કોથળામાં સિક્કાને જોઈને શોરુમો સ્ટાફ પણ હૈરાન થઈ ગયાં. શખ્સે જ્યારે સ્ટાફ આગળ વાત કહી કે સિક્કાથી તે સ્કૂટર ખરીદવા માગતો હતો, તો સ્ટાફે તેના પર વિશ્વાસ કર્યો નહીં.
નવી દિલ્હી: આસામના દારંગ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં લોકો ત્યારે ચોંકી ગયા, જ્યારે શખ્સ સિક્કા ભરેલી બોરી સાથે સ્કૂટર ખરીદવા પહોંચ્યો. શખ્સનું નામ સૈદુલ હક છે અને તે દારંગ જિલ્લાના સિફાઝાર વિસ્તારનો રહેવાસી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, તે સિક્કા ભરેલી બોરી સાથે શોરુમમાં ધડામ દઈને ઘુસ્યો. શો રુમમાં હાજર સ્ટાફ તેને જોઈને ચોંકી ગયા.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સૈદુલ હક બોરીમાં 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કાનો કોથળો લઈને સ્કૂટર ખરીદવા પહોંચ્યો હતો. સૈદૂલે કહ્યું કે, હું બડગાંવ વિસ્તારમાં એક નાની એવી દુકાન ચલાવુ છું, મારુ સપનું હતું કે હું એક સ્કૂટર ખરીદું. હું 5થી 6 વર્ષથી સિક્કા ભેગા કરી રહ્યો છું. મારુ સપનું પુરુ થઈ ગયું છે. મને સફળતા મળી ગઈ. હું સાચ્ચે જ બહુ ખુશ છું.
#WATCH | Assam: Md Saidul Hoque, a resident of the Sipajhar area in Darrang district purchased a scooter with a sack full of coins he saved. pic.twitter.com/ePU69SHYZO
કોથળામાં સિક્કાને જોઈને શોરુમો સ્ટાફ પણ હૈરાન થઈ ગયાં. શખ્સે જ્યારે સ્ટાફ આગળ વાત કહી કે સિક્કાથી તે સ્કૂટર ખરીદવા માગતો હતો, તો સ્ટાફે તેના પર વિશ્વાસ કર્યો નહીં. તેમને વિશ્વાસ નહોતો કે, કોઈ શખ્સ આટલા સિક્કા કેવી રીતે જમા કરી શકે, કે જેનાથી તે સ્કૂટર ખરીદી શકે. પણ જ્યારે સ્ટાફે સિક્કાને ગણવાનુ શરુ કર્યો તે, તેમને પરસેવો છુટી ગયો. કોથળામાં એક સ્કૂટર ખરીદવા માટે પર્યાપ્ત સિક્કા હતા.
ત્યાર બાદ શોરુમના કર્મચારી સૈદુલ હકને ફોર્મ ભરવા માટે આપે છે. ફોર્મ ભર્યા બાદ તે સિક્કાની બોરી ખોલે છે અને તેને કર્મચારીઓની સામે ગણાવે છે. ત્યાર બાદ આ સિક્કાને અલગ અલગ ડબ્બામાં ભરી દેવામાં આવે છે. ટુ-વ્હીલર વાહન શોરુમના માલિકે કહ્યું કે, જ્યારે મારા એક્ઝીક્યૂટિવે મને કહ્યું કે, એક ગ્રાહક આપણા શોરુમમાં 90,000 રૂપિયાના સિક્કા સાથે એક સ્કૂટર ખરીદવા આવ્યો છે. મને એ જાણીને ખુશ થઈ. કારણ કે મેં ટીવી પર આવા સમાચાર જોયા હતા. હું ઈચ્છું છું કે તે ભવિષ્યમાં એક કાર પણ ખરીદી શકે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર