્થિતિની ગંભીરતાને જોતા, પશ્ચિમ જયંતિયા હિલ્સ, પૂર્વ જયંતિયા હિલ્સ, પૂર્વ ખાસી હિલ્સ, રી-ભોઈ, પૂર્વ પશ્ચિમ ખાસી હિલ્સ, પશ્ચિમ ખાસી હિલ્સ અને દક્ષિણ પશ્ચિમ ખાસી હિલ્સ સહિતના કેટલાક જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. પશ્ચિમ કાર્બી આંગલોંગના પોલીસ અધિક્ષક ઈમદાદ અલીએ જણાવ્યું હતું કે આસામ વન વિભાગની ટીમે સવારે 3 વાગ્યાની આસપાસ મેઘાલય સરહદે ટ્રકને અટકાવી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે ટ્રક ન રોકાઈ તો વન વિભાગના કર્મચારીઓએ તેના પર ગોળીબાર કર્યો અને તેનું ટાયર પંચર કરી દીધું. તેમણે જણાવ્યું કે ડ્રાઈવર, તેનો એક મદદગાર અને અન્ય એક વ્યક્તિ ઝડપાઈ ગયો, જ્યારે અન્ય એક વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો.





    આ પણ વાંચોઃ ટીચર છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીના ‘પ્રેમ’માં પડી, અનેક વખત શારીરિક સંબંધ બનાવ્યા, 14 વર્ષ પછી આ રીતે ખુલ્યુ રહસ્ય તો...

    અનેક જિલ્લાઓમાં ઈન્ટરનેટ બંધ


    હિંસાને જોતા મેઘાલય સરકારે 7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આદેશ અનુસાર આ 7 જિલ્લામાં 22 નવેમ્બરથી 48 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ રહેશે.

    અલીએ જણાવ્યું કે વન વિભાગના કર્મચારીઓએ જીરિકેન્ડિંગ પોલીસ સ્ટેશનના અધિકારીઓને ઘટના અંગે જાણ કરી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે જણાવ્યું કે આ પછી સ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ અને ધરપકડ કરાયેલા લોકોને મુક્ત કરવાની માંગ કરવા લાગી. ટોળાએ વન વિભાગના કર્મચારીઓ અને પોલીસને ઘેરી લીધા હતા, ત્યારબાદ અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગોળીબાર કરવો પડ્યો હતો.

    અધિકારીએ કહ્યું, 'આ ઘટનામાં વન વિભાગના એક હોમગાર્ડ અને ખાસી સમુદાયના ત્રણ લોકો માર્યા ગયા હતા. સ્થિતિ હવે નિયંત્રણમાં છે. વનકર્મી વિદ્યાસિંહ લેખેનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ સ્પષ્ટ થયું નથી. અલીએ જણાવ્યું કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Meghalaya, Smuggling

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन